Vadodara sarkari Bharti: નેશનલ અર્બન હેલ્થ મિશન હેઠળ વડોદરામાં સરકારી ભરતી હાથ ધરવામાં આવી છે, આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ ફોર્મ ભરતા પહેલા આ ભરતીની જરૂરી માહિતી મેળવી લઈએ કે કોણ કોણ અરજી કરી શકે, પગાર ધોરણ, અરજી કેવી રીતે કરવી તેમજ અગત્યની તારીખો તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાચજો.
વડોદરા સરકારી ભરતી | Vadodara sarkari Bharti
આરોગ્ય વિભાગમાં અલગ અલગ પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ચાલો જોઈએ કે ક્યાં પદ પર કેટલી કેટલી જગ્યાઓ છે અને ટોટલ કેટલી જગ્યાઓ છે.
- M.B.B.S (મેડિકલ ઓફિસર) માટે બે જગ્યાઓ
- ફાર્માસિસ્ટ માટે બે જગ્યાઓ
- H.F.W માટે બે જગ્યાઓ
- કોમ્પ્યુટર ઓપરેટર માટે એક જગ્યા
આમ ટોટલ સાત જગ્યાઓ ઉપર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવી છે.
પગાર ધોરણ વિશેની માહિતી
- M.B.B.S (મેડિકલ ઓફિસર) માટે માસિક પગાર ધોરણ ₹75,000 છે.
- ફાર્માસિસ્ટ માટે માસિક પગાર ધોરણ ₹16,000 છે.
- H.F.W માટે માસિક પગાર ધોરણ ₹15,000 છે.
- કોમ્પ્યુટર ઓપરેટર માટે માસિક પગાર ધોરણ ₹20,000 છે.
ખાસ તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કરાર આધારિત કરવામાં આવી રહી છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 01/10/2024 થી 10/10/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે, અરજી કરવા માટે જરૂરી વિગતો નીચે આપેલ છે.
કોણ અરજી કરી શકે ?
કોઈ પણ સરકારી ભરતીમાં શૈક્ષણીક લાયકાત અને ઉંમર મર્યાદા ખાસ ધ્યાને લેવામાં આવે છે તેથી તે વિશેની માહિતી નીચે મુજબ છે.
M.B.B.S (મેડિકલ ઓફિસર) માટે ગુજરાત મેડિકલ કાઉન્સીલ બોર્ડમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ. તેમજ ઇન્ટરશીપ પુર્ણ કરેલ હોવી જોઈએ તેમજ હાલની સ્થિતિએ ચાલુ હોવુ જોઇએ અને કોમ્પ્યુટર કોર્ષનું સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઇએ આ પદ પર અરજી કરવા માટે ઉંમર મર્યાદા 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
ફાર્માસિસ્ટ પદ માટે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બેચરલ/ડીપ્લોમાં ઇન ફાર્માસીની ડીગ્રી મેળવેલ હોવી જોઇએ તેમજ ગુજરાત ફાર્માસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ, અનુભવી ઉમેદવાર ને પ્રાધાન્ય આપવામાં આવશે તથા કોમ્પ્યુટરનું સામાન્ય જાણકારી હોવી જોઈએ. ઉમર ની વાત કરીએ તો.. 58 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
હાલ ચાલુ ભરતી: TRAI New Rules: પેલી ઓક્ટોબરથી આ સુવિધાનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે
H.F.W માટે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી A.N.M.ની ડીગ્રી મેળવેલ હોવી જોઇએ તેમજ ગુજરાત નર્સીગ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ, અનુભવી ઉમેદવાર ને પ્રાધાન્ય આપવામાં આવશે તથા કોમ્પ્યુટરનું સામાન્ય જાણકારી હોવી જોઈએ. ઉમર ની વાત કરીએ તો.. 58 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
કોમ્પ્યુટર ઓપરેટર માટે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બી. કોમમાં ગ્રેજ્યુએટ તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમાં પ્રમાણપત્ર હોવુ જોઇએ આ ઉપરાંત ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી તો આવડવું જ જોઈએ તેમજ કોમ્પ્યુટર એપ્લિકેશનમાં વર્ડ/એક્સલ/સ્પ્રેડ શીટ પર સારૂ નોલેજ ધરાવતા હોવા જોઈએ, ઉમર ની વાત કરીએ તો.. 58 વર્ષથી વધારે ના હોવી જોઈએ.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ arogyasathi.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- અહી મેઇન મેનુ માં તમારે “પ્રવેશ” નામનો વિકલ્પ પસંદ કરવાનો છે.
- હવે તમારે “કરંટ ઓપનિંગ” નામનો વિકલ્પ પસંદ કરવાનો છે.
- હવે તમને જે પણ ભરતીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે તે ભરતીઓનું લીસ્ટ દેખાશે.
- અહી જે પણ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા હોય તેના પર “એપ્લાય નાવ” પર ક્લિક કરી અરજી કરી શકો છો.
હાલ ચાલુ ભરતી વિષેની માહિતી મેળવવા માટે નીચે અંગ્રેજીમાં રિક્રુમેન્ટ ન્યુઝ લખેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે તે અંગેની માહિતી મળી જશે, ધન્યવાદ.