વ્યક્તિ વિશેષ નિબંધ લેખન

ઉષા મહેતા ભારતની આઝાદીની ચળવળનાં સેનાની – Usha Mehta Biography in Gujarati

usha-maheta
Written by Gujarat Info Hub

નારી હી શક્તિ હૈ ( Nari hi Shaktihai) : ભારત તેની  પ્રાચીન સંસ્કૃતિ અને ભવ્ય વારસો ધરાવે છે . ભારતની  નારી શક્તિએ વિશ્વને જ્ઞાન અને સામર્થ્યનો પરિચય કરાવ્યો છે.  પ્રાચીન ભારતમાં  માતા અનસૂયા ,કુંતા ,સીતા માતા અને લક્ષમણની પત્ની ઉર્મિલા  જેવાં અનેક નારીશક્તિ  ના શૌર્ય,બલીદાન અને ત્યાગથી ઇતિહાસ સુવર્ણ અક્ષરે અંકિત છે. રાણી દુર્ગાવતી,રાણી પદ્માવતી, શિવાજીનું ધડતર કરનાર માતા જીજાબાઈ, અહલ્યાબાઈ હોલકર,  રાણી લક્ષ્મી બાઈ વગેરે અનેક  નારી રત્નોએ  ભારતને  ગૌરવ અપાવ્યું છે. ભારતની નારી શક્તિએ   હમેશાં  નીતિ અને સામર્થ્ય  વડે શશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે  ત્યાગ ,બલીદાન અને શૌર્ય થી ભારત ભૂમિ નું સિંચન કર્યું છે .

 સ્વાતંત્ર્ય સંગ્રામનાં ભુલાયેલાં નારી રત્નો- Unsung Heroes

ભારતની સ્વતંત્રતા ચળવળ માં પણ ભારતની નારી શક્તિએ તેમના ત્યાગ બલીદાન અને વીરતા નો પરિચય કરાવ્યો છે. જેમાં ખુદીરામ બોઝના મોટાં બહેન અપરૂપા દેવી, ચંદ્રશેખર આઝાદની માતા જગરાની દેવી . વીર સાવરકરની ભાભી યેશું ભાભી જેવા અનેક નારી રત્નોએ ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. જેમાં ગુજરાતનાં કેટલાંય નારી રત્નોએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કરી દીધું તેમાંનું એક ગુમનામ નામ  UnsungHeroes નામ છે, ઉષા મેહતા.

ઉષા મહેતા :  જન્મ અને બાળપણ

ઉષા મહેતા નો જન્મ નવસારી જીલ્લાના સરસ ગામે 25 માર્ચ 1920 ના રોજ થયો હતો. તદન નાની ઉમરમાં જ ગાંધીને એક કાર્યક્રમ વખતે જોતાં તેમણે પણ સ્વાતંત્ર્ય ચળવળ માં જોડાવાનું મનોમન નક્કી કર્યું પરતું તેમના પિતાજી બ્રીટીશ સરકારમાં ન્યાયધીશ હોવાથી તેમને પિતાજીની મંજૂરી મળી નહી પરતું 1930 માં પિતાજી નિવૃત થતાં તેમનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવાનું સ્વપ્ન્ન સાકાર થયું .વળી પિતાજી નિવૃત થતાં તેમનું રહેવાનુ સ્થાન પણ મુંબઈમાં બદલાયું જેનાથી તેઓ 1932 થી આઝાદીની ચળવળમાં જોડાઈ શક્યાં. આ સમયે પણ તેમની ઉમર બાર થી તેર વર્ષની હશે એટલે બીજાં બાળકો સાથે મળીને સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસેથી આપવામાં આવતાં છાપાનીયાં વહેંચવાં,જેલમાં રહેલા સ્વાતંત્ર્ય સેનાનીઓનાં ઘરે જઈ સમાચારો લેવા અને આપવા જેવાં કામ તે કરતાં .

સ્વતંત્રતા સંગ્રામમાં ઉષા મહેતા – Usha Mehta Freedom Struggle

1927 માં સાયમન કમીશન ભારતમાં આવ્યું તે સમયે ઠેર ઠેર સાયમન કમીશન વિરુધ્ધમાં રેલીઓ અને નારા લગાવી વિરોધ થઈ રહ્યો હતો. આ નારાઓમાં એક કોમળ અવાજ પણ શંભળાતો હતો .તે અવાજ હતો . ઉષા મહેતાનો . હાથમાં ત્રિરંગો લઈ ચાલતા લોકો પર બ્રીટીસ સરકાર લાઠીચાર્જ કરી ઝંડા લઈ લેતી હતી . ત્યારે ઉષા મહેતા અને બીજાં બાળકો ઝંડા જેવાં જ કપડાં પહેરી રેલીમાં આવ્યાં અને તેમણે અંગ્રેજ સેનાને પડકાર ફેકી કહ્યું હતુકે હવે તમે અમારી ઉપર લાઠી ચલાવશો તો પણ અમારા ધ્વજને લઈ નહી શકો આવાં હતાં ઉષા મહેતા .

1942 ની ભારત છોડો યાત્રા મુંબઇના ગોવાળીયા ટેંક માં 9 ઓગસ્ટ ના રોજ મળવાની હતી . ભારત માંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે કરો યા મરો નો બુલંદ નારો આપી ગાંધીએ ટંકાર કર્યો હતો . પરંતુ બ્રીટીશ સેનાને આ કાર્યક્રમની જાણ થતાં ઓગસ્ટની આઠમી તારીખે ભારતની સ્વાતંત્ર્ય સેનાના તમામ મોટા નેતાઓની ધરપકડ કરી દીધી અને સમાચાર પત્રો ઉપર પ્રતિબંધ લગાવી દીધો . તેમ છતાં પણ 9 તારીખે  મુંબઇના ગોવાળીયા ટેંક માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા . ત્યારે ઉષાબેન  મહેતા અને બીજા સાથીઓએ ભેગા મળી સભાને સંબોધીત કરી  કાર્યક્રમ શંભાળી લીધો હતો .

ઉષા મહેતાનું ખાનગી રેડિયો સ્ટેશન

મોટા નેતાઓની ધરપકડ થતાં દેશના લોકોમાં ચિંતા નું વાતાવરણ ઊભું ના થાય અને લોકોને જાણકારી મળી રહે તે માટે  ઉષા મહેતા Usha Mehta એ પોતાનાં ઘરેણાં વેચી દઈ શિકાગો રેડિયોની ટેકનિકલ મદદ લઈ ચોપાટીના સી વ્યૂ પાસે ભૂગર્ભમાં એક રેડિયો સ્ટેશન ઊભું કરી પ્રસારણ કર્યું . આ પ્રસારણ થી ભારતના લોકોને બધા સમાચાર મળી રહ્યા હતા . બે મહિના બાદ 12 નવેમ્બર 1942 ના રોજ અંગ્રેજ સેનાએ રેડિયો સ્ટેશન પર છાપો મારી ઉષાબેન  મહેતા ની ધરપકડ કરી . બે મહિનાના મુકદમા ના અંતે ઉષા મેહતા ને ચાર વર્ષની સજા થઈ .જેલમાં તેમની તબિયત બગાડતાં તેમણે ભારે પોલીસ જાપ્તા સાથે હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરેલા .

ઉષા મહેતા : અંતિમ જીવન

મુંબઇ રાજ્યના છેલ્લા ગૃહપ્રધાન મોરારજીભાઇ દેસાઇ બનતાં ઉષા મહેતાને જેલ માંથી મુકત કરવાનો આદેશ કરવામાં આવતાં ઉષાબેન મહેતાને જેલમાંથી છોડી મૂક્વામાં આવ્યાં હતાં . આમ તેઓ છેલ્લાં રાજદ્વારી કેદી હતાં. ત્યારબાદ તેમણે મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રાધ્યાપક અને ગાંધી પીસ ફાઉન્ડેશનના પ્રમુખ પડે સેવાઓ આપી. આજીવન સાદું જીવન અને ગાંધી વિચારધારાના વાહક બની લોક સેવા અને સ્ત્રીઓના પ્રશ્નોને વાચા આપતાં રહ્યાં .

મૃત્યુ ના માત્ર આઠ દિવસ પહેલાં મુંબઇના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં જે ગોવાળીયા ટેંક મેદાનનું નવું નામ છે .  ભારતની સ્વાતંત્ર્ય ચળવળની એક યાદના કાર્યક્રમમાં ઉષાબેન  મહેતા ushaben Mehta હાજર રહ્યાં હતાં. 11 ઓગસ્ટ 2000 ના દિવસે તેમનું અવસાન થયું હતું . આજે સમગ્ર ભારત આઝાદીનો અમૃત મહોત્સવ Amrit Mahotsav ઉજવી રહ્યું છે . ત્યારે આજના વિશ્વ મહિલા દિને મહાન નારી શક્તિ ઉષાબેન મહેતાને કોટી કોટી વંદન !

આ પણ વાંચો :-

મિત્રો અમારો આ નિબંધ સ્ત્રી સ્વાતંત્ર્ય સેનાની ( mahila svatantry senani ) ꠰ આઝાદીની ચળવળ ના ગુમનામ નાયકો  ꠰ rashtriy mahila divas Nibandh  અથવા National Women’s Day speech રાષ્ટ્રીય મહિલા દિવસ ભાષણ અર્થાત  મહિલા શશક્તિ કરણ નિબંધ Mahila shashktikaran Nibandh  અથવા નારી તું નારાયણી  stri svatantry senani લાગ્યો તે અમને કોમેંટમાં અચૂક જણાવશો .અને અમારા આવા બીજા આર્ટીકલ જોવા માટે અમારી વેબસાઇટ જોતા રહો આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment