આજના માર્કેટયાર્ડ ભાવ

Arandana Bhav 2024 : ઓછા ઉત્પાદનની અટકળે એરંડાના ભાવમાં કર્યો વધારો, આ માર્કેટયાર્ડમાં આજે ખેડૂતોને બંપર ભાવ મળ્યા

Arandana Bhav 2024
Written by Gujarat Info Hub

Arandana Bhav 2024 : એરંડાના ઓછા ઉત્પાદનની અટકળે ભાવમાં કર્યો વધારો. ખેડૂતોમાં ખુશીની લહેર. સૌથી ઊંચા ભાવ વિજાપુર માર્કેટયાર્ડમાં ખેડૂતોને મળ્યા. ચાલો જાણીએ ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં આજના એરંડાના ભાવ.

છેલ્લા કેટલાય સમયથી  ગુજરાતનાં એરંડા પીઠાંમાં એરંડાના ભાવ રૂપિયા 1150 થી વધવાનું નામ લેતા ન હતા. તેની પાછળ જાણકારોના માટે એરંડાનું પુષ્કળ વાવેતર અને એરંડાનું વધારે ઉત્પાદન થવાની ધારણાઓ હતી. પરંતુ નિષ્ણાતોના અભિપ્રાય મુજબ નવા એરંડાઓની આવકો હોવા છતાં માર્ચની શરૂઆતે પણ માત્ર 75000 થી 80000 ગુણીની ઓછી આવકો જોતાં ગુજરાતમાં એરંડાના ઉત્પાદનમાં ગાબડું હોવાની શક્યતાઓ જણાઈ રહી છે.

છેલ્લા બે દિવસમાં એરંડાના પીઠાંમાં એરંડાઓની આવકોમાં અંશત; ઘટાડા સાથે ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે. એ રીતે જોવામાં આવેતો હજુ પણ એરંડાના ભાવમાં વધારો થવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે. તો મિત્રો ચાલો જાણીએ ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના આજના એરંડાના ભાવ.

એરંડાની આવક અને બજારભાવ :

એરંડા પીઠાનું અગત્યનું માર્કેટ ગણાતું  કડી   Apmc માં એરંડાના ભાવ 1150 થી 1200 રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની સૌથી વધુ આવક 6500 ગુણીની આવક રહેવા પામી હતી.

પાટણ માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1150 થી 1190 રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની 4570  ગુણીની આવક રહેવા પામી હતી.

વિસનગર માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1145 થી 1190 રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની 2000 ગુણીની આવક રહેવા પામી હતી.

વિજાપુર  માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1111 થી 1206  રૂપિયા એક મણનાં રહેવા પામ્યા હતા. જ્યારે એરંડાની 800 ગુણીની આવક રહેવા પામી હતી. વિજાપુર ગંજ બજારના એરંડાના ભાવ ગંજ બજારો માં  સૌથી ઊંચા ભાવ રહેવા પામ્યા હતા.  

એરંડાના આજના તા : 07/03/2024 ના બજાર ભાવ:

Arandana Bhav 2024 :

માર્કેટયાર્ડનું નામઊંચા ભાવઆવક ગુણી
પાલનપુર માર્કેટયાર્ડ11861250
થરા માર્કેટયાર્ડ11981240
ભાભર માર્કેટયાર્ડ11942650
ધાનેરા માર્કેટયાર્ડ11752200
થરાદ માર્કેટયાર્ડ11902200
હારીજ માર્કેટયાર્ડ11811750
સિધ્ધપુર માર્કેટયાર્ડ11841650
માણસા માર્કેટયાર્ડ11981150
રાજકોટ માર્કેટયાર્ડ1162450
ડીસા માર્કેટયાર્ડ1175470
રાધનપુર માર્કેટયાર્ડ1185600
આ પણ વાંચો : આ વિદેશી શાકભાજીની ખેતીથી ખેડૂતોનું નસીબ ચમક્યું, હવે તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે.

મિત્રો,ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં આજના એરંડાના બજાર ભાવ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં જરૂર જણાવશો અને અને ગુજરાતનાં ગંજ બજારોના વિવિધ જાણશઓના ભાવો રોજે રોજ જાણવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. મિત્રો અમોને વીવિધ સ્રોતો તરફથી મળતી માહિતી આપના માટે અમે અહી રજૂ કરીએ છીએ અમે આ આર્ટીકલ દ્વારા ભાવ વધવાની કે ઘટવાની કોઈ આગાહી કરતા નથી તેમજ ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રોને એરંડા વેચવા કે ખરીદવાની કોઈ ભલામણ કરતા નથી. અમારો આજનો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !  

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment