SSC Result 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ: 10 SSCનું પરિણામ મેળવો સરળ રીતે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2023-2024 ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માર્ચમાં યોજાઈ હતી. જેમાં લાખો ઉમેદવારોએ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપીને અને જ્યારે હવે તે ઉમેદવારો પોતાના ધોરણ 10 ના બોર્ડની પરીક્ષાનું પરિણામ ની રાહ જોઈને બેઠા હશે. તો આજે આપણે આ લેખના માધ્યમથી ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના પરિણામો સાથે તેના ગ્રેડ વિશે મુજબના માર્ક્સ અને અન્ય જરૂરી માહિતી વિગતવાર ચર્ચા કરીશું.
SSC ધોરણ 10 નું પરિણામ જાણવાની સરળ રીતો :
ધોરણ 10 બોર્ડની બોર્ડની પરીક્ષા 11 થી 22 માર્ચ 2024 સુધીમાં લેવામાં આવી હતી જ્યારે હવે તેમનું પરિણામ મે મહિનામાં આવી શકે છે. અને જેને ગણતરીના દિવસોમાં જાહેર કરવાનું થઈ શકે છે. પરંતુ તે વિશે હજુ સત્તાવાર કોઇપણ જાહેરાત કરવામાં આવી નથી. અને એકવાર પરિણામ જાહેર થયા બાદ તમે અમારા લેખના માધ્યમથી ઓનલાઈન ઘરે બેઠાં પરીક્ષાનું પરિણામ જોઈ શકશો.
ધોરણ 10 SSC નું પરિણામ મેળવવાની સરળ રીત :
વિદ્યાર્થી મિત્રો અમે આપનેઆ લેખના માધ્યમથી SSC એટલેકે ધોરણ 10 નું પરિણામ મેળવવા માટેની કેટલીક સરળ રીતો બતાવવા જઈ રહ્યા છીએ. આપ આપના ઘરેથીજ આપના કોમ્પ્યુટર અથવા આપના ઘરના મોબાઈલ પર માત્ર થોડીક ક્ષણોમાં આપના પરિણામની ચકાસણી કરી શકશો
આપ આપના પરિણામને આપના મોબાઈલ અથવા આપના કોમ્પ્યુટરની ડિવાઈસમાં સાચવી પણ શકોછો. અને તેની પ્રિન્ટ પણ મેળવી શકો છો.
આજનો લેખ આપના માટે ખૂબ મહત્વનો છે. તમે SSC એટલેકે તમારા ધોરણ 10 માં સારા માર્ક્સ મળે અને તમારી ઉજ્જવળ કારકિર્દી માટે આપે ખૂબ મહેનત કરીને આપની ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની પરીક્ષા આપી છે. ત્યારે પરિણામને લઈને આપ ખૂબ ઉત્સુક હશો.
GSEB વેબ સાઇટ દ્વારા SSCનું પરિણામ મેળવવું :
મિત્રો આપ GSEB ની વેબ સાઇટ પરથી પણ આપનું ધોરણ 10 નું પરિણામ મેળવી શકો છો. તમારે એ માટે કેટલાંક સરળ સ્ટેપ ફોલો કરવાં પડશે અહી અમે નીચે આપેલ રીત મુજબ આપ આપનું પરિણામ મેળવી શકશો.
- સૌ પ્રથમ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એજ્યુકેશન બોર્ડની વેબ સાઇટ પર આપને જવાનું રહેશે.
- હવે સ્ક્રીન ઉપર દેખાતા રીઝલ્ટ ટેબ ઉપર તમારે ક્લિક કરવાની છે
- ક્લિક કરતા જ વેબસાઈટનું એક નવું પેજ ઓપન થશે અને તમને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની વેબસાઈટ નું પેજ દેખાય છે તેમાં આપેલ રીઝલ્ટ ટેબ પર તમે ક્લિક કરો
- હવે રિઝલ્ટ એપ પર ક્લિક કરતા એક બોક્સ ખુલશે તમારે બોક્સમાં જણાવવામાં આવેલી તમારી પરીક્ષા સંબંધી માહિતી ભરવાની છે જેમ કે બેઠક નંબર જન્મ તારીખ વગેરે અહીં બેઠક નંબર તમારે સિરીઝ સાથે લખવાનો રહેશે
- તમારે નીચે આપેલું GO ટેબ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારું પરિણામ એક બે સેકન્ડમાં જનરેટ થશે અને તમને સ્ક્રીન ઉપર દેખાય છે.તમે તમારા પરિણામને સેવ કરી તમારી ડ્રાઈવમાં સાચવી શકો છો. અથવા પ્રિન્ટ પણ કાઢી શકો છો.
આ સરળ રીતથી તમે પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ પરથી તમારું પરિણામ મેળવી શકો છો
whatsApp દ્વારા . ધોરણ 10 નું પરિણામ મેળવવું :
મિત્રો તમે whatsApp ના માધ્યમથી પણ તમારી ધોરણ 10નું એટલે કે એસ.એસ.સી.નું પરિણામ મેળવી શકો છો તે માટે તમારે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો એક મોબાઈલ નંબર 63573 00971 તમારા મોબાઇલમાં સેવ કરવાનો રહેશે મોબાઈલ નંબર સેવ કરતા હવે તે તમારા whatsApp મેસેજમાં જોઈ શકાય છે
- હવે તમારે બોર્ડના આ નંબર પર ચેટિંગ બોક્સ ખોલી તેમાં Hi મેસેજ મોકલવાનો છે
- તમારા દ્વારા બોર્ડ તરફથી દર્શાવવામાં આવેલા whatsApp નંબર પર Hi મેસેજ મોકલતાં સામે તમને તમારી પરીક્ષા સંબંધી બેઠક નંબર વગેરે માહિતી પૂછવામાં આવશે.
- જ્યારે તમે whatsApp ચેટિંગમાં તમારી માગેલ તમારી માહિતી ભરી મેસેજને સેન્ડ કરશો ત્યારે એકાદ ક્ષણમાં તમારું પરિણામ તમારા મોબાઇલના ચેટબોક્સમાં આવી જશે.
- તમે તમારા પરિણામને તમારી ડ્રાઇવમાં સાચવી શકો છો. અથવા તો તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો અને તમારા મિત્રોને પણ મોકલી શકો છો.
મિત્રો અમે જણાવેલી ધોરણ 10 નું પરિણામ મેળવવાની જુદી જુદી બે રીતો આપને અચૂક ગમી હશે. આપ અમારો આ લેખ તમારા મિત્રોને સેન્ડ કરી શકો છો. અને અમારો આજનો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે પણ અમને અચૂક જણાવશો. અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરશો લેખ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર !