Sahid Divas 2023 in Gujarati (શહીદ દિવસ ): ભારતની સ્વાતંત્ર્ય ચળવળના મહાન ક્રાંતિકારી યુવાનો પર લાહોરની કૃષ્ણ વર્મા ની કોર્ટમાં ભારતમાતા ની આઝાદીની ચળવળના વીર ક્રાંતિકારી યુવાનો વીર ભગતસિંહ,સુખદેવ અને રાજ્યગુરુ અને બીજા નવ યુવાનો ઉપર કેશ ચલાવીને વીર ભગતસિંહ ,સુખદેવ,અને રાજ્યગુરુ ને નિર્દયતા પુર્વક ફાંસીની સજા આપવામાં આવી .ફાંસી આપવા માટે 24 માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો હોવા છતાં વીર ક્રાંતીકારી ઓને 23 માર્ચની મોડી સાંજે લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી . અને પંજાબના ફીરોજપુર જિલ્લાના હુસેનીવાળા પાસે સતલજ નદીના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા . પાછળથી તે જગ્યાએ તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે .
આજે 23 માર્ચ શહીદ દિવસ છે . ભારત માતાના વીર પનોતા પુત્રોને યાદ કરીને સમગ્ર ભારત 23 માર્ચના દિવસે વીર શહીદોને શ્રધ્ધાંજલી પાઠવે છે . ભારતમાં 23 માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો છે . ભારતની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદો વીર ભગતસિંહ ,સુખદેવ થાપર, શિવરામ રાજગુરુ ની 92 મી પુણ્યતિથિને ‘sahid divas’ ‘શહીદ દિવસ’ તરીકે સમગ્ર ભારત તેમને શ્રધ્ધાંજલી પાઠવી શ્રધ્ધા સુમન અર્પણ કરે છે .
વીર શહીદ ભગતસિંહ
ભારતની આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણોની આહુતિ આપી શહીદી વહોરનાર વીર શહીદ ભગતસિંહનો જન્મ 1907 ની 28 સપ્ટેમ્બર ના રોજ લાલપુર પંજાબમાં થયો હતો. તેમની માતાનું નામ વિદ્યાવતી અને પિતાનું નામ કિશનસિંહ હતું. નાનપણ થી તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા . જલીયાવાલા બાગના હત્યાકાંડ વખતે તેઓ પગપાળા લાંબી મુસાફરી કરીને જલીયાવાલા પહોચ્યા હતા. આ હત્યાકાંડની તેમના માનસ પર ઘણી અસર પડી હતી . તેઓ અસહકાર આંદોલનમાં જોડાયા અને આ અરસામાં લાહોર ખાતેની કોલેજનો અભ્યાસ છોડી આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા હતા .
વીર ભગતસિંહ નેશનલ સોશીયાલિસ્ટ રીપબ્લીક પાર્ટીમાં જોડાયા અને ત્યારબાદ તેના મંત્રી પણ બન્યા હતા . ત્યારબાદ વીર ભગતસિંહે નવજવાન ભારત સભાની સ્થાપના કરી . આ સમયમાં તેમને સુખદેવ,ચંદ્ર શેખર આઝાદ,જતીનદાસ,ભગવતી ચરણ વગેરે ક્રાંતિકારીઓનો ભેટો થયો અને તેમનો સાથ મળ્યો . ભગતસિંહે જગતની મોટી ક્રાંતિઓ માર્કવાદ, સમાજવાદ, અને સોવિયેત સંઘ વિશે ખૂબ વાંચ્યું અને યુવાનોને પ્રેરણા આપતા લેખો પણ લખ્યા . જનીનદાસ પાસે બોમ્બ બનાવતાં શીખ્યા અને 1926 માં દશેરાના દિવસે તેમણે બોમ્બ ફેકયો. અને તેમની ધરપકડ થઈ પરંતુ પુરાવાના લીધે ભગતસિંહને છોડી મૂકવામાં આવ્યા .
1928 માં સાયમન કમીશનનો વિરોધ કરતી રેલી પર બ્રીટીશ સૈનિકો દ્વારા લાલલજપત રાય પર બેફામ લાઠીચાર્જ કરવામાં આવતાં લાલા લજપતરાય ખૂબ ઘાયલ થયા. અને પાછળથી તેમનું અવસાન થતાં ભગતસિંહ ખૂબ ક્રોધિત થયા હતા . તેમણે એ અંગ્રેજ અધિકારીની હત્યા કરવાનું નક્કી કર્યું . અને 17 ડિસેમ્બરના દિવસે મી.સોંડર્સ આવતાં જ રાજયગુરુએ તેને ગોળી મારી દીધી હતી .
8 એપ્રિલ 1929 ના દિવસે તેમણે કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેકયો અને નાશી જવાના બદલે ત્યાં ઊભા રહી ધરપકડ વહોરી લીધી હતી . તેમણે તે વખતે કહ્યું હતુકે આ બોમ્બ ધડાકો બહેરી અંગ્રેજ સરકારના કાન ખોલવા માટે છે . પાછળથી તેમના પર કેશ ચાલ્યો અને તેમના પર નિર્દયતા પુર્વક ફાંસીની સજા કરવામાં આવી .
વીર શહીદ રાજ્યગુરુ
વીર શહીદ શિવરામ હરી રાજ્યગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1908 ના રોજ મહારાષ્ટ્રના પૂના નજીકના ખેદ ગામમાં એક બ્રાહમન પરિવારમાં થયો હતો . હાલમાં આ ગામ રાજગુરુનગર તરીકે ઓળખાય છે . ભગતસિંહ અને સુખદેવના સાથી અને મહાન ક્રાંતિકારી હતા . લાલા લજપતરાય નો બદલો લેવા તેમણે જી.પી. સોંડસે પર ગોળી ચલાવી તેની હત્યા કરી હતી .
વીર શહીદ સુખદેવ થાપર
વીર શહીદ સુખદેવ થાપર પંજાબના લુધીયાણા માં 15 મે 1907 માં થાપર ખત્રી પરિવારમાં માતા રલ્લીદેવી અને પિતા રામલાલ થાપર ને ત્યાં જન્મ્યા હતા. નાનપણ થી જ ભારતની આઝાદીના ક્રાંતીકારી લડવૈયા હતા. તેમના બલીદાન દિવસની યાદમાં ભારત શહીદ દિવસ( Sahid Divas 2023 )ના રોજ તેમને યાદ કરીને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે .હિંદુસ્તાન સોસિયાલીસ્ટ રીપબ્લિક પાર્ટી ના સક્રીય સભ્ય હતા અને પંજાબ પ્રાંતની જવાબદારી શંભાળતા હતા . ભગતસિંહ ,રાજયગુરુ સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃતિઓ કરી હતી . સુખદેવ 1929 ની જેલ ભૂખ હડતાળ તેમજ 1929 ના લાહોર ષડયંત્ર કેશના મુખ્ય આરોપી હતા . 23 માર્ચ 1931 ના રોજ ત્રણેય શહીદોને નિર્દય પણે ફાંસી આપવામાં આવી હતી .
ફાંસીની સજાના પ્રત્યાઘાતો
દેશમાં ફાંસીની ઘટના ને પગલે લોકોમાં રોષ અને આક્રોશ હતા .ઘણા ક્રાંતિકારી ઓ એ હુમલાઓ પણ કર્યા . ડો બાબા સાહેબ આંબેડકરે તેમના સમાચાર પત્ર ‘જનતા’ માં સંપાદકીય લેખમાં ત્રણેય ક્રાંતિકારી ઓને આપેલ ફાંસીને અન્યાયપૂર્ણ અને અમાનવીય ગણાવી હતી . તે માટે તેમણે બ્રીટીશ સરકારને દોષિત ગણી હતી . ક્રાંતિકારી ઓને સમર્થન હોવા છતાં બ્રીટીશ લોકોને ખુશ કરવાનું પગલા તરીકે ગણાવી હતી .
ભારતની આઝાદી માટે હસતે મુખે ફાંસીને માંચડે ચઢનાર આપણા વીર શહીદો હમેશાં અમર રહેશે . આપણા કેટલાય ક્રાંતિકારી યુવાનોએ ભારત માતાની આઝાદી માટે અનેક કષ્ટો વેઠી શહીદી વહોરી આપણને મહામૂલી આઝાદી અપાવી છે. ત્યારે આજના યુવાનો અને દેશવાશીઓએ શહીદ દિવસે( Shahid Diwas ) તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરી તેમના બલીદાન ને યાદ કરી, તેમના જીવન ચરિત્રને વાંચવું જોઈએ . શાળાઓ અને મહાશાળાઓમાં શહીદ દિવસની ઉજવણી કરવી જોઈએ . શહીદ દિન વિશે વકતૃત્વ સ્પર્ધાઓ દ્વારા અભ્યાસ કરતાં બાળકોને પ્રેરીત કરવાં જોઈએ જેથી બાળપણ થી જ બાળકોમાં રાષ્ટ્રવાદ ની ભાવનાને બલવતર બનાવી રાષ્ટ્રપ્રેમ જગાડી શકાય. અને તે દ્વારા જ આપણે ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવી શકીએ.
આ પણ વાંચો :- માર્ચ મહિનાના અગત્યના દિવસો
આજે શહીદ દિવસ નિમીતે gujaratinfohub પરિવાર ભારત માતાના પનોતા પુત્રો વીર શહીદોને વિનમ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે .
Shahid Diwas 2023 in Gujarati – FAQs :
1 શહીદ દિન (Sahid din ) ક્યારે આવે છે ?
જવાબ : શહીદ દિન 23 માર્ચના દિવસે આવે છે .
2. કયા શહીદોની યાદમાં 23 માર્ચ શહીદ દિવસ જાહેર કરવામાં આવ્યો છે ?
જવાબ : વીર ભગતસિંહ ,રાજ્યગુરુ અને સુખદેવ ની પુણ્યતિથિ દિવસને શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે .
3. વીર ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: વીર ભગતસિંહનો જન્મ પંજાબના લાલપુર ગામમાં થયો હતો.
4 . સુખદેવ થાપરનો જન્મ ક્યાં થયો હતો ?
સુખદેવ થાપરનો જન્મ પંજાબના લુધીયાણા માં થયો હતો .
5. રાજ્યગુરુનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: રાજ્યગુરુનો જન્મ મહારાષ્ટ્ર ના ખેદ ગામમાં થયો હતો .
6. વીર ભગતસિંહનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ : વીર ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907 ના રોજ થયો હતો.
7. સુખદેવ થાપરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ : સુખદેવ થાપરનો જન્મ15 મે 1907 ના રોજ થયો હતો .
8. રાજ્યગુરુનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: રાજ્યગુરુનો જન્મ 24 ઓગસ્ટ 1908 ના રોજ થયો હતો .
9. વીર ભગતસિંહ ,સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી કઈ જગ્યાએ આપવામાં આવી હતી ?
જવાબ : વીર ભગતસિંહ ,સુખદેવ અને રાજ્યગુરુને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી હતી ?
10. વીર ભગતસિંહ ,સુખદેવ અને રાજ્યગુરુ ત્રણેય શહીદો નાં શહીદ સ્મારક ક્યાં આવેલું છે?
જવાબ: ત્રણેય શહીદોનું શહીદ સ્મારક પંજાબના ફીરોજપુર જિલ્લાના હુસેનીવાળા પાસે સતલજ નદીના કિનારે આવેલું છે .
મિત્રો, અમારો આ શહીદ દિન 2023 ( shahid diwas 2023) ( અથવા શહીદ દિવસ નિબંધ ,અથવા શહીદ દિવસ( shahid diwas speech ) સ્પીચ, 23 march shahid diwas , shahid diwas 2023 આપને કેવો લાગ્યો તે અચૂક કોમેંટમાં જણાવશો ,આભાર.