આજના માર્કેટયાર્ડ ભાવ ખેતી પદ્ધતિ

(Today) Gujarat Market Yard Bhav – ગુજરાત માર્કેટયાર્ડના દૈનિક બજાર ભાવ

Gujarat Market Yard Bhav
Written by Gujarat Info Hub

APMC Market Yard Bhav: અહીથી તમે ગુજરાત ની બધી APMC માર્કેટ યાર્ડ ના તાજા બજાર ભાવ જોઈ શકશો. જેમાં અનાજના માર્કેટ ભાવ તથા શાકભાજી ના બજાર ભાવ અમે અલગ અલગ રીતે તમારી સાથે સેર કરીશું.

મિત્રો, ગુજરાતની ૬૦ ટકા વસ્તી ખેતી સાથે જોડાયેલ છે અને ઘણા લોકો પોતાનું જીવન આ વ્યવસાય સાથે નિકાળ્યું છે, પણ અત્યારના આધુનિક યુગમાં દરેક પાસે ડિજીટલ મોબાઈલ આવી ગયા છે પછી ભલે તે વ્યક્તિ સામાન્ય ખેડુત હોય. તો આ મોબાઈલ નો સદ ઉપયોગ કરી ખેડુત મિત્રો પોતાના ઘરે બેઠા પોતે વાવેલ ધાન્યનું બજાર ભાવ (Market Bhav) જોઈ શકે છે. તમે જાણો છો કે ગુજરાતમાં કેટ્લીય મોટી મોટી માર્કેટયાર્ડ આવેલ છે અને તમનો બજાર ભાવ દરરોજ અલગ અલગ હોય છે.

તો ગુજરાત માર્કેટયાડના આજના બજાર ભાવ (Gujarat APMC Market Yard Price) ને જાણવા માટે અમારી આ વેબસાઈટ જોતા રહો. અમે અહી દરેક મોટી અને નાની APMC Market ના અનાજના બજાર ભાવ તમારી સાથે દરરોજ અપડેટ કરતા રહીશું જેની લિંક નિચે આપેલ છે.

ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ – Uttar Gujarat Market Yard Bazar Bhav

મિત્રો, ઉત્તર ગુજરાતમાં મુખ્ય જે પાકો નો વ્યાપાર થાય છે તે ” જીરું, બાજરી, રાઈડો, કપાસ, મગ, તુવેર, ચણા, બટાટા, સવા, એરંડા, મગફળી, ઘઉં .. ” વગેરે નો સમાવેશ થાય છે જેમાં મુખ્ય ખરીદી કરનાર ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ઊંજા, પાટણ, હિમ્મતનગર, કડી, રાધનપુર, ડિસા, થરા, કલોલ, તલોદ, થરાદ વગેરે નો સમાવેશ થાય છે. તો અહીં આપણે ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડ ના બજાર ભાવ ( Uttar Gujarat Market Yard Bhav) ની લીક સેર કરીશું જેના પર ક્લિક કરી તે APMC ના આજના બજાર ભાવ લાઈવ જોઈ શક્શો.

  • ઊંજા માર્કેટયાર્ડ ના બજાર ભાવ
  • ડીસા માર્કેટયાર્ડ આજના બજાર ભાવ
  • થરા માર્કેટયાર્ડ આજના બજાર ભાવ

સૌરાષ્ટ્ર ના માર્કેટયાર્ડ ના ભાવ – Saurastra Market Yard Bhav Today

સૌરાષ્ટ્ર ના માર્કેટયાર્ડો માં મુખ્ય આવનાર પાક માં મગફળી, કપાસ, તલ, મકાઈ, વરીયાળી, દિવેલા, જુવાર રાયડો, ઘઉ વગેરે નો સમાવેશ થાય છે. જેમાંં મુખ્ય APMC છે ગોંડલ, રાજકોટ , અમરેલી, જામનગર, જુનાગઠ, મહુવા અને સાવરકંડલા વગેરે નો સમાવેશ થાય છે. તો સૌરાષ્ટ્ર ના કેટલાક મુખ્ય માર્કેટયાર્ડ ના દૈનિક બજાર ભાવ જોવા માટે તમે નિચેની લિક પર ક્લિક કરી લાઇવ અનાજ ભાવ જોઈ શકશો.

મધ્ય ગુજરાત APMC માર્કેટ ભાવ – Madhya Gujarat Market Yard

APMC Market Yard Bhav: મધ્ય ગુજરાત માં મુખ્યત્વે ડાંગર, ચણા, મકાઈ, ઘઉ, કપાસ જેવાંં પાકો ની ખેતી થાય છે. કેમ કે અહી વરસાદનું અને સિચાઈ નું પ્રમાણ ખુબ જ સારૂ છે. મધ્ય ગુજરાતના મુખ્ય માર્કેટોમાં વિરમગામ, ગોધરા, દહેગામ, દાહોદ, પાદરા, પેટલાદ, ખંભાત વગેરેનો સમાવેશ થાય છે. જેની પાકોની તાજા ભાવની જાણકારી નિચેથી મેળવીશું

  • ગોધરા માર્કેટ યાર્ડ તાજા ભાવ
  • વિરમગામ માર્કેટયાર્ડ ભાવ
  • પાદરા બજાર ભાવ

દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ દૈનિક ભાવ – Dakshin Gujarat Market Bajar Bhav

ગુજરાતમાં ઉત્તર એન સૌરાષ્ટ્ર ના ગણતરીમાં અહી માર્કેટયાડો ઓછ પ્રમાણમાં છે પરંતુ અહી થતા પાકો વિશે જાણીએ તો મુખ્યત્વે ડાંગર અને મકાઈ નો પાક લેવાય છે અને દક્ષિણ ગુજરાત ના બજારો જોવામાં આવે તો નવસારી, ભરુચ્મ સુરત, તાપી વગેરે બાજરો મુખ્ય કહેવાય છે. તો આ બજારોમાં થતા વિવિધ પાકોની માર્કેટ ભાવ ની માહિતી અહિથી મેળવીશું.

  • નવસારી માર્કેટયાર્ડ ભાવ

કચ્છ માર્કેટ્યાર્ડ ના તાજા ભાવ – Gujarat Kutch Market Yard Price

મિત્ર, કચ્છ માંં મોટુ અને નાનું રણ સિવાય પણ કેટ્લાક વિસ્તારોમાં ખેતી થાય છે જેમાં મુખ્ય પાકો તરીકે મગફળી, એરંડા, જીરું, ધાણા વગેરે લેવામાં આવે છે. હવે આપણે કચ્છ ના મહત્વના માર્કેટ યાર્ડ જેવા કે ભુજ, અંજાર, રાપર, ભચાઉ ના રોજના બજાર ભાવ વિશે જાણીશું.

  • ભુજ માર્કેટના આજના બજાર ભાવ

મિત્રો, અમે અહિ ગુજરાતના માર્કેટયાર્ડ ના બજાર ભાવ ( Gujarat Market Yard Bhav Today ) ની લિંક મુકશું, જેના દ્વારા તમે તમારા નજીકની APMC Market Bhav જાણી શકો. ગુજરાતના આજના બજાર ભાવ જાણવા અને ખેડુતોને લગતી તમામ સરકારી યોજનાઓ તથા ખેતી ને લગતી નવી પધ્ધતીઓ માટે અમારી વેબસાઈટ ને જોતા રહો. તમે અમારા વોટ્સઅપ ગ્રુપ માં પણ જોડાઈ શકો છો જેથી તમને દરેક બજાર ભાવ એક જ ક્લિક થી મળી રહે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment