સરકારી યોજનાઓ ગુજરાત સરકાર

વિદેશ અભ્યાસ લોન યોજના ꠰ Videsh Abhyas Loan Sahay Yojana Gujarat 2023

વિદેશ અભ્યાસ લોન યોજના
Written by Gujarat Info Hub

Videsh Abhyas Loan Sahay yojana Gujarat ꠰ ગુજરાતના અનુસુચિત જાતિના આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની લોન સહાય યોજના .

તમે એક તેજસ્વી વિદ્યાર્થી છો અને વિદેશમાં અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું  વિચારી રહ્યા છો . પરંતુ તમારી સામાજિક અને આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે વિદેશ અભ્યાસ કરવા જવાનો ખર્ચ તમે ઉપાડી શકો . તો તમારે ચિંતા કરવાની જરૂર નથી . ગુજરાત સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજનાઓ શરૂ કરેલી છે . અને તમે એનો લાભ મેળવી શકો છો .

ગુજરાત સરકાર હમેશાં તેજસ્વી  વિદ્યાર્થીઓની આર્થિક મદદ કરી તેમનાં સ્વપ્ન ને સાકાર કરવા પ્રત્નશીલ છે. ગુજરાત સરકારના  સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ વિદેશ અભ્યાસ માટે જતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ ને રૂપિયા 15 લાખની લોન માત્ર 4% ના ઓછા દરે આપે છે. તમે એનો લાભ લઈને વિદેશમાં અભ્યાસ કરવાની તમારી ઇચ્છાને સાકર કરી શકો છો . અહી તમને લોન મેળવવા માટેની પાત્રતા,અરજી કેવી રીતે કરવી ,અરજી કોને કરવી,વધુમાં વધુ કેટલી લોન મળી શકે .વ્યાજનો દર કેટલો રહેશે, સહિતની તેમજ કેવી રીતે લોન મેળવી શકાય તે બાબતની તમામ માહીતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે.  

આ રહી વિદેશ અભ્યાસ માટે લોન મેળવવાની વિગતવાર માહીતી .

Videsh Abhyas Loan વિદેશ અભ્યાસ લોન યોજના વિશે માહીતી

યોજનાનું નામવિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન Videsh Abhyas Loan
યોજનાનો હેતુઅનુસુચિત જાતિના આર્થિક નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસની તકો પૂરી પાડવી.  
યોજના લાગુ કરનાર સરકારનો વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લોનની વધુમાં વધુ રકમ  15 લાખ
વ્યાજનો દર4 % સાદું વ્યાજ
લોન ભરપાઈની કરવાની છેલ્લી મુદત10 વર્ષ
સત્તાવાર વેબ સાઈટhttps://esamajklyan.gujarat.gov.in/
અરજી કરવાની વેબ સાઈટEsamajkalyan online Application

યોજનાનો હેતુ :

ગુજરાતના અનુસુચિત જાતિના તેજસ્વી વિધાર્થીઓ તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે વિદેશ અભ્યાસ માટે જઈ શકતા નથી તેથી તેઓ વિદેશ અભ્યાસ માટે જઈ શકે તે માટે મદદરૂપ થવા રૂપિયા 15 લાખની લોન સહાય 4 % ના દરે પુરી પાડી તેમનું શશક્તિકરણ કરવું .

લોન મેળવવાની શરતો અને ધોરણો  :

  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ .
  • એક જ પરિવારના વધુમાં વધુ બે સભ્યોને વિદેશમાં અભ્યાસ માટેની લોમ મળી શકશે .
  • આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી .
  • સ્નાતક માં 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તેમને અનુસ્નાતક ,પીએચડી કે ઉચ્ચ કક્ષાના સાંસોધ અને  કોમ્પ્યુટર અભ્યાસ માટે લોન.
  •  ધોરણ 12 પછીના વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં દાખલ થવા માટે .
  • વિધાર્થી વિદેશમાં જે સંસ્થામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવે તે સંસ્થા જે તે દેશમાં સરકાર દ્વારા માન્ય કરેલ સંસ્થા હોવી જોઈએ તેમજ તે સંસ્થામાં થી મેળવેલ ડીગ્રી તે દેશમાં સ્વીકૃત થયેલ હોવી જોઈએ .
  • લાભાર્થીએ લોન માટે એક સધ્ધર જામીન આપવાના રહેશે .
  • વિધાર્થી વિદેશમાં ગયા પછી ના છ માસમાં પણ અરજી કરી શકે છે .
  • જે વિધાર્થી ઓએ ધોરણ 10 પછીનો આઈ ટી આઈ નો બે વર્ષનો કે તેથી વધુ સમય ગાળાનો કોર્ષ કરેલ હોય અને તે માટેની એન સી વી ટી અથવા જી સી વીટી પરીક્ષા પાસ કરેલ હોય તો તે વિધાર્થીઓએ પોતાની પસંદગી અનુસાર  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની ધોરણ 12 ની અથવા ઓપનસ્કૂલ એકઝામીશનની અંગ્રેજીની પરીક્ષા પાસ કરે તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ના હેતુસર ધોરણ 12 સમકક્ષ ગણવામાં આવશે .
  • જે વિધાર્થીઓ એ પોલીટેકનિકનો ધોરણ 10 પછીનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કરેલો હોય તેમને કોલેજમાં પ્રવેશ માટે ધોરણ 12 સમકક્ષ ગણવામાં આવશે .
  • વિદ્યાર્થી જે તે દેશના વિઝા અને એર ટિકિટ રજૂ કરશે ત્યારબાદ જ લોન મંજૂર માટેની કાર્યવાહી કરવામાં આવશે .
  • વિધાર્થી વિદેશમાં સ્થાયી થયા પછી રહેઠાણ માં ફેરફાર , ફોન નંબર ,ઈમેઈલ આઈડી તથા ભારતમાં આવાગમન ની વિગતો વગેરે લોન ભરપાઈ ના થાય ત્યાં સુધી આપવાનું  રહેશે .
  • અનુસુચિત જાતિના જે વિધાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવવા ઇચ્છતા હોય તેમણે ધોરણ 12 માં ઓછામાં ઓછા 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ . તેમજ તેઓ ડિપ્લોમા ,સ્નાતક ,અનુ સ્નાતક કે વધુ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ માટેની લોન મેળવવાને પાત્ર રહેશે .

લોન ભરપાઈ કરવાનો સમયગાળો                                                

  • વિદ્યાર્થી નો વિદેશ અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોન ભરપાઈ કરવાની શરૂ થશે ,અને તે દસ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે .
  • લોનની મૂળ રકમ અને ત્યારબાદ વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેશે .

અરજી સાથે રજૂ કરવાનાં ડૉક્યુમેન્ટ :

  • રહેઠાણ નો પુરાવો (રેશનકાર્ડ ,આધાર કાર્ડ ,વીજળીબીલ ,ચૂંટણી કાર્ડ ,લાઇસન્સ ,ભાડા કરાર )
  • શાળા છોડયાનો દાખલો (એલ.સી.)
  • અરજદારની જાતિ પેટા જાતિનો દાખલો
  • શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો
  • વિધાર્થી નું સોગંદનામું (અસલમાં )
  • પાસપોર્ટ
  • વિઝા
  • એર ટિકિટ
  • મિલકત નાં વેલ્યુએશન રિપોર્ટ
  • લોન ભરપાઈ કરવા અંગે પાત્રતાનો દાખલો
  • જામેનદારનું સોગંદ નામું (રૂ 100 નાં સ્ટેમ્પ પર જામીન ખતનો નમૂનો પરિશિષ્ટ : ગ )
  • મિલ્કતના આધાર 7-12 નાંઉતારા વગેરે
  • બેંકના ખાતાની પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ
  • રદ કરેલ ચેક

વિદેશ અભ્યાસ લોન યોજના 2023 FAQS :

પ્રશ્ન : 1 ધોરણ 12 પછી વિદેશ અભ્યાસ લોન મળીશકે ?

જવાબ: હા ,ધોરણ 12 કે તેથી વધુ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન મળી શકે .

પ્રશ્ન: 2 વિદેશ અભ્યાસ માટે કેટલી લોન મળે છે ?

જવાબ : વિદેશ અભ્યાસ માટે 15 લાખ લોન મળે છે .

પ્રશ્ન :3 લોનનો વ્યાજ દર કેટલો છે ?

જવાબ: વિદેશ અભ્યાસ લોનનો વ્યાજ દર 4 ટકા છે .

પ્રશ્ન : 4 લોન ક્યારે ભરપાઈ કરવી પડે છે ?

જવાબ : વિદેશમાં અભ્યાસ પૂર્ણ થયાના છ માસ પછી લોન ભરપાઈ શરૂ થાય છે .

પ્રશ્ન : 5 વિદેશમાં અભ્યાસ માટે એડમીશન મળ્યા પછી લોન મળી શકે ?

જવાબ : હા ,વિદેશમાં ગયા પછી પણ છ માસ સુધી વિદેશ અભ્યાસ લોન માટે અરજી કરી શકાય છે .

પ્રશ્ન : 6 વિદેશ અભ્યાસ લોન મેળવવા માટે કેટલી આવક મર્યાદા છે ?

જવાબ: ના , વિદેશ અભ્યાસ લોન માટે કોઈ આવક મર્યાદા નથી .

 

મિત્રો ,વિદેશ અભ્યાસ લોનVidesh Abhyas Loan” માટેનો આજનો આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમોને કોમેંટમાં અચૂક જણાવશો અને આવા બીજા આર્ટીકલ વાંચવા માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો . આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment