Health હેલ્થ ટિપ્સ

આભા કાર્ડ અને તેના ફાયદા | Abha card benefits in Gujarati

આભા કાર્ડ
Written by Gujarat Info Hub

ABHA card: મિત્રો , ઘણા મિત્રો ને હજી સુધી આભા કાર્ડ શું છે તેના વિષે કોઈ જાણકારી નથી કે તેઓ જાણતા પણ નથી કે આભા કાર્ડ  અને તેના ફાયદા ( ABHA card benefits ) કેવા છે . તો ચાલો આજે આપણે આભાકાર્ડ માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી અને તેના શું શું ફાયદા છે તેના વિશે જાણકારી મેળવીએ .

આજના સમયમાં લોકોનું જીવન ધોરણ વધુ ઉન્નત બનતું જાય છે .તેમતેમ લોકોના ખોરાક ટેવો ,બેઠાડું જીવન અને પ્રદૂષણ થી રોગો નું પ્રમાણ પણ વધે છે . એટલે સરકાર પણ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા અને લોકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હમેશાં પ્રયત્ન શીલ છે . તેમજ ભારત  ડીજીટલ ટેક્નોલોજી નો ઉપયોગ કરી સેવાઓને વધુ ઉન્નત કરવાની પહેલ માં અગ્રેસર રહે છે.

આભા કાર્ડ વિશે । ABHA Health card in Gujarati

યોજનાનું નામABHA HELTH CARD
યોજનાના સ્થાપકઆરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત
આભા કાર્ડ કઢાવવા માટે જરૂરી ડૉક્યુમેન્ટઆધાર કાર્ડ ,ડ્રાઇવિંગ લાઈસેન્સ
ફી ની વિગતમફત છે . કોઈ ફી નથી .
એપEka care , Abha App.
Web siteEka.care.helthid.ndhm.gov.in

આભા કાર્ડ  Abha health id  છે. જે લોકોની  આરોગ્ય વિષયક સેવાઓનેવધુ સારી વધુ ઝડપી બનાવે છે . જ્યારે આપણે કોઈ બીમારીમાં સારવાર લઈ રહ્યા હોઈએ ત્યારે બીમારી નો ઇતિહાસ ,રીપોર્ટ્સ વગેરે એક સાથે બધાં કાગળો સાચવવાં જરૂરી બને છે . ક્યારેય તે સારવાર લેવા જતાં ભૂલી જવાનો કે ખોવાઈ જવાનો પ્રશ્ન પણ રહે છે . જ્યારે આભા હેલ્થ કાર્ડ માં વ્યક્તિના રોગની તમામે તમામ વિગતો ડીજીટલ રૂપે સાચવવામાં આવે છે . તેમાં દાકતરના રીપોર્ટ અને નિદાન ના રીપોર્ટ્સ ,અગાઉ લીધેલ સારવાર વગેરે સાચવવામાં આવે છે . એટલેકે આભા કાર્ડ  અથવા Abha health id વ્યક્તિની પોતાની મરજીથી બનાવવામાં આવેલું એક વિશિષ્ઠ ઓળખ ધરાવતું Ayushman Bharat Health card ડીજીટલ એકાઉન્ટ છે . જેમાં ABHA નંબર PHR સરનામું અને PHR App હેલ્થ લોકરનું સંકલન છે .

Ayushman Bharat Health Card

આભાકાર્ડ નું પૂરું નામ છે . આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ  Ayushman Bharat Health card છે. જે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિષયક સેવાને વધુ  સુદઢ  , તાત્કાલિક  અને વધુ અસરકારક બનાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે . આભા કાર્ડ ના ફાયદા ની વાત કરી એ તો ફાયદા પણ ઘણા છે . ABHA card એક ડીજીટલ એકાઉન્ટ છે. જેને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે . જેમાં વ્યક્તિના આરોગ્ય સબંધી  રેકોર્ડને ડીજીટલ રીતે સંગ્રહ કરવામાં આવે છે . આ એકાઉન્ટમાં વ્યક્તિના રોગ ,તેને લીધેલ સારવાર ,તબીબી રીપોર્ટ વગેરે સાચવવામાં આવે છે. તેનો હેતુ પેશન્ટ ને વધુ સારી સારવાર આપવાનો છે .વળી તે સંપૂર્ણ સુરક્ષિત છે . વ્યક્તિની માહીતી સંપૂર્ણ  ખાનગી રાખી શકાય .જે વ્યક્તિની ઈચ્છા અનુસાર બીજી જગ્યાએ શેર કરવામાં આવે છે . એટલે કે ABHA Health card સંપૂર્ણ સુરક્ષિત અને ખાનગી છે .

આભા કાર્ડ ના ફાયદા | Abha card benefits in Gujarati

What is the benefit of Abha health card?

આભા કાર્ડ ના ફાયદા અનેક છે . જે નીચે મુજબ છે તો ચાલો જાણીએ Abha card benefits શું છે .

  1. આભા કાર્ડમાં આપવામાં આવતી માહિતી સંપૂર્ણ ખાનગી રાખવામાં આવે છે .
  2. આભા કાર્ડને વ્યક્તિની ઈચ્છા અનુસાર જ બીજા વ્યક્તિને મોકલવામાં આવે છે . વ્યક્તિની ની ઈચ્છા ના હોય ત્યાં સુધી બીજે ક્યાંય શેર કરવામાં આવતું નથી .
  3. આભા કાર્ડના ફાયદા મહત્વની વાત કરીએ તો જેમાં વ્યક્તિના આરોગ્ય સબંધી  રેકોર્ડને ડીજીટલ રીતે સંગ્રહ કરવામાં આવે છે . આ એકાઉન્ટમાં વ્યક્તિના રોગ ,તે ત્યક્તિએ  લીધેલ સારવાર ,તબીબી રીપોર્ટ વગેરે સાચવવામાં આવે છે. તેનો હેતુ પેશન્ટ ને વધુ સારી સારવાર આપવાનો છે . જેથી કાગળો સાચવવાની જરૂર રહેતી નથી .
  4. દુર દરાજના ક્ષેત્રોમાં રહેતા વ્યક્તિની વ્યક્તિની નિષ્ણાત તબીબી સારવાર મેળવવા આભા દ્વારા શક્ય બને છે . ટૂંકમાં આભા Abha health id નિષ્ણાત ડોક્ટરને શેર કરી તબીબી અભિપ્રાયો મેળવી સારી સારવાર  મેળવવી શક્ય બને છે .
  5. આભાકાર્ડ દ્વારા વીમા કંપનીઓ પાસે થી વિમાની રકમ ચુકવણી વગેરે આસાન અને ઝડપી બનાવી શકાય છે . જેથી વ્યક્તિને તાત્કાલીક સારવાર અને આર્થિક ફાયદો મેળવવામાં વિલંબ થતો નથી .
  6. Abha health id માં પહેલે થી જ બીમારી સબંધી માહિતી ઉપલબ્ધ હોવાથી તાત્કાલિક સારવાર તરતજ શરૂ થઈ શકે છે જેથી માનવ જીવન બચાવી શકાય છે . અને સારવારમાં વિલંબને લીધે થતા નુકસાનને અટકાવી શકાય છે .
  7. ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આભા હેઠળ આવરી લેવામાં આવ્યા છે .

આ પણ જુઓ :- લીંબુ ના ફાયદા

આભા કાર્ડ કેવી રીતે બનાવશો ? । Abha Card Apply Online

મિત્રો, Abha health id બનાવવું ખૂબ સરળ છે. જે બે રીતે બનાવી શકો છો , તેના માટે તમારે ખાલી આધારકાર્ડ, મોબાઈલ નંબર, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઈસન્સ ની જરુર પડે છે.

તમે Abha Card Online અરજી (www.healthid.ndhm.gov.in) દ્વારા અથવા આભા એપ દ્વારા કરી શકો છો, જેમાં તમારો નોધણી નંબર જનરેટ કરવા માટે તમારે તમારુ આધારકાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાઈસન્સ નંબર ની જરૂર પડશે. તમે આભા કાર્ડ ની ઓનલાઈન અરજી કોઈ થર્ડ પાર્ટી એપ જેવી કે PAYTM દ્વારા પણ ઘરે બેઠા કરી શકો છો.

મિત્રો , આભાકાર્ડ અને તેના અનેક ફાયદાઓ વર્ણવતો અમારો આ આર્ટીકલ આપને કેવો લાગ્યો તે અમને અચૂક કોમેંટમાં જણાવશો . અને બીજા આવા Helth Tips ના આર્ટીકલ વાંચવા અમારી આ વેબ સાઇટ જોતા રહેશો . આર્ટીકલ વાંચવા બદલ આપનો આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

2 Comments

Leave a Comment