નોકરી & રોજગાર

VMC Recruitment 2023: વડોદરા મહાનગર પાલિકામાં ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટીવ ની જગ્યાઓ માટે ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2023

VMC Recruitment 2023
Written by Gujarat Info Hub

VMC Recruitment 2023: વડોદરા મહાનગર પાલિકા માં ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટીવ (બેંક ઓફિસ) ની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. જે ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરવા માંગે છે, તેઓ VMC ની સત્તાવાર વેબસાઈટ પર ઓફિસીયલ નોટિફિકેશન વાંચી, ઓફલાઈન મોડમાં તારીખ ૨૭ એપ્રિલ ૨૦૨૩ પહેલા અરજી જમા કરાવી શકે છે. તો VMC Bharti 2023 માટે અરજી કેવી રીતે કરવી, શૈક્ષણિક લાયકાત શું રહેશે, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ વગેરેની માહિતી આપણે આ આર્ટીકલથી મેળવીશું.

VMC Recruitment 2023 Overview 

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, બરોડા 
પોસ્ટ ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટીવ
ફોર્મ ભરવાની શરુઆત૧૪ એપ્રિલ ૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૨૭ એપ્રિલ ૨૦૨૩
કેટગરીનોકરી અને રોજગાર
સત્તાવાર સાઈટ https://vmc.gov.in/

વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023

વડોદરા મહાનગરપાિલકામાં એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીશ યોજના હેઠળ વષ-૨૦૨૩ ના સત્રમાં નીચે જણાવેલ ટ્રેડમાં ની ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટીવ જગ્યાઓ ભરવા લાયકાત ધરાવતા ઉમદેવારો પાસથે નિયત કરેલ અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં આવેલ છે. 

શૈક્ષણીક લાયકાત : 

ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટીવ ની પોસ્ટ માટે લાયકાતની વાત કરવામાં આવે તો સામાન્ય કે વાણિજ્ય પ્રવાહ માથી સ્નાતક ની ડિગ્રી હોવી જરુરી છે, જેમાં જે ઉમેદવારો વર્ષ ૨૦૧૬ પછી સ્નાતક થયેલ છે તેઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવાશે.

અગત્યના સુચનો 

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માિસક સ્ટાઇપેન્ડ  પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.  
  • એપ્રેન્ટીશનો સમયગાળો પણૂ થયેથી આપોઆપ છુટા થયલે ગણાશે.
  • અગાઉ જેતે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમદેવારોએ અરજી કરવી નહી. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમદેવારી રદ થવાપાત્ર થશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કેવી રીતે કરશું ?

મિત્રો, VMC Recruitment 2023 માટે અરજી કરવા સૌ પ્રથમ તમારે ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટીવ નું અરજી ફોર્મ ડાઉનલોડ કરવું પડાશે, તેની ડાઉનલોડ લીંક નીચે આપેલ છે.

ત્યારબાદ જે ઉમેદવાર અરજી કરવા માંગે છે તેઓએ apprenticeshinindia.org પર પોતની પ્રોફાઈલ બનાવી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસ્મેંટમાં અપ્લાય કરવાનું રહેશે.

ત્યારબાદ તમે જે અરજી ફોર્મ ઓફલાઈન મોકલવાના છો તેના કવર પર તમારો મોબાઈલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. ત્યારબાદ તમે અરજીને પોસ્ટ મારફત નીચે આપેલ સરનામે મોકલી શકો. 

અરજી સાથે L.C, SSC અને HSC માર્કશીટ, ડિગ્રી શર્ટી અને માર્કસીટ, ઉમેદવારનું આધારકાર્ડ અને જાતીનુ પ્રમાણપત્ર જોડવું જરુરી છે.

આ વડોદરા મહાનગર પાલિકામાં ભરતી અરજી ફોર્મ નિચેના સરનામે ૨૭ એપ્રિલ ૨૦૨૩ સુધી મોકલી આપવાનું રહેશે.

તમામ પ્રમાણપત્રોની ખરી નકલો મોકલી આપવાની રહેશે, અધુરી વિગતો અને દસ્તાવેજ ગ્રાહ્ય રહેશે નહી.

અરજી મોકલવાનુંં સરનામું

સામાન્ય વહિવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા,

રુમ નં ૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા – ૩૯૦૦૦૧

તો મિત્રો, આવી રીતે તમે VMC Recruitment 2023 ની ઓફીસ ઓપરેશન્સ એકઝીકયુટીવ ની જગ્યાઓ માટે અરજી કરી શકો છો, ઉમેદવારોની મેરીટ યાદી સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો :- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જુ. ક્લાર્ક સહીત અન્ય ૯૦ જગ્યાઓ માટે ભરતી

જે મિત્રો નવી સરકારી ભરતી ના ન્યુઝ અથવા મટેરીયલ મેળવવા માંગતા હોય તેઓ અમારી આ વેબસાઈટ ને બુકમાર્ક કરી શકે છે, અહીં અમે ગુજરાતની તમામ ભરતીની વિગત તમારા સુધી સૌથી પહેલા પોહચાડવાનો પ્રયાસ કરીશું, આભાર.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment