મિત્રો, જો તમે તલાટી પરીક્ષા તારીખ ની રાહ જોઈને બેઠા છો તો તમને જણાવી દઈએ કે તલાટી કમ મંત્રી ભરતી 2023 ની લેખિત પરીક્ષા તારીખ 23 એપ્રિલ ના રોજ લેવા માંગે છે તેવું પંચાયત સેવા પસંદગી મંડળ ના ચેરમેન શ્રી હસમુખ પટેલે પોતાના ટ્વિટર એકાઉન્ટ માધ્યમથી જણાવ્યું. અત્યારની સ્થિતિ પ્રમાણે GPSSB બોર્ડ દરેક જિલ્લાના અધિકારીઓ પાસે પરીક્ષા કેન્દ્રો ની માહિતી મંગાવેલ છે. જે મુજબ બધા પરીક્ષા કેન્દ્રો ની વિગત મળ્યા બાદ ઓફિસિયલ તલાટી પરીક્ષા તારીખ બહાર પડશે જેની અપડેટ અમે અહીં શેર કરતા રહીશું.
>>> અત્યારના કરન્ટ ન્યુઝ પ્રમાણે તલાટી કમ મંત્રી ની પરીક્ષા બે તબક્કા માં લેવાઈ શકે છે, જેના પર ચર્ચા વિચારણા ચાલું છે. વધુ ઉમેદવારો હોઈ સરકાર નવી પોલીસી બનાવવાં માટે વિચારણા કરી રહી છે. પ્રથમ તબક્કા માં પાસ થનાર ઉમેદવાર બીજા તબક્કા ની પરીક્ષા. આ ન્યુઝ ઓફીસીયલ નથી પરંતુ આના પર ચર્ચા વિચારણા ચાલુ છે.
તલાટી પરીક્ષા તારીખ 2023
બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
---|---|
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી - class 3 |
કુલ જગ્યાઓ | ૩૪૩૭ |
તલાટી પરીક્ષા તારીખ | સંભવિત તારીખ ૨૩ એપ્રીલ ૨૦૨૩ |
Talati Mantri Call Letter | ojas.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
તલાટી પરીક્ષા ની સંભવિત તારીખ અંગેનું ટ્વીટ
મિત્રો, જુનિયર કલાર્ક નું પેપર લીક થયું ત્યારબાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના નવા ચેરમેન તરીકે હસમુખ પટેલ ની વરણી થઈ છે જેઓ ગુજરાતનાં અડિશનલ ડિજિપી છે. તેમના દ્વારા છેલ્લા કેટલાક વર્ષ માં પોલીસ ખાતાની 3 લાખ જેટલાં વિધાર્થી ઓ માટે ભરતી પ્રકિયા પૂર્ણ કરી છે. જે બદલ તેમનું કાર્ય બિરદાવા જેવું છે જે બદલ તેમને આ વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે. તે હંમેશા ટ્વિટર ના માધ્યમાંથી વિધાર્થીઓના પ્રોબ્લેમ સાભાળી તેમનું સોલ્યુશન લાવાનો પ્રયાસ કરે છે. તો જો તમારું ટ્વિટર માં એકાઉન્ટ છે તો તમે હસમુખ પટેલ સર ને ફોલોવ કરી શકો છો.
તલાટી ભરતી 2023 સિલેબસ
Cadre Name | Village Panchayat Secretary (class 3) - ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી (વર્ગ :3) | ||
---|---|---|---|
Syllabus | Marks | Exam Medium | Duration |
General Awareness and General Knowledge * | 50 | Gujarati | One Hour (60 minutes) |
Gujarati Language and Grammar | 20 | Gujarati | |
English Language and Grammar | 20 | English | |
General mathematics | 10 | Gujarati | |
Total | 100 |
વધુ માહિતી માટે :- તલાટી ભરતી સીલેબસ ૨૦૨૩
મિત્રો તલાટીની લેખીત પરીક્ષા તારીખ જાહેર થઈ ગઈ એવું જ કહેવાય તો જે લોકો આ પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તેમને આ પરીક્ષા નો સિલેબસ યાદ રાખવો જરૂરી છે કેમ કે જો તમે સિલેબસ ને નહીં જોવો અને કોઈક ટોપિક નહીં વાંચો તો અત્યારના આવી અઘરી કોમ્પિટેશન માં તમે ચાન્સ ગુમાવી બેસાસો તેથી નીચે નો સિલેબસ જુઓ અને તેમાં આપેલ દરેક ટોપિક ને ડીટેલ માં વાંચો તો તમેને તલાટીનું પેપર આશાનીથી પાસ કરી શકો.
ઉપરોક્ત અમે જણાવ્યા મુજબ તલાટી પરીક્ષા તારીખ શેર કરેલ જેમાં કંઈપણ ફેરફાર થશે તો અમે અહીં વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમારી સાથે શેર કરીશું, તો જલ્દીથી અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઇ જાવો અને નવી ભરતી અને નોકરી ની માહિતી જોતા રહો. આભાર.