નોકરી & રોજગાર કોલ લેટર ડાઉનલોડ ગુજરાતી ન્યૂઝ

હવે તલાટીની પરીક્ષા આપવા માટે સંમતિ ફોર્મ ભરવું પડશે, આજે જ ભરી દો આ ફોર્મ : Talati Sammati Patra Form

તલાટી સંમતિ ફોર્મ ની રસીદ
Written by Gujarat Info Hub

Talati Sammati Form : ગ્રામ પંચાયત સેક્રેટરી ( ગ્રામ પંચાયત તલાટી ) તલાટી ની પરીક્ષા આપવી હશે તો તલાટી સંમતિ ફોર્મ ભરવું પડશે,આજે જ ભરી દો આ ફોર્મ .આ ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે . ગુજરાત પંચાયત સેવાના પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રીની પરીક્ષાની  તારીખ 7 મે ફાઈનલ થઈ ગઈ છે . પરંતુ જે ઉમેદવારો પંચાયત સેક્રેટરી ની પરીક્ષા આપવા માગે છે તે ઉમેદવારો એ Ojas ની વેબ સાઇટ ઉપર જઈ કન્ફર્મેશન એટલે કે સંમતિ પત્રક આપવું પડશે . પંચાયત સેક્રેટરી ની પરીક્ષા આપનાર ઉમેદવારો તારીખ : 13 એપ્રિલ 2023 ના બપોરના 4.00 કલાક થી 20 એપ્રિલ 2023 સવારના 11.00 વાગ્યા સુધી આ તલાટી સંમતિ પત્રક ફોર્મ ભરી શકશે . પરીક્ષામાં હાજર રહેવાની ઈચ્છા ધરાવનાર ઉમેદવારો એ વધુ વિલંબ કર્યા વગર વહેલી તકે કન્ફર્મેશન ફોર્મ  ભરી દેવું જોઈએ .

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક: 10 /2021-2022 અંતર્ગત ગ્રામ પંચાયત સેક્રેટરી અથવા ગ્રામ પંચાયત તલાટીની પરીક્ષા હવે 7 મે 2023 ના રોજ  લેવાનો ફાઇનલ નિર્ણય કર્યો છે . પરંતુ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ વખતે વહીવટી કારણોસર ગ્રામ પંચાયત સેક્રેટરી એટલેકે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીની પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ઉમેદવારની  હાજર રહેવાની અગાઉથી સંમતિ મેળવવાનો નિર્ણય કર્યો છે . આ માટે તલાટીની પરીક્ષા માટે ઉમેદવારી ફોર્મ ભરેલ  ઉમેદવારોએ Ojas વેબ સાઈટ પર જઈ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે .

ગુજરાતમાં ભરતી માટેની જાહેરાત પડતાં લાખો ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દે છે. વધુ ઉમેદવારી ફોર્મ ભરાતાં સરકાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં સંસાધનો ની જરૂર પડે છે . વધુ ઉમેદવારો ની સામે વધુ પરીક્ષા કેન્દ્રો , પરીક્ષા ખંડો ,ઇન્વીજીલેટર ,કેન્દ્ર નિયામક ,સુપરવાઈઝર ,પોલીસ ,વાહનો,સ્ટેશનરી વગેરે સાહિત્યની  સંખ્યાના પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવે છે . અને તમામ સંસાધનોને પરીક્ષાની ઉત્તમ વ્યવસ્થા માં જોડી દેવામાં આવે છે . પરંતુ નોકરી માટેની અરજી કરનાર ઉમેદવારો  પરીક્ષા માં ઉપસ્થિત થતા નથી . પરિણામે સરકાર દ્વારા કરેલ વ્યવસ્થા નો અર્થ  સરતો નથી. તેથીજ જે ઉમેદવારો પરીક્ષા આપવાના છે .તેટલીજ વ્યવસ્થા કરવાની થાયતો નાણાં અને સંસાધનોનો વ્યય થાય નહી એટલા માટે સંમતિ પત્રનો નિર્ણય ખૂબ આવકારદાયક અને સરાહનીય છે .

ગત પરીક્ષાના અનુભવો અને ગત 29 માર્ચ ના રોજ લેવાયેલ પંચાયત જુનિયર કલાર્ક ની પરીક્ષામાં (વહીવટ /હિસાબ)ની પરીક્ષામાં 953723 ઉમેદવારોએ પરીક્ષામાં ઉપસ્થિત થવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યાં હતાં .પણ પરીક્ષામાં માત્ર 391736 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા . જે કુલ સંખ્યાના 41 % હાજર ઉમેદવારો અને 49 % ઉમેદવારો ગેર હાજર રહ્યા હતા . પરિણામે પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવેલ  ખૂબ સારી અને મોટા પ્રમાણ ની  વ્યવસ્થા બીન ઉપયોગી રહી .

ગ્રામ પંચાયત સેક્રેટરી એટલે  કે  ગ્રામ  પંચાયત તલાટી કમ મંત્રી ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારો તરફથી  સંમતિ પત્રક ભરવાની પ્રક્રિયા પૂરી થતાં પંચાયત સેક્રેટરીની પરીક્ષામાં ખરેખર ઉપસ્થિત થનાર ઉમેદવારોની સંખ્યા જેટલી જ વ્યવસ્થા કરવાની જરૂર રહે, જેથી સરકારી સંસાધન અને નાણાં નો બીન જરૂરી વ્યય થાય નહી અને પરીક્ષામાં બેસનાર ઉમેદવારો માટે વધુ સારી વ્યવસ્થા કરી શકાય.

ઘણા ઉમેદવારો દ્વારા એક કરતાં વધારે ઉમેદવારી પત્ર ભરવામાં આવે છે . તેથી પણ ઉમેદવારોની સંખ્યામાં વધારો નોધાય છે .  ત્યારે પણ ઉમેદવારોની એક સિવાની બીજી અરજીઓ “રદ” કરવાનું ગુજરાત પંચાયત સેવા મંડળે જણાવ્યુ છે .

આથી ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ ગુજરાત પંચાયત સેવા મંડળ દ્વારા  “પરીક્ષા આપવા માટેની સંમતિ ફોર્મ“ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જાહેરાત ક્રમાંક 10/2021-22 અન્વયે પંચાયત સેક્રેટરીની પરીક્ષામાં  બેસવા ઇચ્છુક  ઉમેદવાઓને આ માટેનું સંમતિ પત્રક ફોર્મ ઓજસ  વેબ સાઈટ પર ઉપલબ્ધ કરાવવા માં આવ્યું છે .ઉમેદવારો આ ફોર્મ 20-04-2023 સવારના 11.00 કલાક સુધી ભરી શકશે પરીક્ષા માં બેસવાની સંમતિ આપવાનું ફોર્મ 20-04-2023 સવારના 11.00 કલાક બાદ ભરી શકાશે નહી.

જાહેરાત ક્રમાંક : 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી પરીક્ષા માટેનું સંમતિ પત્ર ભરી ઓનલાઈન સબમીટ કરતાં ઉમેદવારનો કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ  થશે તે ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે . ત્યારબાદ પરીક્ષામાં બેસવા માટેનું સંમતિ પત્ર સબમિટ કર્યા બાદ ઉમેદવારે તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે સાચવી રાખવાની રહેશે . કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો “કોડ” ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે . કોડ વગર ઉમેદવાર પરીક્ષામાં બેસવા માટેનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહી .તેથી પરીક્ષા પણ આપી શકશે નહી . જેની ઉમેદવારોએ ખાસ નોધ લેવી .

પંચાયત સેક્રેટરી પરીક્ષામાં બેસવા માટેનું સંમતિ પત્ર માત્ર ઓનલાઇન જ ભરવાનું છે .અન્ય રીતે ભરેલાં સંમતિ પત્ર સ્વીકારવામાં આવશે નહી .ઑન લાઇન તલાટી સંમતિ પત્રક ના ભરનાર ઉમેદવાર નું જાહેરાત ક્રમાંક: 10/2021-22 નું અરજીપત્ર આપો આપ રદ થશે અને ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહી ,જેની નોધ લેવી .

ઉમેદવારો એક જ સંમતિ પત્ર (Talati sammati patra)  ભરી શકશે . ઉમેદવારે એક કરતાં વધુ ઉમેદવારી પત્રો ભર્યા હોય અને ઉમેદવાર પાસે એક કરતાં વધારે કન્ફર્મેશન નંબર હોય તો પણ ઉમેદવારે માત્ર એક જ સંમતિ પત્ર ભરવાનું છે .એક કરતાં વધુ સંમતિપત્ર ભરનારને ગુજરાત ની વિવિધ સંસ્થાઓ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓમાં બેસવા માટે ગેરલાયક  ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે .

તલાટી સંમતિ ફોર્મ ભરવાની રીત 

Talati sammati patra: ઉમેદવારોએ સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in સાઈટ ઓપન કરવી .ત્યારબાદ HOME પેજ પરના NOTICE બોર્ડ પર ક્લીક કરવી . (View All ) પર ક્લીક કરતાં

તલાટી પરીક્ષા સંમતિ પત્રક ફોર્મ

“જાહેરાત ક્રમાંક :- 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી ) ની તારીખ :૦૭/૦૫/૨૦૨૩ ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિ ક્લીક કરો “ પર ક્લીક કરવા થી સંમતિ માટેનું ફોર્મ જનરેટ થશે .

તલાટી સંમતિ પત્રક ફોર્મ

હવે ફોર્મની તમામ વિગત ભરી સબમીટ કરતાં તલાટી કોલ લેટર કોડ મળે તેને સુરક્ષિત જગ્યાએ નોધી નો અને સંમતી પત્રક ફોર્મની રસીદ ની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત જગ્યાએ સાચવી રાખો .

આ પણ જુઓ :-  Talati Exam Confirmation Form

ઉપરોક્ત તલાટી સંમતિ ફોર્મ અંગની સંપુર્ણ માહિતી મળી ગઈ હશે અને જો કન્ફર્મેશન ફોર્મે ભરવા માટે વિગતવાર સ્ટેપ જોવા માંગતા હોવ તો ઉપરની લીંક પર ક્લિક કરો. જો ઓજસ સંમતિ પત્ર ભરવામાં કોઇપણ પ્રકારની મુઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી જણાવી શકો છો, ધન્યવાદ.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment