સરકારી યોજનાઓ

વ્હાલી દીકરી યોજના ફોર્મ । Vahali Dikri Yojana in Gujarati 2023

વ્હાલી દીકરી યોજના ૨૦૨૩
Written by Gujarat Info Hub

વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF , દીકરી સહાય યોજના ૨૦૨૩, લાડકી પુત્રી યોજના ડોક્યુમેન્ટ , Vahali Dikri Yojana in Gujarati 2023

વ્હાલી દીકરી યોજના 2023: મિત્રો, ગુજરાત સરકાર ના  મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. એમાંની એક વ્હાલી દીકરી સહાય યોજના બાબતે આજે ચર્ચા કરીશું. લાડકી દીકરી યોજના નો મુખ્ય ઉદેશ્ય મહિલા ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના પગ પર સરભર થાય અને આ રીતે મહિલાઓ નું જન્મ પ્રમાણ વધે એ સરકારનો મહત્વનો ઉદ્દેશ છે. 

ગુજરાત સરકારની ” Vahali Dikri Yojana ” દ્વારા મહિલાઓનુ દરેક ફિલ્ડમાં પ્રભુત્વ વધે અને સ્ત્રીભુણ હત્યા, બાળલગ્નો અને બીજા બધા કુ રિવાજો અટકે તે માટે સરકાર દીકરીના જન્મથી લઈને લગ્નલાયક થાય ત્યા સુધી આ યોજના દ્વારા સહાય આપતી રહે છે. આજે આપણે વ્હાલી દીકરી યોજના ફોર્મ PDF, જરૂરી દસ્તાવેજો, કોણ અરજી કરી શકે અને કેટલી રકમ સહાય પેટે મળશે તેની વિગતવાર ચર્ચા  અહીં કરીશું.

વ્હાલી દીકરી યોજના ૨૦૨૩ – Vahali Dikri Yojana in Gujarati

મિત્રો, વાલી દિકરી યોજના અંતર્ગત દીકરીને માતા-પિતાને સામાજિક અને આર્થિક સ્થિતિ માં દિકરી ના શિક્ષણ માટે સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે છે આ યોજના કુટુંબના પહેલા બે બાળકો પૈકી એક દીકરી હશે તો તે માતા પિતા આ યોજના ના લાભ લેવા માટે સક્ષમ ગણાશે. વ્હાલી દિકરી યોજના માં જે પરિવાર અરજી કરવા માગતો હોય તેઓની વાર્ષિક આવક રૂપિયા બે લાખ કરતા ઓછી હોવી જોઈએ

વહાલી દીકરી યોજનાના ફાયદા – Vahali Dikri Yojana Benefits

આ યોજના અંતર્ગત જ્યારે બાળકી પહેલા ધોરણમાં પ્રવેશ લે છે ત્યારે રૂપિયા 4000 ત્યારબાદ ધોરણ 9 માં પ્રવેશ છે ત્યારે રૂપિયા 6,000 અને દિકરી પુખ્તવયની થાય એટલે કે ૧૮ વર્ષની  ઉંમર વટાવે ત્યારે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા એક લાખનો સહાય પેટે ચૂકવવામાં આવે છે આમ કુલ આ યોજના અંતર્ગત લાડલી દીકરીઓને ગુજરાત સરકાર દ્વારા સાહાય પેટે કુલ 1,10,000 રૂપિયા  ચૂકવાય છે.

  • જો દીકરીના બાળલગ્ન થયેલા હશે તો વહાલી દીકરી સહાય નો ત્રીજો હપ્તો(છેલ્લો હપ્તો) રૂપિયા એક લાખ મળવાપાત્ર રહેશે નહીં.
  • જો કોઈ કારણોસર દીકરીનું આકસ્મિક મૃત્યુ થયું તો તેની સહાય તેના માતા-પિતાને મળવાપાત્ર થશે. પરંતુ ૧૮ વર્ષ અગાઉ મુર્ત્યુ પામશે તો સહાય મળવા પાત્ર રહેશે નહી.

વાલી દિકરી યોજનાનો લાભ કોણ લઈ શકે ?

  • જે દીકરીઓનો જન્મ તારીખ 02/08/2019  પછી થયેલ છે  તેઓ આ યોજનાનો લાભ લઇ શકશે
  • કુટુંબમાં  જો બંને દીકરીઓ હોય તો આ બંને બહેનોને લાભ મળવાપાત્ર રહેશે
  • દીકરી ની નાગરિકતા ગુજરાતની હોવી જોઈએ
  • પ્રથમ ત્રણ સંતાનો દીકરીઓ હોય તો તેવી તમામ બહેનોને લાભ મળવાપાત્ર રહેશે
  • દીકરી ના માતા કે પિતાની આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ  (આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બન્ને માટે એક જ રહેશે)
  • જ્યોતિ કરીને માતા-પિતા બંને યાદ ન હોય તો તેવા કિસ્સામાં તેઓના ગાર્ડિયન એટલે કે દાદા દાદી અથવા  ભાઈ  અરજી કરી શકશે
  •  જો દીકરીના લગ્ન પુખ્ત વયમાં કરવામાં આવશે તો તેઓના સહાય નુ છેલ્લુ તો મળવા પાત્ર રહેશે નહીં
  • વ્હાલી દીકરી સહાય યોજના માં અરજી કરવનો સમયગાળો દીકરીના જન્મના દિવસથી ૧ વર્ષ નો રહેશે.

 વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ -Vahali Dikri Yojana Required Documents

વહાલી દીકરી યોજના અંતર્ગત જે માતા પિતા દીકરી ના જન્મ ના એક વર્ષમાં અરજી કરવા વાગે છે તેઓને નીચે પ્રમાણે ના ડોક્યુમેન્ટ જોડી અરજી કરવાની રહેશે

  • દીકરીની જન્મ નોંધણી નું પ્રમાણપત્ર
  • માતા કે પિતા નું આધારકાર્ડ
  • માતા કે પિતા નો  આવકનો દાખલો
  • રેશનકાર્ડની  નકલ
  • કુટુંબના બધા બાળકોના જન્મના પ્રમાણપત્રો
  • સ્વ ઘોષણાપત્રક (Self Declaration)
  • માતા કે પિતા ની બેંક ખાતાની પાસબુક ની ઝેરોક્ષ 

How to Apply Online Vahali Dikri Yojana Gujarat

Vali Dikri Yojana 2023 માં ઓનલાઈન અરજી કરવા માટે તમે ગુજરાત સરકારનુ ડિજીટલ પોર્ટલ પર જઈ કરી શકો. તેના સ્ટેપ નિચે આપેલ છે.

  • સૌ પ્રથમ તમારે વાલી દિકરી યોજનાનું ફોર્મ ભરી સહી સિક્કા કરાવી લેવા.
  • ત્યારબાદ તેના સાથે ઉપર જણાવેલ તમાંમ ડોક્યુમેન્ટ જોડી લેવા.
  • હવે તમારે તમારા ગામના વી.સી પાસે જઈ ઓનલાઈન અરજી કરાવી શકો અથવા મામલતદાર કચેરીના ઓપરેટર પાસે જઈ અરજી કરાવી શકો.
  • ગ્રામ પંચાયત VC અથવા તાલુકા ઓપરેટર તેમનાં લોગીન માંથી “Digital Gujarat Portal” પર વ્હાલી દિકરી યોજનાની ઓનલાઈન અરજી કરેશે.
  • ત્યારબાદ તમારે અરજી જમાં થઈ એની પોહચ આપશે, જે તમારે તમારી પાસે સાચવી રાખવાની થશે.

Vahali Dikri Yojana Form pdf

અહી નિચે અમે વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ PDF લીક સેર કરેલ છે. જેના પર ક્લિક કરી તમે અરજી ફોર્મ ડાયરેક્ટ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો

વહાલી પુત્રી અરજી ફોર્મ માટે અહી ક્લિક કરો – Download Here

Vahali Dikri Yojana Helpline Number

જે મિત્રો વ્હાલી દિકરી યોજનાના હેલ્પ લાઇન નંબર તથા તેના લગતી માહિતી શોધી રહ્યા છો, તો તમે જિલ્લા કક્ષાની બાળ અને મહીલા વિભાગ માંથી માહિતિ મેળવી શકો છો, તદ ઉપરાત અમે અહી નિચે હેલ્પ લાઈન નંબર સેર કરેલ છે જેનો પર ફોન કરી ને માહિતી મેળવી શકો

Help Line Number- 079-232-57942

WCD Department Gujarat

Important Links

FAQ’s – યોજના બાબતે પુછાતા પ્રશ્નો

પ્રશ્ન ૧ . વહાલી દીકરી યોજનામાં કેટલા રુપીયા ની સહાય મળે છે?

જવાબ :- આ યોજના અંતર્ગત દીકરીને ત્રણ હપતામાં કુલ ૧,૧૦,૦૦૦ ની સહાય મળે છે.

પ્રશ્ન ૨. વ્હાલી દીકરી યોજના ૨૦૨૩ માં અરજી કેટલા સમયમાં કરવાની રહેશે?

જવાબ :- દિકરીના જન્મથી લઈને ૧ વર્ષની થાય ત્ત્યા સુધી અરજી કરવા પાત્ર ગણાશે.

પ્રશ્ન ૩. vahali dikari yojana માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

જવાબ :- ગુજરાત સરકારના ડિજીટલ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી કરી શકાશે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment