Gujarat State Police Housing Bharti – ગુજરાત પોલીસ આવાસ નિગમ લિ માં ભરતી, જાણો જગ્યાઓની વિગતવાર માહિતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં અધિક્ષક ઇજનેર વર્ગ 1,કાર્યપાલક ઇજનેર સિવિલ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 2 ની જગ્યાઓ માટે ભરતી કરવા અહીથી આજેજ અરજી કરો.
Police Housing Corporation Bharti
ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા સિવિલ ઇજનેર વર્ગ 1 અને 2 ની જગ્યાઓ પર સીધી ભરતી કરવા સારું પસંદગી યાદી તૈયાર કરવા સારું લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી ojas ગુજરાત વેબ પોર્ટલ મારફત મારફત અધિક્ષક ઇજનેર ની 1 જગ્યા કાર્યપાલક ઇજનેરની 3 જગ્યા જ્યારે નાયબ કાર્યપાલક ની 4 જગ્યાઓ ભરતી કરવા માટે તારીખ : 13/03/2024 થી બપોરના 1.00 કલાક થી 28/03/2024 રાત્રીના 23.59 સુધી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
અહી અમે આપને સિવિલ ઇજનેર વર્ગ 1 અને 2 માટે જરૂરી લાયકાત,વય મર્યાદા, અનુભવની વિગતો સહિત પરીક્ષા ફી વિશે જણાવી રહ્યા છીએ આપ અમારી સાથે લેખના અંત સુધી જોડાયેલા રહેશો.
શૈક્ષણિક લાયકાત :
ગુજરાત પોલીસ આવાસ નિગમની ઇજનેર (સિવિલ)ની વિવિધ જગયાઓ માટે નીચે મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત |
અધિક્ષક ઇજનેર (સિવિલ ) | માન્ય યુનિ.નો બેચલર ઓફ Engineering Civil અથવા B.Tech Civil |
કાર્ય પાલક ઇજનેર (સિવિલ ) | માન્ય યુનિ.નો બેચલર ઓફ Engineering Civil અથવા B.Tech Civil |
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ ) | માન્ય યુનિ.નો બેચલર ઓફ Engineering Civil અથવા B.Tech Civil |
અનુભવ :
- અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ 1 માટે સ્નાતકની પદવી મેળવ્યા પછી બાંધકામની સાઇટ પર બાંધકામને લગતો કામ કરવાનો ઓછામાં ઓછો 24 વર્ષનો આનુભવ અને તે પૈકી 7 વર્ષનો અનુભવ કાર્યપાલક ઇજનેર અથવા સમકક્ષ તરીકેના હોદ્દા પરનો
- અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ 1 માટે સ્નાતકની પદવી મેળવ્યા પછી બાંધકામની સાઇટ પર બાંધકામને લગતો કામ કરવાનો ઓછામાં ઓછો 24 વર્ષનો આનુભવ અને તે પૈકી 7 વર્ષનો અનુભવ કાર્યપાલક ઇજનેર અથવા સમકક્ષ
- અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ 1 માટે સ્નાતકની પદવી મેળવ્યા પછી બાંધકામની સાઇટ પર બાંધકામને લગતો કામ કરવાનો ઓછામાં ઓછો 10 વર્ષનો આનુભવ.
વય મર્યાદા :
જગ્યાનું નામ | વય મર્યાદા |
અધિક્ષક ઇજનેર (સિવિલ ) | લઘુતમ 45 વર્ષથી 50 વર્ષ |
કાર્ય પાલક ઇજનેર (સિવિલ ) | લઘુતમ 39 વર્ષથી 45 વર્ષ |
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ ) | લઘુતમ 32 વર્ષથી 38 વર્ષ |
ઉપરોક્ત દર્શાવેલ વય મર્યાદામાં માત્ર નાયબ કાર્યપાલક ઇજનેર ના કિસ્સામાં અનામત કક્ષાના પુરુષ ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ અને મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.
પગાર ધોરણ :
જાહેરાતમાં જણાવેલ જગ્યાઓ માટેનું પગાર ધોરણ સાતમા પગારપંચ મુજબ કોષ્ટક માં દર્શાવેલ પગાર ધોરણ અને લેવલ મુજબ રહેછે.
જગ્યાનું નામ | પગાર ધોરણ |
અધિક્ષક ઇજનેર (સિવિલ ) | 78800-209200 લેવલ 12 |
કાર્ય પાલક ઇજનેર (સિવિલ ) | 67700 -208700 લેવલ 11 |
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ ) | 53100 -167800 લેવલ 9 |
ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જોવા માટે | અહી ક્લિક કરો |
ઓન લાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
ભરતી પ્રક્રિયા :
ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારોને વેબ સાઇટ પર સૂચના આપવામાં આવશે ભરતી પ્રક્રિયાના દરેક તબક્કે ઉમેદવારોને જ્યારે બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે તેમજ ભરતી પ્રક્રિયા અંગેનો આખરી નિર્ણય ભરતી બોર્ડનો રહેશે.
સામાન્ય સૂચનો :
ઉમેદવારોએ અરજી કરવા સબંધી,અનામત કક્ષાના ઉમેદવારોએ અનામત કક્ષાના મળનારા લાભ માટે અને અન્ય જાણકારી માટે આ જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન વાંચી લીધા બાદ જ અરજી કરવાનું રાખવું . આ ભરતી અંગે માહિતીની વધુ જરૂર જણાયતો કચેરી સમય દરમ્યાન નીચે જણાવેલ ફોન નંબર રહી માહિતી મેળવી શકશે.
હેલ્પ લાઇન નંબર : 9978410118
આ પણ વાંચો : Gujarat Police Bharti 2024: ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપોઇની કુલ 12472 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત