ચિત્રકામ કક્ષા પરીક્ષા (Chitrakam Pariksha) : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ,ગાંધીનગર સેક્ટર 21 ની કચેરીના જાહેરનામા ક્રમાંક : રાપબો /ચિત્રકામ કક્ષા પરીક્ષા /2022 /12321/411 ના તારીખ : 07/12/2022 ના જાહેરનામા મુજબ. અને તારીખ :17/05/1993 ના શિક્ષણ વિભાગના ઠરાવ અને તા : 21/09/2022 ના રોજ મળેલ ચિત્ર કામ કક્ષા પરીક્ષા સમિતિમાં કરેલ સુધારા અનુસાર. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ કક્ષા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે . આ પરીક્ષામાં ધોરણ : 5 થી 8 ના વિધાર્થીઓ પ્રાથમિક પરીક્ષા, અને ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓ માધ્યમિક પરીક્ષા આપી શકશે . આ માટેના અરજીપત્ર ભરવાની જવાબદારી જે તે શાળાઓની છે સરકારશ્રી દ્વારા વખતો વખત લેવામાં આવતી બાહ્ય પરીક્ષામાં શાળાઓના વધુમાં વધુ વિધાર્થીઓ ભાગીદારી નોધાવે અને ઉત્તમ પરીણામો પ્રાપ્ત કરે તે ઇચ્છનીય છે પ્રોત્સાહન માટે સરકારશ્રીના ગુણોત્સવ કાર્યક્રમમાં પણ આવી શાળાઓના મૂલ્યાંકન માં વધુમાં વધુ 12.5% જેટલા ગુણ નો માપદંડ સમાવિષ્ઠ કરેલ છે.
SEB Elementary Intermediate Drawing Grade Exam 2022
ચિત્રકામ કક્ષા પરીક્ષા વિગતો : Chitrakam Pariksha 2022
વિગત | તારીખ |
જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ : | 07/12/2022 |
પરીક્ષા માટે ઓન લાઇન અરજી કરવાની તારીખ : | 09/12/2022 બપોરના 3.00 કલાક થી 30/12/2022 ના રાત્રીના 23.59 કલાક સુધી .રાજ્ય પરીક્ષા બોર્ડની www.sebexam.org વેબ સાઇટ પર ફોર્મ ભરી શકાશે |
પરીક્ષા ફી ની વિગત : | પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે : 50 રૂપિયા |
ફી | માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે 60 રૂપિયા |
પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની તારીખ : | પરીક્ષા તારીખ હવે પછી જાહેર થશે. |
માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની તારીખ : | પરીક્ષા તારીખ હવે પછી જાહેર થશે. |
ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ઉમેદવારની લાયકાત :
- પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ : 5 થી 8 મા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ પરીક્ષા માટે અરજી પત્રક ભરી શકશે.
- માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ધોરણ : 9 થી 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા આપી શકશે.
બહારના ઉમેદવારો ( હાલમાં અભ્યાસ ચાલુ ના હોય ) પણ આ પરીક્ષા આપી શકશે, પરંતુ પ્રાથમિક પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછું ધોરણ 5 થી 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈશે . અને માધ્યમિક ચિત્ર કામ પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછો ધોરણ : 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈશે . આવા ઉમેદવારો ખાનગી ઉમેદવાર (EXTERNAL CANDIDATE) તેમના માટે ઓન લાઇન ઉમેદવારી નોધાવવા માટે ફોર્મ ભરવાની સુવિધા બોર્ડની વેબ સાઇટ પર જ કરવામાં આવેલ છે. પોસ્ટ કે કુરીયર દ્વારા મોકલેલ અરજી કે ફી સ્વીકાર્ય નથી .
કેવી રીતે ફોર્મ ભરશો ? (REGULAR CANDIDATE )
- ચિત્રકામ કક્ષા પરીક્ષાના ફોર્મ ભરવા માટે બોર્ડની વેબ સાઇટ www.sebexam.org પર જવું . ફોર્મ અંગ્રેજી માં ભરવાનું છે .
- અને ત્યાં APPLY ONLINE વિકલ્પ પર ક્લીક કરતાં નીચી બે વિગતો દેખાશે 1,ELEMENTARY DRAWING GRADE EXAM અને 2, INTERMEDIATE DRAWING GRADE EXAM દેખાશે.
- જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ,નોટીફીકેશન ,અને એપ્લાય ની વિગતો દેખાશે.
- જો તમારે પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ફોર્મ ભરવાનું હોય તો ELEMENTARY DRAWING GRADE EXAM વિગત સામેના APPLY ના બટન પર ક્લીક કરો અને જો તમારે માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ફોર્મ ભરવાનું હોય તો INTERMEDIATE DRAWING GRADE EXAM સામે ના APPLY ના બટન પર કલીક કરો.
- હવે એક નવું પેજ ખુલશે તેમાં STUDENT TYPE લખેલું હશે ત્યાં SELECT STUDENT TYPE ની વિગત પર ક્લીક કરતાં
- એક નવું મેનું દેખાશે જેમાં REGULAR અને EXTERNAL એમ બે વિકલ્પો માંથી શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ એ REGULAR વિકલ્પ પસંદ કરવાનો છે. અને બહારના ઉમેદવારોએ EXTERNAL વિકલ્પ પસંદ કરવાનો છે .
- જેઓ હાલમાં અભ્યાસ કરે છે અને REGULAR વિકલ્પ પસંદ કર્યો છે . તેમને નીચે એક વિકલ્પ ખુલશે અને તેમાં બાળકનો યુ આધાર ડાયસ કોડ (U-DISE NUMBER ) ટાઈપ કરવાનો રહે છે . જે 18 આંકડાનો હોય છે. આ નંબર શાળાના આચાર્ય પાસે હોય છે .
- જે વિધાર્થી પોતાનું ફોર્મ જાતે ભરવાના છે તેમની પાસે તેમનો યુ આધાર ડાયસ નંબર હોવો જરૂરી છે. જે બાળકનું નામ ,અટક ,જન્મ તારીખ વગેરેમાં ભૂલ હોયતો વિધાર્થી એ શાળાના આચાર્યશ્રી મારફત તાલુકા MIS નો સંપર્ક કરી વિગતો સુધરાવવી અને 24 કલાક પછી પોતાનું ફોર્મ ભરવું.
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખે કરાવેલ સુધારો માન્ય રહેશે નહી. તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાછળથી કોઈ સુધારો કરી આપવામાં આવશે નહીં . તેથીજ છેલ્લી તારીખ ની રાહ જોયા વગર વહેલું ફોર્મ ભરવું હિતાવહ રહેશે .
- શાળાના યુ ડાયસ મુજબ વિગતો ભરાઈ જાય પછી SAVE બટન પર ક્લીક કરવાથી તમારો અરજી નંબર જનરેટ થશે તે સાચવી રાખવાનો છે . હવે CONFIRM APLICATION બટન પર કલીક કરવાનું છે .
- આ માટે અરજી નંબર અને જન્મ તારીખ ટાઈપ કરવી પડશે . જયાં સુધી અરજીફોર્મ CONFIRM ના થાય ત્યાં સુધી અરજીફોર્મ માન્ય ગણાશે નહીં .
- CONFIRM APLICATION બટન પર કલીક કરતાં તમારી અરજી નો બોર્ડ દ્વારા ઓન લાઈન સ્વીકાર થયો ગણાશે . અને એક CONFIRM નંબર દેખાશે .તે સાચવીને રાખવાનો રહેશે . હવે ઓન લાઈન પરીક્ષા ફી ભરવી પડશે જે માટે ની રીત નીચે મુજબ છે.
પરીક્ષા ફી ભરવાની રીત
અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી પ્રિન્ટ કર્યા પહેલાં ફી નું online પેમેન્ટ કરવું હોય તો online payment ઓબ્સન પસંદ કરો ,એક સાથે ઘણા વિધાર્થીઓનું ફી નું પેમેન્ટ પણ કરી શકાશે . ક્રેડિટ કાર્ડ અને એટીએમકાર્ડ તથા નેટબેંકિંગ વગેરે દ્વારા પેમેન્ટ કરી શકાશે. ત્યારબાદ જ અરજીની પ્રિન્ટ કાઢવી જેથી અરજીની સાથેજ ફીની પ્રિન્ટ e receipt જનરેટ થશે જેની પ્રિન્ટ કાઢી લેવી અને જે તે વિધાર્થીને આપવી .
ફી ભરવાની વિગતો ની ચર્ચા આગળના મુદ્દા માં કરી છે તે રીતે ઓનલાઇન ફી ભરી શકાશે ફી ભરાયાની સાથેજ તમારી ફી જમા થયાની વિગત સ્ક્રીન ઉપર દેખાશે. હવે તમે e RECEIPT પ્રિન્ટ કાઢી શકશો . જો સીસ્ટમમાં કોઈ કારણસર ફી જમા ના થઈ હોય તો e RECEIPT જનરેટ થશે નહી ,જો તમારા બેંકખાતા માંથી નાણાં કપાત થવા છતાં e RECEIPT જનરેટ ના થાયતો બોર્ડની કચેરીને mail દ્વારા વિગતો જણાવવી .
EXTERNAL CANDIDATE :
ચિત્રકામ કક્ષા પરીક્ષાના ખાનગી ઉમેદવારો એ ફોર્મ ભરવા માટે બોર્ડની વેબ સાઇટ www.sebexam.org પર જવું . ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાનું છે . અને ત્યાં APPLY ONLINE વિકલ્પ પર ક્લીક કરવાથી નીચી બે વિગતો દેખાશે (1) ELEMENTARY DRAWING GRADE EXAM અને (2)INTERMEDIATE DRAWING GRADE EXAM દેખાશે જેમાં પરીક્ષાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ,નોટીફીકેશન ,અને એપ્લાય ની વિગતો દેખાશે જો તમારે પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ફોર્મ ભરવાનું હોય તો ELEMENTARY DRAWING GRADE EXAM વિગત સામેAPPLY ના બટન પર ક્લીક કરો અને જો તમારે માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ફોર્મ ભરવાનું હોયતો INTERMEDIATE DRAWING GRADE EXAM સામેનાAPPLY ના બટન પર કલીક કરો હવે એક નવું પેજ ખુલશે તેમાં STUDENT TYPE લખેલું હશે ત્યાં SELECT STUDENT TYPE ની વિગત પર ક્લીક કરતાં એક નવું મેનૂ દેખાશે જેમાં REGULAR અને EXTERNAL એમ બે વિકલ્પો માંથી ખાનગી ઉમેદવારોએ EXTERNAL વિકલ્પ પસંદ કરવાનો છે આ વિકલ્પ ઉપર ક્લીક કરતાં એક ફોર્મ ખુલશે જેમાં માગવામાં આવેલ તમામ વિગતો કાળજી પુર્વક ભરી ફોર્મ SAVE બટન પર કલીક કરવાથી એક અરજી નંબર જનરેટ થશે જે તમારે સાચવી રાખવાનો છે . હવે તમારે પેજના ઉપરના ભાગે દર્શાવેલ APLOAD PHOTO SIGNATURE પર ક્લીક કરવાની છે . અહી તમારે અગાઉથી સ્કેન કરી રાખેલ તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો ,સહી,અને એક ફોટો આઈડી જેમકે આધારકાર્ડ ,પાનકાર્ડ,ડ્રાઇવિંગ લાઇસન્સ કે ચૂંટણી કાર્ડ પૈકીનો કોઈ પણ એક ફોટો અપલોડ કરવાનો છે. તમારા ફોટા ,અને સહીનું માપ 15 KB થી વધારે નહી એટલું, જ્યારે આઈડી પ્રૂફ ફોટો 50 KB થી વધુના માપનું ના હોવું જોઈએ . આ તમામ ફોટા JPEG ફોર્મેટમાં હોવાં જોઈએ હવે BROWSE પર ક્લીક કરતાં તમે સ્ટોર કરેલ બોક્સ દેખાશે હવે CHOOSE FILE વિકલ્પ પસંદ કરતાં તમે જે ફોટો ,સહી અને આઈડી પ્રુફ્ સ્ટોર કરેલ છે તે ફાઇલ સિલેક્ટ કરી OPEN બટન પર ક્લીક કરી BROWSE બટન પાસેના APLOAD બટન પર ક્લીક કરી તમારો ફોટો ,સહી ,અને આઈડી પ્રૂફ અપલોડ કરો. હવે તમારે CONFIRM APLICATION બટન પર ક્લીક કરો ,આમ કરવાથી તમારો અરજી નંબર અને જન્મ તારીખ ટાઇપ કરી SUBMIT બટન પર ક્લીક કરવાથી તમારી અરજી સબમીટ થઈ જશે .એટલેકે બોર્ડ દ્વારા તમારી અરજીનો સ્વીકાર થઈ જશે .અને તમને અરજી કન્ફરમેશન નંબર જનરેટ થશે. તે સાચવી રાખો . હવે PRINT APLICATION પર ક્લીક કરતાં કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી પ્રિન્ટ કાઢી શકશો .
અન્ય : SEB Drawing Exam
- ભરેલ અરજીની પ્રિન્ટ બોર્ડમાં જમા કરાવવાની નથી .
- ફોર્મ ભરતી વખતે રાજ્ય પરીક્ષાબોર્ડ નું નોટીફીકેશન ધ્યાનપૂર્વક વાંચી જવું જરૂરી છે.
- તેમ છતાં ફોર્મ ભરવા સબંધી કે પરીક્ષા સબંધી માર્ગદશન માટે બોર્ડની કચેરીનો ફોન દ્વારા સંપર્ક કરી શકાશે.
- જે શાળામાં ELEMENTARY DRAWING GRADE EXAM માટે ઓછામાં ઓછા 100 વિધાર્થીઓ અથવા તેથી વધુ હશે તો તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે અન્યથા નજીકની શાળા ના કેન્દ્ર ખાતે વ્યવસ્થા કરવામાં આવશે .
- જે શાળામાં INTERMEDIATE DRAWING GRADE EXAM માટે ઓછામાં ઓછા 100 વિધાર્થીઓ અથવા તેથી વધુ હશે તો તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે અન્યથા નજીકની શાળા ના કેન્દ્ર ખાતે વ્યવસ્થા કરવામાં આવશે
- પરીક્ષા કેન્દ્ર બાબતનો આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડનો રહેશે
પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા અભ્યાસક્રમ :
અ.નં | વિષય |
પેપર : 1 | નેચર |
પેપર :2 | ભાત ચિત્ર |
પેપર :3 | ચિત્ર સંયોજન |
માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા અભ્યાસક્રમ :
અ.નં | વિષય |
પેપર :1 | માનવ સર્જીત પદાર્થ |
પેપર :2 | ભાત ચિત્ર |
પેપર :3 | ચિત્ર સંયોજન |
પેપર :4 | અક્ષર લેખન |
અગત્યની લીંક
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની ચિત્રકામ કક્ષા પરીક્ષાનું સત્તાવાર જાહેરનામું જોવા માટે | Click Here |
ચિત્રકામ કક્ષા પરીક્ષા માટે ઓન લાઇન અરજી ફોર્મ ભરવા માટે | Click Here |
Official Website | Click Here |