Trending જાણવા જેવું

Ration card e-kyc: ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ આ રીતે રેશનકાર્ડનું ઈ કેવાયસી કરો

Ration card e-kyc
Written by Gujarat Info Hub

Ration card e-kyc: જો તમે પણ રાશનકાર્ડનું ઈ-KYC કરવામાં મુશ્કેલી અનુભવો છો તો હવે તમારે ચિંતા કરવાની રહેશે નહીં. આ લેખ તમને ઘરે બેઠા જ ઈ-KYC કરવાની સરળ રીત સમજાવશે. અમારા આ લેખના માધ્ય્મથી તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા રેશનકાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો જેના માટે તમારે નીચેના ડોક્યુમેન્ટની જરુર રહેશે.

Ration card e-kyc માટે તમારે શું જોઈએ

  • 15 આકડાનો રાશનકાર્ડ નંબર
  • 12 આકડાનો આધાર કાર્ડ નંબર
  • તમારો નોંધાયેલ મોબાઈલ નંબર

રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવાની રીત

રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા માટે તમારે નિચે આપેલ પગલા અનુસરવા પડશે.

  • My Ration એપ ડાઉનલોડ કરો: સૌ પ્રથમ પ્લે સ્ટોર પરથી “My Ration (Gujarat)” એપ ડાઉનલોડ કરો.
  • ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો.
  • હવે રેશનકાર્ડ લિંક કરવા નિચે આપેલ પગલાં અનુસરો.
    • પ્રોફાઈલ પર જાઓ.
    • “રાશનકાર્ડ લિંક કરો” પર ક્લિક કરો.
    • તમારો રાશનકાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરો.
    • OTP વડે ચકાસણી કરો.
  • ઈ-KYC શરૂ કરો:
    • “આધાર ઈ-KYC” વિકલ્પ પસંદ કરો.
    • સૂચના મુજબ આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરો.
  • તમારી ઓળખ ચકાસણી કરો:
    • આધાર ફેસ આરડી એપ ખોલો અને સેલ્ફી લેવા માટે સૂચનાઓને અનુસરો.
    • સારી રોશનીમાં હોવાનું અને તમારો ચહેરો સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ.
  • રેશનકાર્ડ ઈ-KYC પૂર્ણ કરો:
    • My Ration એપ પર પાછા જાઓ.
    • જે સભ્યનું ઈ-KYC કરવા માંગો છો તેને પસંદ કરો.
    • OTP વડે ચકાસણી કરો.
    • સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો.

તો મિત્રો તમે આવી રીતે ઓનલાઈન માધ્યમથી તમારા મોબાઈલમાં Ration card e-kyc પ્રક્રીયા કરી શકો છો. વધુમાં જો તમને OTP ન મળે તો, ખાતરી કરો કે તમે સાચો મોબાઈલ નંબર દાખલ કર્યો છે. તેમજ જો એપ ક્રેશ થાય, તો તમારા મોબાઈલને રીસ્ટાર્ટ કરો અથવા એપને ફરીથી ઇન્સ્ટોલ કરો. વધુ માહિતી માટે તમે એપમાં આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો.

આ સરળ પગલાંને અનુસરીને, તમે સરળતાથી તમારું Ration card e-kyc ઓનલાઈન પૂર્ણ કરી શકો છો. જો તમને કોઈ મુશ્કેલી આવે તો, તમારા રાશન ડીલર અથવા નજીકના CSC કેન્દ્રની મદદ લો.

About the author

Gujarat Info Hub

Leave a Comment