Ayushman Bharat Yojana: નાગરિકોના સ્વાસ્થ્ય અને જન સુખાકારી માટેની આયુષ્માન ભારત યોજના PMJAY-MA માન .વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની કેન્દ્ર સરકાર ના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે .જેનું નામ છે. આયુષ્માન ભારત યોજના PMJAY (AYUSHMAN BHARAT YOJANA) જેનું સંચાલન કેન્દ્રમાં નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્યમાં સ્ટેટ એજન્સી કરે છે . આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન અને આશીર્વાદ સમાન છે. ગરીબ લોકો ને સામાન્ય નાની બીમારી થી લઈ અતિ ગંભીર બીમારી માટેની તબીબી સારવાર તદન મફતમાં થઈ રહી છે. તેમજ જે આયુષ્યમાન ભારત કાર્ડ નો લાભ કેશ લેશ રૂપિયા 5 લાખ સુધીનો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે આ રકમમાં બમણો વધારો કરીને આયુષ્યમાન ભારત કાર્ડ નો લાભ 10 લાખ કરવાનો અતિ સંવેદનશીલ અને પ્રજાહિતનો મહત્વનો નિર્ણય કર્યો છે. આમ ગુજરાત સરકારે આયુષ્માન ભારત યોજના PMJAY યોજના હેઠળ સ્વાસ્થ્ય વીમા કવચ (PMJAY Insurance) 10 લાખ કરેલ છે .PMJAY યોજના હેઠળ માત્ર એકજ દિવસમાં 8.56 લાખ કાર્ડનું નિર્માણ થયું . ગુજરાત સરકારે 10 સ્વાસ્થ્ય વીમા કવચની રકમ માટે કરેલા ઠરાવની વહીવટી પ્રક્રિયા શરૂ કરી દીધી છે .
આયુષ્માન ભારત યોજના વિષેની માહિતી – Ayushman Bharat Yojan
યોજનાનું નામ | પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) |
યોજનાનો નું મંત્રાલય | સ્વાથ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ભારત |
યોજનાનું સંચાલન | નેશનલ હેલ્થ એજન્સી (કેન્દ્ર કક્ષાએ ) |
યોજના લાગુ કર્યાનું વર્ષ | સપ્ટેમ્બર 2018 |
યોજનાની વેબસાઇટ | pmjay.gov.in |
ટોલ ફ્રીનંબર | 14555 /1800-111-565 |
આયુષ્યમાન ભારત કાર્ડ નો લાભ કોને મળે ?
ભારતની કેન્દ્ર સરકારે કરેલા સામાજીક આર્થિક સર્વેક્ષણ 2011-12 માં નોધાયેલા ગરીબી રેખાથી નીચેના અને બી.પી.એલ લાભાર્થીઓને આ કાર્ડ મળી શકે છે .આ માટે જાતિવાર કોઈ આવક મર્યાદા નથી . આયુષ્યમાન ભારત કાર્ડ મેળવવા માટે પહેલાં એ જાણવું જરૂરી છે આ માટેની યાદીમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવેલો છે કે કેમ, આયુષ્યમાન ભારત કાર્ડ ની લાભાર્થી યાદીમાં નામ જોવામાટેની રીત અહી નીચે આપ્યા મુજબની છે.
આયુષ્યમાન ભારત કાર્ડની લાભાર્થી યાદીમાં નામ ચકાસો?
- સૌ પ્રથમ mera pmjay વેબ સાઇટ ખોલો.
- ત્યા લોગીનમાં તમારો મોબાઈલ નંબર નાખી, સબમિટ કરતાં OTP જનરેટ થશે જે આપણે સબમીટ કરવાનો રહેશે.
- હવે એક નવું મેનુ દેખાશે તેમાં તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે અહી આપણે ગુજરાત પસંદ કરીશું .આપણે આપણું નામ HHIDનંબર ,નામ દ્વારા કે રેશનકાર્ડ નંબર દ્વારા શોધી શકીશું .
- અહી તમે જોઈ શકશો કે તમારા પરિવારનો યાદી માં સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં. અહી તમને એક HHID નંબર મળશે આ નંબર આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવા માટે જરૂરી તેને સુરક્ષિત જગ્યાએ નોધી લો .
- હવે તમારે પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ ચાલતી કોઈ પણ હોસ્પિટલ જઈ આયુષ્યમાન ભારત માટે નોધણી કરાવી શકો અહી તમને મળેલો 24 આંકડાનો HHID નંબર તમારે સાથે લઈ જવાનો છે લગભગ નજીકની તમામ હોસ્પીટલમાં જઈ તમે (Ayushyaman Bharat Card) આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવા માટે જઈ શકશો. અથવા નજીકના CSC સેન્ટર પર પણ જઇ શકશો.
- હોસ્પીટલમાં જ્યારે તમે તમારું આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવા જઈ રહ્યા છો ત્યારે કેટલાંક ડૉક્યુમેન્ટ સાથે લઈ જવાનાં છે જેમાં , તમને મળેલો HHID નંબર, આધારકાર્ડ ,રેશનકાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મોબાઈલ નંબર .
મિત્રો, જો તમે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan Mantri Jan Arogya Yojana) નો લાભ લેવા માગો છો. તો ઉપરોક્ત આપેલ તમાંમ સ્ટેપ જુઓ અને તમારુ આયુષ્યમાન ભારત કાર્ડ ઘરે બેઠા જ ઓનલાઇન બનાવો. જો તમને આયુષ્યમાન ભારત યોજના વિશે વધુ માહિતી જોયતી હોય તો નિચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને બીજી નવી સરકારી યોજનાઓ માટે અમારી વેબસાઇટ ને જોતા રહો.