નોકરી & રોજગાર

National Health Mission Recruitment 2024 : રાષ્ટ્રીય હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં ભરતી

District Health Society Devbhoomi Dwarka
Written by Gujarat Info Hub

National Health Mission recruitment 2024 : રાષ્ટ્રીય હેલ્થ મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લો દેવભૂમિ દ્વારકા ખંભાળિયા માટે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી માટે ખાલી પડેલ જગ્યાઓની ભરતી કરવા અને પ્રતિક્ષા યાદી બનાવવા માટે શોશ્યલ વર્કર,ફાર્માસીસ્ટ,GUHP,પેરા મેડિકલ વર્કર,પોગ્રામ એસોસીએટ,જિલ્લા ફાયનાન્સ આસીસ્ટંટ અને કાઉન્સેલર NP-NCD ની જગ્યાઓ માટે https :arogyasathi.gov.in વેબ સાઇટ પર ઑઁ લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

National Health Mission recruitment 2024

હેલ્લો દોસ્તો નમસ્કાર ! National Health Mission recruitment 2024 આપ ઉપર દર્શાવેલ જગ્યાઓ માટેની લાયકાત ધરાવો છો. અને નોકરીની શોધમાં છો તો આ નોકરી આપના માટે ખૂબ અનુકૂળ છે. અમે આપને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની આ જગ્યાઓ માટેની વિગતવાર જગ્યાઓ,શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગતો,વય મર્યાદા પગારની વિગતો અને  અરજી કરવાનો સમયગાળો વગેરે બાબતોની આપને જાણકારી આપી રહ્યા છીએ આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

અરજી કરવાનો સમયગાળો :  

મિત્રો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકાની વિવિધ જગ્યાઓ માટે અરજી કરવા https://arogyasathi.gov.in વેબ સાઇટ પર માત્ર ઓન લાઈન કરવાની રહેશે.

અરજી કરવાનો સમયગાળો તારીખ : 16/03/2024 થી 22/03/2024 સુધીજ કરવામાં આવેલી અરજીઓ માન્ય રહેશે.

જગ્યાઓની સંખ્યા :

 જગ્યાનું નામસંખ્યા
શોશ્યલ વર્કર –NTCP1
ફાર્માસીસ્ટ3
GUHP2
પેરા મેડિકલ વર્કર- NLEP1
પોગ્રામ એસોસિયેટ ( ન્યુટ્રિશિયન )પ્રતિક્ષા યાદી બનાવવા
જિલ્લા ફાયનાન્સ આસીસ્ટંટપ્રતિક્ષા યાદી બનાવવા
કાઉન્સેલર –NP –NCDપ્રતિક્ષા યાદી બનાવવા

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવેતો જેતે જગ્યાઓ માટે નિયમ મુજબ નિયત થયેલ લાયકાત માંગવામાં આવી છે. તેમજ ફાર્માસીસ્ટની જગ્યા સિવાયની તમામ જગ્યાઓ માટે અનુભવ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો તમારે અરજી કરતાં પહેલાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીનું આ જગ્યાની ભરતી માટેનું નોટિફિકેશન કાળજી પૂર્વક વાંચી જરૂરી લાયકાતનાં પ્રમાણપત્રો અપલોડ કરવા સ્કેન કરી આપના કોમ્પ્યુટરમાં રાખવાનાં છે.

વય મર્યાદા :  

તારીખ :  29/02/2024 ના રોજ અનુક્રમ નંબર 5 પ્રોગ્રામ એસોસીએટની વય 35 વર્ષ, અનુક્રમ નંબર 3 GUHP માટેની વય મર્યાદા 45 વર્ષ જ્યારે  શોશ્યલ વર્કર –NTCP , ફાર્માસીસ્ટ, પેરા મેડિકલ વર્કર- NLEP, જિલ્લા ફાયનાન્સ આસીસ્ટંટ અને કાઉન્સેલર –NP –NCD તમામ કેટેગરી માટે વય મર્યાદા 40 વર્ષ રાખવામાં આવી છે.

પગારની વિગત :

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવ ભૂમિ દ્વારકાની આ તમામ જગ્યાઓ 11 માસના કરાર આધારિત હોઈ ઉમેદવારોને માસિક ફિક્સ પગાર આપવામાં આવશે જગ્યા મુજબ પગારનીની વિગત નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ રહેશે.  

જગ્યાનું નામમાસિક પગાર
શોશ્યલ વર્કર –NTCP15000
ફાર્માસીસ્ટ13000
GUHP11500
પેરા મેડિકલ વર્કર- NLEP11000
પોગ્રામ એસોસિયેટ ( ન્યુટ્રિશિયન )14000
જિલ્લા ફાયનાન્સ આસીસ્ટંટ13000
કાઉન્સેલર –NP –NCD12000

અરજી કરવાની રીત:

  • માત્ર ઓન લાઇન અરજીઓ જ માન્ય રહેશે.
  • મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી કરવાની હોઈ ઉમેદવારોએ સ્વ ખર્ચે ડૉક્યુમેન્ટ વેરીફિકેશન વખતે ફરજીયાત હાજર રહેવું પડશે.
  • જિલ્લા ફાયનાન્સ આસિસ્ટંટના ઉમેદવારોએ કોમ્પ્યુટર અને સોફ્ટવેરની પરીક્ષા આપવાની રહેશે.
  • કોમ્પ્યુટર શૈક્ષણિક લાયકાતના કિસ્સામાં ધોરણ 10 અને 12 માં રાખેલ કોમ્પ્યુટર વિષય  લાયકાત તરીકે માન્ય રહેશે નહી.
  • ઉમેદવારોએ પોતાનાં લાયકાતનાં જરૂરી તમામ પ્રમાણપત્રો સ્કેન કરી અપલોડ કરવાનાં રહેશે.
  • એક સરખા મેરિટના કિસ્સામાં વધુ ઉમર ધરાવતા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે
  • ભરતી પ્રક્રિયા  માટે નેશનલ હેલ્થ સોસાયટી અને ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીના નિયમોને આધીન રહેશે.
  • વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી લીધા પછીજ અરજી કરવા વિનંતી છે.

અગત્યની લિન્ક :

સત્તાવાર જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો
આ પણ વાંચો : GSSSB Call Letter : ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ 5554 જગ્યાઓ માટે ઉમેદવારો આ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

About the author

Gujarat Info Hub

Leave a Comment