Investment

Post Office MIS Scheme: જમા કરવો 50000 અને મેળવો 3300 ની Pension

Post Office MIS Scheme
Written by Gujarat Info Hub

Post Office Mis Scheme: પોસ્ટ ઓફિસદ્વારા અલગ અલગ જોરદાર યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તો આજે આપણે પોસ્ટ ઓફિસ યોજના માં બેસ્ટ સ્કીમ તમારી સાથે શેર કરીશું જેમાં તમારે એક ફિક્સ અમાઉન્ટ જમા કરવાનું રેહશે ત્યારબાદ તમને દરેક મહિને પેંશન મળશે અને મજ્ચ્યુરિટી પર તમને તમારા રોકાણ કરેલ પૈસા પણ મળી જશે.

Post Office MIS Scheme

પોસ્ટ ઓફિસ ની MIS યોજના એટલે કે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્ક્મ સ્કીમ એકાઉન્ટ ( post office monthly income scheme account ). આ MIS યોજનામાં તમે વધુમાં વધું 4.5 લાખ રૂપીયા જમા કરાવી શકો છો અને જો તમે joint account માં પૈસા જમા કરાવવા માગતા હોવ તો વધુમાં વધું 9 લાખ રૂપીયા જમા કરાવી શકો છો. આ યોજનામાં ત્રણ લોકો સાથે મળીને પણ ખાતું ખોલાવી શકે છે.

કોઈપણ સગીર બાળકનું ખાતું ખોલવા માટે તેના માતા પિતા નામ થી post office mis scheme માં account ખોલી શકાય છે. કોઈપણ બાળકનું પોતાના નામે ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી ઉંમર 10 વર્ષ સુધીની હોવી જોઈએ અને ઓછામાં ઓછા 1000 રૂપિયા જમા કરાવી તમે post office mis scheme માં માસિક ભૂગતાન મેળવી શકો છો. હાલમાં post office mis yojana નો વ્યાજદર 6.6% છે.

5 વર્ષ ની મેચ્યોરિટી

post office mis scheme માં 5 વર્ષ એ તમારી મેચ્યોરિટી નક્કી થાય છે. તમે જો પોસ્ટ ઓફિસ mis યોજના માં ખાતું ખોલાવ્યા બાદ 1 વર્ષ સુધી પૈસા નિકાળી શકતા નથી પરંતુ જો 1 વર્ષ બાદ અને 3 વર્ષ પહેલા ખાતું બંધ કરાવવા માંગતા હોવ તો તમારી મૂળ રાશીના 2 ટકા કાપી તમેને તમારા પૈસા મળશે. અને જો 3 થી 5 વર્ષ ની વચ્ચે જો ખાતું બંધ કરાવવા માગતા હોવ તો 1 ટકા મૂળ રાશીના કાપી ખાતું બંધ કરાવી શકો છો.

4.5 લાખ જમા કરવા પર પ્રતિ મહિને 2475 મળશે

જો તમે પોસ્ટ ઓફિસ mis સ્કીમ માં ખાતું ખોલાવી 50000 જમા કરાવો તો તમને મહિને 275 રૂપીયા મળે અને 3300 રૂપીયા દર વર્ષ મળશે. તો 5 વર્ષમાં કુલ 16500 રૂપીયા વ્યાજ મળે છે.

જો 1,00,000 જમા કરાવો તો દર મહિને 550 અને દર વર્ષ 6600 રૂપીયા મળે એટલે 5 વર્ષ માં તમને 33000 રૂપિયા વ્યાજ પેટે મળે છે.

post mis scheme માં જો તમે 4.5 લાખ જમા કરાવશો તો મહિને 2475 રૂપીયા અને એક વર્ષમાં 29700 રૂપીયા વ્યાજ પેટે મળે છે. તો તમને પાંચ વર્ષ માં 148500 રૂપીયા વ્યાજ પેટે મળે છે.

હવે તમારી પસંદ અને મૂડી રોકાણ પર તમે પોસ્ટ ઓફિસ mis યોજનામાં ખાતું ખોલાવી શકો છો.

મૈચ્યોરિટી પહેલા રોકાણદાર મુત્યું પામે તો

જો post office mis scheme account હોલ્ડર નું આકસ્મિક મુત્યું પામે તો તેમનું ખાતું બંધ થઈ જશે પરંતુ તેમના વારાસદાર ને મૂળ રાશિ રીટર્ન કરવામાં આવે છે.

પોસ્ટ ઓફિસ mis યોજનામાં ડીડકશન નો લાભ નથી મળતો. અને તમારું મળેલ વ્યાજ પરથી એકઠી થયેલ આવક પર ડીટીએસ લાગતું નથી. પરતું વ્યાજ અને આવક પુરી તરીકેથી ટેક્ષબલ છે.

આ પણ જુઓ:- ભૂલથી બીજા કોઈના ખાતામાં પૈસા થઈ ગયા ટ્રાન્સફર ? 

તો મિત્રો તમને હવે post office mis scheme 2023 ની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, જો તમે જોખમ વગરનું રોકાણ કરવા માંગો છો તો તમારા માટે આ બેસ્ટ સ્કીમ છે, પોસ્ટ ઓફિસ ની આવી નવી સ્કીમો માટે અમારી વેબસાઈટ ને જોતા રહો, આભાર.

About the author

Gujarat Info Hub

Leave a Comment