ગુજરાતના સાંસ્કૃતિક વન pdf: ગુજરાતમાં વન અને પર્યાવરણ ખાતા ના નેજા હેઠળ વર્ષ 2004 થી તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વન મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો . આમતો વર્ષ 1950 થી વન મહોત્સવની શરૂઆત કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવેલ . સામાન્ય રીતે ગુજરાતના મુખ્ય મથક ખાતે જ ઉજવાતા વન મહોત્સવ રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં યોજવાનો શ્રેય નરેન્દ્રભાઈ મોદીને જાય છે. પાટનગર ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવ સમગ્ર રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં ઉજવી રાજ્યના તમામ લોકોને વન મહોત્સવમાં જોડાવાનો શરૂઆત નરેંદ્ર મોદી એ શરૂ કરી .
દર વર્ષે ૧ જુલાઈ થી ૭ જુલાઈ સુધી વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દરેક વન મહોત્સવમાં એક સાંસ્કૃતિક વન નું નિર્માણ કરવામાં આવે છે. આ વનના નિર્માણ થકી સમાજમાં વનોનું મહત્વ અને જાગૃતિ કેળવવાના ભાવ સાથે ગુજરાતની વન સંપતિમાં વધારો કરવાના હેતુસર સાંસ્કૃતિક વનો નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો ચાલો 2004 થી વન મહોત્સવ માં કયાં સાંસ્કૃતિક વન ઊભાં કરવામાં આવ્યાં છે અને તેમનાં નામ શું છે ? તે જાણીએ .
સાંસ્કૃતિક વન હેતુઓ :
- સમાજમાં વૃક્ષો વાવવાનો સંદેશ આપવો .
- રાજ્યની જંગલ સંપતિમાં વધારો કરવો .
- ઔષધિય વૃક્ષો પ્રત્યે લોક જાગૃતિ ફેલાવવી.
- ગુજરાતને હરીયાળું બનાવવું .
- જળવાયુ પરીવર્તનમાં સકારાત્મક ભૂમિકા નિભાવવી.
ગુજરાતના સાંસ્કૃતિક વનો 2023
મિત્રો, અમે અહીં ગુજરાતના સાંસ્કૃતિક વન ની સંપુર્ણ માહિતી તમારી સાથે સેર કરીશું જેમાં સૌ પ્રથમ પુનિત વન વર્ષ ૨૦૦૪ માં ૫૫ માં વન મહોત્સવ પ્રસગે થી લઈને ૭૩ માં ગુજરાતના સાંસ્કૃતિક વન મહોત્સવ સુધીની તમામ વિગત નિચે અમે આપેલ છે, તથા આ ગુજરાતના સાંસ્કૃતિક વન pdf પણ તમે અમારા આર્ટીકલ થી ડાઉનલોડ કરી શકશો.
પુનિત વન :
વર્ષ 2004 ના 55 મા વન મહોત્સવ પ્રસગે નિર્માણ પામેલ પ્રથમ સાંસ્કૃતિક વન પુનિત વન ગાંધીનગર જિલ્લો ગાંધીનગર માં નિર્માણ પામ્યું .
માંગલ્ય વન :
56 મા વન મહોત્સવ વર્ષ 2005 માં દ્વિતીય સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યું . રાજ્યના પાટનગર બહાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ માં વન મહોત્સવની ઉજવણી કરી સમગ્ર રાજ્યમાં વૃક્ષ ઉછેર પ્રત્યે લોક જાગૃતિ ઉબી કરવાના શ્રી નરેન્દ્ર મોદીના સૂચનના પગલે સાંસ્કૃતિક વન માંગલ્ય વન પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નિર્માણ પામ્યું . અંબાજી જિલ્લો બનાસકાંઠા
તીર્થંકર વન તારંગા :
તૃતીય સાંસ્કૃતિક વન 57 મા વન મહોત્સવ 2006 માં જૈન ધર્મના પવિત્ર યાત્રાધામ તારંગા ખાતે નિર્માણ પામ્યું તીર્થંકર વન તારંગા મહેસાણા જિલ્લો
હરિહર વન :
ચતુર્થ સાંસ્કૃતિક વન 58 મા વન મહોત્સવ 2007 માં હરિહર એટલે મહાદેવના નામ ઉપર હરિહ વન સોમનાથ મુકામે ગીરસોમનાથ જિલ્લા માં નિર્માણ પામ્યું .
ભક્તિવન :
59 મા વન મહોત્સવ વખતે 2008 માં મા ચામુંડાના ધામમાં ચોટીલા મુકામે ભક્તિવનના નામે પાંચમું સાંસ્કૃતિક વન નિર્માણ પામ્યું . ભક્તિવન ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લો
શ્યામળવન :
છઠ્ઠું સાંસ્કૃતિક વન 60 મા વન મહોત્સવ વર્ષ 2009 માં શામળાજી મુકામે ભગવાન શામળાના નામે શ્યામળવન અરવલ્લી જિલ્લા ના શામળાજી મુકામે નિર્માણ પામ્યું .
પાવક વન :
સાતમું સાંસ્કૃતિક વન પાલીતાણા મુકામે જૈન તીર્થના પાવક તીર્થ સ્થળે 61 મા વનમહોત્સવ પ્રસંગે 2010 માં નિર્માણ પામ્યું . પાવક વન પાલીતાણા ભાવનગર જિલ્લો
વિરાસત વન :
આઠમું સાંસ્કૃતિક વન 62 મા વન મહોત્સવ 2011 ના વર્ષે ગુજરાતની વિશ્વ વારસાના સ્થળ તરીકે માન્યતા પામી છે તે વિરાસત સ્થળે પાવાગઢમાં વિરાસત વન વન પાવાગઢ પંચમહાલ જિલ્લો માં નિર્માણ પામ્યું .
ગોવિંદ ગુરુ સ્મૃતિવન :
નવમું સાંસ્કૃતિક વન 63 મા વન મહોત્સવ પ્રસંગે વર્ષ 2012 મા માનગઢ હિલ્સ મુકામે જલીયાવાળા બાગ કરતાં પણ મોટો હત્યાકાંડ થયેલો અંગેજ સરકાર સામેના સ્વાતંત્ર્ય ચળવળના નેતા સમાજ સુધારક ગોવિંદ ગુરુ ની યાદમાં સ્મૃતિવન નિર્માણ પામ્યું . માનગઢ મહીસાગર જિલ્લો
નાગેશવન :
દશમું સાંસ્કૃતિક વન 64 મો વન મહોત્સવ 2013 માં નાગેશવન દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લો ભગવાન દ્વારકાધીશ ના ધામમાં આપણાં 12 જ્યોતિર્લીંગો પૈકીનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ આવેલું છે .ભગવાન નાગેશ્વર મહાદેવના નામ ઉપરથી નાગેશવન દ્વારકા મુકામે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલું છે.
શક્તિવન :
અગિયારમું સાંસ્કૃતિક વન 65 મો વન મહોત્સવ 2014 માં શક્તિવન કાગવડ જેતપુર મુકામે આદ્યશક્તિ મા ખોડલના નામ ઉપરથી કાગવડ ધામ જેતપુર મુકામે .જિલ્લો રાજકોટ
જાનકીવન :
બારમું સાંસ્કૃતિક વન 66 મો વન મહોત્સવ 2015 માં જાનકીવન વાંસદા મુકામે જાનકી અર્થાત સીતા માતાના નામ ઉપરથી નિર્માણ પામ્યુ છે. વાંસદા નવસારી જિલ્લો
આમ્રવન :
તેરમું સાંસ્કૃતિક વન મો વન 67 મો વન મહોત્સવ 2016 માં ગુજરાતમાં કેરી માટેનો પ્રખ્યાત પ્રદેશ આમ્ર એટલે આંબા પરથી આમ્ર વન ધરમપુર વલસાડ જિલ્લા માં નિર્માણ પામ્યું .
એક્તા વન :
ચૌદમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં એક્તા વન સરદાર વલ્લભભાઈ પટેલના બારડોલી સત્યાગ્રહ થી પ્રખ્યાત બારડોલી મુકામે એકતા વન સુરત જિલ્લા માં નિર્માણ પામ્યું .
મહીસાગર વન :
પંદરમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં મહીસાગર વન વહેરાની ખાડી આણંદ જિલ્લા મુકામે મહીસાગર નદીના નામે બનાવવામાં આવ્યું છે .
શહીદ વન :
સોળમું સાંસ્કૃતિક વન 67 મો વન મહોત્સવ 2016 માં શહીદ વન ભૂચરમોરી ધ્રોલ જામનગર જિલ્લા માં ભૂચર મોરીના શહીદોની યાદમાં બનાવવામાં આવ્યું છે .
વીરાંજલી વન :
સતરમું સાંસ્કૃતિક વન 68 મો વન મહોત્સવ 2017 માં વીરાંજલી વન પાલ દઢવાવ સાબરકાંઠા જિલ્લામાં નિર્માણ પામ્યું.
રક્ષક વન :
અઢારમું સાંસ્કૃતિક વન 69 મો વન મહોત્સવ 2018 માં રક્ષક વન રુદ્રમાતા બંધ પાસે કચ્છ જિલ્લા માં નિર્માણ પામ્યો છે .
જાડેશ્વર વન :
ઓગણીસમું સાંસ્કૃતિક વન 70 મો વન મહોત્સવ 2019 માં જડેશ્વર વન અમદાવાદ અમદાવાદ જિલ્લો
રામવન :
વીસમું સાંસ્કૃતિક વન રામવન રાજકોટ રાજકોટ જિલ્લો 71 મો વન મહોત્સવ 2020 માં નિર્માણ પામ્યું છે .
મારુતિ નંદનવન :
એકવીસમું સાંસ્કૃતિક વન 72 મો વન મહોત્સવ 2021 માં ભગવાન રામના પરમ ભક્ત હનુમાન દાદાના નામ પર મારુતિ નંદનવન કલગામ વલસાડ જિલ્લામાં નિર્માણ પામ્યું છે .
વટેશ્વર વન દૂધરેજ :
73 મો વન મહોત્સવ 2022 માં વડવાળા ધામ દૂધરેજ માં વડવાળા દેવના પાવન સાનિધ્યમાં બાવીસમું સાંસ્કૃતિક વન વટેશ્વર વન દૂધરેજ સુરેન્દ્ર નગર જિલ્લામાં નિર્માણ પામ્યું છે.
ગુજરાતના સાંસ્કૃતિક વન PDF
ગુજરાતના સાંસ્કૃતિક વન Gujarat na sanskrutik van ની માહીતી અમે ઉપર આપી છે જેમાં વર્ષ ૨૦૨૩ ના વનમહોત્સવ સમયે સાંસ્કૃતિક વન બનાવવામાં આવશે તો અમે તેને અપડેટ કરતા રહીશું. ગુજરાતના સાંસ્કૃતિક વન ની પીડીએફ તમે નિચેની લીંકથી ડાઉનલોડ કરી શકશો. અમારો આ વનમહોત્સવ 2023 ગુજરાતનાં સાંસ્કૃતિક વન Gujarat Na Sanskrutik Van વિશે અમારો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે કોમેંટમાં અચૂક જણાવશો ,આભાર !
FAQs :
1.ભારતમાં વન મહોત્સવ શરૂ કરવાનો શ્રેય કોને જાય છે ?
જવાબ : ભારતમાં વન મહોત્સવ શરૂ કરવાનો શ્રેય કનૈયાલાલ મુનશીને જાય છે .
2. કયા વર્ષથી ભારતમાં વન મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી ?
જવાબ : 1950 થી ભારતમાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી .
3.ગુજરાતમાં કયા વર્ષથી સાંસ્કૃતિક વન નિર્માણ કરવાનું શરૂ થયું ?
જવાબ : વર્ષ 2004 થી ગુજરાતમાં સાંસ્કૃતિક વન નિર્માણ શરૂ થયું .
4.ગુજરાતનું સૌ પ્રથમ સાંસ્કૃતિક વનનું નામ શું છે ?
જવાબ : ગુજરાતના સૌ પ્રથમ સાંસ્કૃતિક વનનું નામ પુનિત વન છે.
5. માંગલ્ય વન ક્યાં આવેલું છે ?
જવાબ : માંગલ્ય વન અંબાજી જીલ્લો બનાસકાંઠામાં આવેલું છે .
6. માનગઢ સાંસ્કૃતિક વનનું નામ કોની સાથે જોડાયેલું છે ?
જવાબ : માનગઢ સાંસ્કૃતિક વનનું નામ ગોવિંદ ગુરુ સાથે જોડાયેલું છે .
7. વર્ષ 2022 નો રાજ્યકક્ષાનો વન મહોત્સવ કઈ જગ્યાએ યોજાયો ?
જવાબ : વર્ષ 2022 નો વન મહોત્સવ દૂધરેજ જિલ્લો સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો .
મિત્રો ,અમારો આ ગુજરાતનાં સાંસ્કૃતિક વન (Gujarat Na Sanskrutik Van ) આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને અચૂક જણાવશો અને આવા જનરલ નોલેજ ના આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહો અને પરીક્ષા લગત મટેરીયલ માટે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.
Hii