સરકારી યોજનાઓ

Sadhan Sahay Yojana 2024: વ્યવસાય માટે રૂપિયા 20,000 સુધીની સાધનકીટની સહાય મળી રહી છે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરો

Sadhan Sahay Yojana 2024
Written by Gujarat Info Hub

Sadhan Sahay Yojana 2024: ગુજરાત સરકારના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હાલ જ નવી યોજના માટે ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજનાના દ્વારા ગુજરાતના નાગરિકોને સબંધિત વ્યવસાયને લગતા સાધનોની સહાય આપવામાં આવશે. તો જો તમે કોઈ વ્યવસાય કરી રહ્યા છો અથવા નવો વ્યવસાય શરૂ કરવા ઈચ્છો છો પરંતુ તે વ્યવસાય કરવા માટે પૂરતા સાધનો નથી તો આ યોજનામાં ફોર્મ ભરીને સાધનોની સહાય મેળવી શકો છો.

સાધન સહાય યોજના | Sadhan Sahay Yojana 2024

આ યોજના દ્વારા કોને કોને સહાય મળશે તેમજ આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તેમજ ઓનલાઇન ફોર્મ ક્યાં ભરવું તે વિશેની માહિતી નીચે પ્રમાણે છે તો જો તમે આ યોજનામાં રસ ધરાવો છો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

આ સાધન સહાય યોજનામાં ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 13/11/2024 ના રોજ થઈ ગઈ છે અને જે લોકો આ યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છે છે તે લોકો તારીખ 12/12/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણની સતાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર અરજી કરી શકશે.

આ યોજના દ્વારા શું લાભ મળશે ?

આ યોજના દ્વારા લાભાર્થીને દરજી કામ, ધોબી કામ, બ્યૂટી પાર્લર, ભરત કામ વગેરે જેવા વ્યવસાયો માટેના સાધનની કીટ આપવામાં આવશે પરંતુ રૂપિયા 20,000 ની મર્યાદામાં જ.
આ યોજના દ્વારા દિવ્યાંગ અરજદારોને કૃત્રિમ અવયવો પણ આપવામાં આવે છે.

કોણ કોણ અરજી કરી શકે ?

આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના શારીરિક વિકલાંગતા ધરાવતા નાગરિકોને જ આપવામાં આવે છે.
દરેક જાતિના શારીરિક વિકલાંગ નાગરિક આ યોજનાનો લાભ મેળવી શકે છે.
અરજી કરનાર 40% કે તેથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ.
રોજગાર લક્ષી સાધનોની કીટ મેળવવા માટે અરજદારની ઉંમર 16 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • દિવ્યાંગતા ના ઓળખકાર્ડની નકલ
  • 40 % કરતા વધુ દિવ્યાંગતા દર્શાવતું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મ તારીખનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

આશા રાખું છું કે તમને આ યોજના વિશેની જરૂરી તમામ માહિતી મળી ગઈ હશે, જો તમે આ યોજનામાં ફોર્મ ભરવા ઈચ્છો છો તો તારીખ 12/12/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરી દે જો તેમજ જો તમને આ લેખ ની માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો તેમજ આવી રીતે સરકારી યોજનાની માહિતી સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment