નોકરી & રોજગાર

વિદ્યાસહાયક ભરતી 2023, આશ્રમ શાળા ભરતી 2023 ꠰ Ashram Shala Bharti Dahod

દાહોદ આશ્રમ શાળામાં ભરતી 2023
Written by Gujarat Info Hub

આશ્રમ શાળા વિધાસહાયક ભરતી 2023 | Ashram Shala VidhyaSahayak Bharti 2023

આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર  અને  કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર  દ્વારા આશ્રમ શાળા ભરતી માટે એન.ઓ.સી. મળતાં દાહોદ અને પંચમહાલની  ની જુદી જુદી આશ્રમ શાળાઓ માટે  વિધાસહાયક ભરતી માટેની અરજી કરવાની પ્રક્રીયા શરૂ થઈ ગઈ છે.

આશ્રમ શાળા વિધાસહાયક ભરતી Ashram Shala Vidhya sahayak Bharti મિત્રો દાહોદ અને પંચમહાલ જીલ્લામાં આવેલી જુદી જુદી આશ્રમ શાળાઓ માટે આશ્રમ શાળા વિધાસહાયક ભરતી 2023 અંતર્ગત  પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગો માટે એટલે કે ધોરણ : 1 થી 8 માટે વિધાસહાયક ભરતી 2023 માટેની જાહેરાત બહારપાડવામાં આવી છે .જે મિત્રો એ શિક્ષક બનવા માટેની લાયકાત મેળવી છે .અને વિધાસહાયક ભરતી ની રાહ જોઈ રહ્યા છે . તેમના માટે આ જાહેરાત ખૂબ જ મહત્વની છે . જો કે કેટલીકજગ્યાઓ વિવિધ કેટેગીરીના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે .જો તમે તેકેટેગીરી માં આવતા હોવ અને વિધાસહાયક ભરતી અથવા શિક્ષણ સહાયક ભરતી માટે લાયકાતધરાવતા હોવ તો નિયત સમય મર્યાદા પહેલાં તમે અરજી કરી શકો છો .

આશ્રમ શાળા ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત : ધોરણ : 1 થી 5

દાહોદ અને પંચમહાલ જીલ્લામાં આવેલી જુદી જુદી સંસ્થાઓ ની આશ્રમ શાળા ભરતી 2023 અંતર્ગત વિધાસહાયક ભરતી ધોરણ : 1 થી 5માટે કરવામાં આવનાર છે . આ માટે ધોરણ 1 થી 5ના પ્રાથમિક વિભાગમાં   વિધાસહાયક ભરતી માટે એચ .એસ.સી . એટલે કે ધોરણ 12 પછી પી.ટી.સી. પાસ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાજોઈએ. તેમજ પ્રાથમિક વિભાગ માટે ટેટ 1 ની લાયકાત પણ સરકાર દ્વારા માન્ય કરવામાં આવેલ હોય તેથી ઉમેદવાર ટેટ 1 ની પરીક્ષા પાસ હોવા જોઈએ .છતાંય ઉમેદવારોએ સંસ્થા દ્વારા આપવામાં આવતું આશ્રમ શાળા ભરતી 2023  માટેનું વિગતવાર નોટીફીકેશન વાંચ્યા પછીજ અરજી કરવી જોઈએ .

ધોરણ 6 થી 8 માટે (ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ની લાયકાત) :

આશ્રમ શાળા ભરતી 2023 અંતર્ગત વિધાસહાયક ભરતી

 ભાષા : ભાષા વિષયમાં વિધાસહાયક ભરતી માટે ઓછામાં ઓછી સ્નાતકની પદવી ( જેતે ભાષામાટે માન્ય વિષય સાથે) અને બી.એડ અથવા પીટીસી . (અથવા સમકક્ષ ) અને ટેટ 2 પરીક્ષા પાસ

 ગણિત વિજ્ઞાન: બી.એસ.સી અને બી.એડ. અથવા પીટીસી અથવા સમકક્ષ અને ટેટ 2 પરીક્ષા પાસ

 સામાજીક વિજ્ઞાન : બી.એ . (માન્ય વિષય સાથે) અને પી.ટી.સી. અથવા સમકક્ષ અને ટેટ 2 પરીક્ષા પાસ

ઉચ્ચતર વિભાગમાં ટેટ 2 પરીક્ષા ઉતીર્ણ કરેલ હોવી જોઈએ . જાહેરાતના અનુસંધાનનું  આશ્રમ શાળા ભરતી 2023 નું  સંસ્થાનુંસત્તાવાર નોટીફીકેશન જોઈ લેવા ભલામણ છે .  

આશ્રમ શાળા ભરતી 2023 વય મર્યાદા

દાહોદ અને પંચમહાલ આશ્રમ શાળા ભરતી બાબતે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હેઠળની કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર ના જેતે જાહેરનામા મુજબ ની વય મર્યાદા ધરાવનાર ઉમેદવાર  આશ્રમ શાળા ભરતી 2023  ની દાહોદ અને પંચમહાલ ની વિવિધ સંસ્થાઓ માટે વિધાસહાયક ભરતી માટે અરજી કરી શકશે . વય મર્યાદા સરકારની વિધા સહાયક ભારતીના નિયમો મુજબની રહેશે .અને જેતે જાતિમાં નિયમોનુસાર છૂટછાટ મળવા પાત્ર થશે .

Ashram Shala Bharti 2023 પગાર ધોરણ :

સરકારના નિયમો મુજબ હાલમાં વિધાસહાયક ને પાંચ વર્ષ સુધી 19950 રૂપિયા ફિક્સ અને ત્યારબાદ નિયમ અનુસાર પૂરો પગાર મળવા પાત્ર થશે .

ઉમેદવારોએ ધ્યાન માં રાખવાની વિશેષ બાબતો :

  1. આ જગ્યાઓ માં જે જગ્યાઓ અનામત રાખવામાં આવી છે .તે મુજબ લાયકાત ધરાવનાર અને જે તે અનામત કેટેગીરીના ઉમેદવારો અરજી કરી શકશે .
  2.  આ વિધાસહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી  આશ્રમ શાળાઓ માટેની ભરતી હોઈ નિયમો અનુસાર વિધાસહાયક એ રાત દિવસ સંસ્થામાં જ રહેવાનું હોય છે . અને તે ફરજીયાત હોય છે .અને પુરુષ ઉમેદવારોએ ગૃહપતિ અને મહિલા ઉમેદવારોએ ગૃહમાતા તરીકે ફરજ બજાવવાની રહેશે . જો કે રહેવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરવામાં આવતી હોઈ છે
  3. આશ્રમ શાળા ભરતી 2023 અંતર્ગત પસંદગી પામેલ વિધાસહાયક એ સરકારશ્રીના જુદા જુદા શિક્ષણ અધિનિયમો અને વખતો વખત કરવામાં આવતા સુધારાઓનું  ચુસ્ત પણે પાલન કરી નિયમોનુસારની ફરજો બજાવવાની હોય છે.
  4. ઉમેદવારોએ તેમની માર્કશીટમાં ગુણ દર્શાવેલા ના હોયતો ગુણ દર્શાવતુ કંવર્જન કરેલ પ્રમાણપત્ર બીડવાનું રહેશે .
  5. ઉમેદવાર કોમ્પ્યુટરની નિયમ અનુસાર કોમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈશે .
  6. જાતિ અંગેનાં સક્ષમ પ્રમાણપત્રો અને નોન ક્રીમીલેયર સર્ટી વગેરે જેતે લાગુ પડતા ઉમેદવારોએ અરજી સાથે જોડવાના રહેશે .
  7. ઉમેદવારે સ્વ હસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે અને મથાળે પાસપોર્ટ સાઇઝ નો ફોટો ચોટાડવાનો રહેશે. ઉમેદવાર એક સરખી લાયકાત વાળી એક કરતાં વધુ આશ્રમ શાળાઓમાટે અરજી કરી શકશે .  તેમજ જે આશ્રમ શાળા માટે અરજી કરી છે તે મથાળે સ્પસ્ટ લખવાનું રહેશે અન્યથા અરજી રદ થશે.  
  8. ઉમેદવારની સ્થળ પસંદગી અને નિમણૂક આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર હેઠળની કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા થતી હોઈ તેઓની આખરી બહાલી મળ્યેથી નિમણૂક કરવામાં આવે છે .
  9. અન્ય જગ્યાએ નોકરી  કરતા ઉમેદવારોએ જે તે સંસ્થાનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે  ઉમેદવારની તમામ શૈક્ષણિક અને સેવા વિષયક લાયકાતો અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં ની હોવી જોઈશે .  

વિદ્યાસહાયક ભરતી માટે અરજી કરવાની રીત :  

1.આશ્રમ શાળા ભરતી 2023 Ashram Shala Bharti 2023 અંતર્ગત આ વિધાસહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી  માટે અરજી કરનાર ઉમેદવારોએ માત્ર  સ્વહસ્તાક્ષરમાં પોસ્ટ ઓફીસ મારફત રજીસ્ટર એડી .થી જ અરજી કરવાની છે . 

2. EWS ઉમેદવારોએ જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે . જે નિયત તારીખ સુધીનું હોવું જોઈએ .

3. તમામ શૈક્ષણિક લાયકાતો અને વધારાની લાયકાતો સહિત જાતિ માટેનું સક્ષમ અધિકારીનું પ્રમાણ પત્ર અને સા.શૈ . ના કિસ્સામાં નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર ની નકલોને સ્વ પ્રમાણિત કરી અરજી સાથે જોડવાનાં રહેશે .

5.  અરજી કરવાની છેલ્લી તારીખ પછી આવેલ અરજીઓને સ્વીકારવામાં આવશે નહી . તેથી ઉમેદવારોએ  છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરવી જોઈએ .

6  આશ્રમ શાળા ભરતી 2023  અંતર્ગત  વિધાસહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી  માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજીની એક નકલ તમામ શૈક્ષણિક અને જાતિ માટેનાં સ્વ પ્રમાણિત નકલો સાથે રજી .પોસ્ટ એડી થી જે તે સંસ્થામાં અને ઉમેદવાર ઇચ્છે તો એક નકલ આદિજાતિ વિકાસ વિકાસ અધિકારી દાહોદને  ને રજી પોસ્ટ એડી થી . મોકલવાની રહેશે . તેમનું સરનામું : આદિજાતિ વિકાસ વિકાસ અધિકારી (આશ્રમ શાળાઓ ) ની કચેરી . દાહોદ જીલ્લો : દાહોદ અરજીના મથાળે લાલ પેનથી કઈ આશ્રમ શાળા માટે અરજી કરી છે તે દર્શાવવાનું રહેશે ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થાઓમાં અરજી કરવા ઇચ્છતા હોયતો દરેક સંસ્થાને અલગ અલગ અરજી કરી શકશે

8 અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાતની તારીખ થી પંદર દિવસની અંદર અરજી કરવાની હોય  જાહેરાત તારીખ 25 ફેબ્રુઆરી ધ્યાને લઈ આખર તારીખ  પહેલાં જે તે સંસ્થા અને આદિજાતિ વિકાસ વિકાસ અધિકારી ને અરજી મળી જાય તે રીતે અરજી  કરવા ભલામણ .

Ashram Shala Bharti Dahod – કુલ જગ્યાઓ

અ.નંઆશ્રમ શાળાનું નામધોરણ/વિષયકેટેગીરીજગ્યા
1શ્રી મંડોર આશ્રમ શાળા મંડોર તા : ધાનપુર જી : દાહોદ 1થી5સા.શૈ.પછાત1
1થી 5બીન અનામત1
1થી 5બીન અનામત(મહિલા )1
6થી 8 ગણિત વિજ્ઞાનબીન અનામત(મહિલા )1
6થી 8 હિન્દીબીન અનામત1
6થી 8 અંગ્રેજીસા.શૈ.પછાત1
2શ્રીપાંચવાડા આશ્રમ શાળા પાંચવાડા  તા : ગરબાડા  જી : દાહોદ6થી 8 ગણિત વિજ્ઞાનઆર્થિક પછાત1
6થી 8 અંગ્રેજીબીન અનામત1
1થી5 (તમામ )બીન અનામત1
3શ્રીકઠલા આશ્રમ શાળા પાંચવાડા  તા :  જી : દાહોદ 6થી 8 ગણિત વિજ્ઞાનસા.શૈ.પછાત1
4શ્રી સુખદેવ આશ્રમ શાળા સુખદેવ   તા : ફતેપુરા   જી : દાહોદ  6થી 8 ગણિત વિજ્ઞાનઆર્થિક પછાત1
6થી 8  સા. વિજ્ઞાનસા.શૈ.પછાત1
5શ્રી આમ્રકુંજ  આશ્રમ શાળા રણધીકપુર તા : સીંગવડ જી : દાહોદ6થી 8 ગણિત વિજ્ઞાનઆર્થિક પછાત (મહિલા )1
1થી5 (તમામ )બીન અનામત1
1થી5 (તમામ )બીન અનામત1
6થી 8  સા. વિજ્ઞાનસા.શૈ.પછાત1
6શ્રી વરુણા  આશ્રમ શાળા  વરુણા    તા : ફતેપુરા જી : દાહોદ 6થી 8 અંગ્રેજીઆર્થિક પછાત1
1થી5 (તમામ )સા.શૈ.પછાત1
7શ્રી ઇટાડી  આશ્રમ શાળા  ઇટાડી  તા : સંજેલી જી : દાહોદ 1થી5 (તમામ )બીન અનામત(મહિલા )1
1થી5 (તમામ )બીન અનામત(મહિલા )1
6થી 8  સા. વિજ્ઞાનસા.શૈ.પછાત1
8શ્રી રાછરડા  આશ્રમ શાળા  રાછરડા  તા જી : દાહોદ 6થી 8 અંગ્રેજીબીન અનામત1
6થી 8 હિન્દીબીન અનામત(મહિલા )1
1થી5 (તમામ )બીન અનામત(મહિલા )1
9શ્રી ચાકલીયા   આશ્રમ શાળા    તા: ઝાલોદ જી : દાહોદ 6થી 8 ગણિત વિજ્ઞાનઆર્થિક પછાત1
10શ્રી જેકોટ   આશ્રમ શાળા     જી : દાહોદ 1થી5 (તમામ )બીન અનામત(મહિલા )1
1થી5 (તમામ )બીન અનામત1
11શ્રી એકલવ્ય    આશ્રમ શાળા    મુ . ધાનપુર તા :ધાનપુર  જી : દાહોદ 6થી 8 અંગ્રેજીસા.શૈ.પછાત1
12શ્રી વાલ્મીકિ   આશ્રમ શાળા    સાગટાળા તા :દેવગઢબારીયા જી . દાહોદ1થી5 (તમામ )આર્થિક પછાત (મહિલા )1
6થી 8 અંગ્રેજીબીન અનામત1
6થી 8  સા. વિજ્ઞાનબીન અનામત1
13શ્રી ગૃહક  આશ્રમ શાળા  કંજેટા   તા : ધાનપુર  જી : દાહોદ 6થી 8 ગણિત વિજ્ઞાનબીન અનામત1
6થી 8  સા. વિજ્ઞાનબીન અનામત1
1થી5 (તમામ )બીન અનામત1
14શ્રી ઠકકરબાપા આશ્રમ શાળા. પાધોરા તા : ઘોઘંબા જી : દાહોદ 1થી5 (તમામ )સા.શૈ.પછાત(મહિલા )1
1થી5 (તમામ )બીન અનામત1
6થી 8 અંગ્રેજીબીન અનામત1
6થી 8 હિન્દીબીન અનામત1
15શ્રી મોરા આશ્રમ શાળા. મોરવાહડફ તા : ઘોઘંબા જી : દાહોદ 6થી 8 અંગ્રેજીઆર્થિક પછાત1
આશ્રમ શાળા દાહોદ ભરતી

આ પણ વાંચો :- નવસારી આશ્ર્મ શાળા ભરતી ૨૦૨૩

અરજી મોકલવાનું સ્થળ અને સરનામું :

પ્રમુખ /મંત્રી

ભીલ સેવા મંડળ ,ઠકકરબાપા રોડ દાહોદ જી : દાહોદ 389151

આશ્રમ શાળા વિધા સહાયક ભરતી  દાહોદ  Ashram Shala vidhya sahayak Bharati Dahod ની વિવિધ સંસ્થાઓમાં અરજી કરતાં પહેલાં સતાવાર જાહેરખબર અને વિધાસહાયક ભરતી  Vidhyasahayak Bharati Dahod માટેનું સત્તાવાર નોટીફીકેશન વાંચવા વિનંતી છે .

દાહોદ આશ્રમ શાળા ભરતી – FAQ’s

આશ્રમ શાળા નું પગાર ધોરણ કેટલુંં છે ?

આશ્રમ શાળા દાહોદ ભરતી માટે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ માં ૧૯૯૫૦/- મુજબ રહેશે.

આશ્રમ શાળા માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

આશ્ર્મ શાળા ભરતી માટે કોઈ પણ ઓનલાઈન અરજી પ્રક્રિયા નથી , અરજી તમે વાયા સ્વહસ્તાક્ષરમાં પોસ્ટ ઓફીસ મારફત રજીસ્ટર એડી .થી જ અરજી કરવાની છે . 

દાહોદ આશ્રમ શાળામાં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી થશે ?

દાહોદની જુદી જુદી આશ્રમ શાળા માં કુલ ૧૫ વિધાસાહાયકો ની ભરતી કરાશે ?

About the author

Gujarat Info Hub

Leave a Comment