નોકરી & રોજગાર

Special Educator Bharti: પ્રાથમિક શાળાઓ માટે સ્પેશિયલ એજ્યુકેટરની 3000 જગ્યાઓ માટે ભરતી, અરજી માટે અહીં જુઓ

Special Educator Bharti
Written by Gujarat Info Hub

Special Educator Bharti: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 જાહેરાત ક્રમાંક 1/2024 અને ધોરણ 6થી 8  જાહેરાત ક્રમાંક 2/2024 ની ગુજરાતી માધ્યમ માટેની શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓ ઉપર સ્પેશિયલ એજયુકેટર વર્ગ: 3 ની કુલ 3000 જેટલી બંપર જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ  જાહેરાત અધ્યક્ષ અને શિક્ષણ નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણનિયામકની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા બહાર પાડવામાં આવી છે.

મિત્રો, તમે ગુજરાત રાજ્યની પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં શિક્ષક બનવા માટેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવો છો. અને નોકરી મેળવવાની શોધમાં છો તો  આજે અમો તમને અહીથી તમારા માટે ગુડ ન્યૂઝ આપી રહ્યા છીએ. તેથી આ આર્ટીકલ તમને ખૂબ ઉપયોગી થશે. મિત્રો ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એજયુકેટરની 3000 જેટલી બંપર જગ્યાઓ માટે ધોરણ :1 થી 5ના અને ધોરણ 6 થી 8 ના એજ્યુકેટર વર્ગ :3 ની ભરતી પ્રક્રિયા શરૂ થનાર છે.

Special Educator Bharti

સંસ્થાનું નામગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ
પોસ્ટનું નામસ્પેશિયલ એજયુકેટર
ભરતી પ્રકારકાયમી ભરતી
છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
ઓફીસીયલ વેબસાઇટhttp://vsb.dpegujarat.in

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી ગુજરાત રાજ્યની જિલ્લા શિક્ષણ સમિતિઓ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ માં રહેલ ખાલી જગ્યાઓ માટે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેચણીના આધારે મળેલ માંગણી આધારે અનામત જગ્યાઓ સહિત ભરવા માટે શિક્ષણ વિભાગના તારીખ 17 ફેબ્રુઆરી 2023 ના સરકારશ્રીના જાહેરનામા અને શિક્ષણ વિભાગના તા 23/11/2023 ના જાહરનામા ક્રમાંક G/SH/49/PRE/142023/170/N તેમજ પસંદગી પ્રક્રિયાના નિયમો અનુસાર ભરતી કરવા સારું ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

જગ્યાઓની વિગત :  

પોસ્ટનું નામ ધોરણ કુલ જગ્યાઓ
સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ :3ધોરણ :1 થી 51861
ધોરણ : 6થી 81139

અનામત જગ્યાની વિગતો :

  • જાહેરાતમાં દર્શાવેલ અનામત જગ્યાઓ જે તે જિલ્લા શિક્ષણ સમિતિ /નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રોસ્ટર પત્રક અને માગણી પત્રક અનુસાર દર્શાવેલી છે
  • ઉમેદવારની લાયકાત વય મર્યાદા,પગારધોરણ , મહિલાઓ અને માજી સૈનિકની અનામત જગ્યાઓ,અરજી સ્વીકાર કેન્દ્રની યાદી અને પસંદગી પ્રક્રિયા સહિતની તમામ સૂચનાઓનો કાળજી પૂર્વક અભ્યાસ કરી પછીજ અરજી ઓન લાઇન કરવા વિનંતી છે.
  • ઓન લાઇન અરજી પસંદગી સમિતિની વેબ સાઈટ https ://vsb/dpegujarat.gov.in પર જઈ અરજી કરવાની રહેશે.
  • વિગતવાર સૂચનાઓ માટે પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની વેબ સાઈટ પરથી ડાઉનલોડ કરી વાંચી લેવા વિનંતી છે.

અરજી કરવાની તારીખ અને સમય : 

સ્પેશિયલ એજયુકેટર વર્ગ :3 ની અરજી તા : 19/02/2024 સવારના 11.00 કલાકથી થી 28/02/2024 બપોરના 3.00 કલાક સુધી કરી શકાશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સ્પેશિયલ એજ્યુકેટર ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ http://vsb.dpegujarat.in પર જાઓ
  • તેમા સ્પેશિયલ એજયુકેટર ભરતી ઓનલાઇન અરજી પર કલીક કરો.
  • ત્યારબાદ સૌ પ્રથમ તમારો ટેટ સીટ નંબર અને અન્ય જરૂરી વિગતો નાખો
  • ત્યારબાદ આગળના સ્ટેપમા તમારી શૈક્ષણિક માહિતી નાંખો અને માંગ્યાં મુજબના ડોકયુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ તમારી અરજી ફોર્મ ચકાસી ફાઇનલ સબમીટ આપી તેની પ્રીન્ટ કાઢી લો.
  • ત્યારબાદ જરૂરી ડોકયુમેન્ટ સાથે આ અરજી તમારા જિલ્લાના રીસીવીંગ સેન્ટર પર જમા કરાવો.

આ જુઓ:- ગુજરાત પોલીસ ભરતી નવા નિયમ જાહેર, પરીક્ષા પધ્ધતીમાં ધરખમ ફેરફાર

અગત્યની લિન્ક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment