નોકરી & રોજગાર એજ્યુકેશન ગુજરાતી ન્યૂઝ

BAOU Recruitment 2023: ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, પગાર ધોરણ ₹ 60,000

BAOU Recruitment 2023
Written by Gujarat Info Hub

BAOU Recruitment 2023: બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ 99 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. તો જે વિદ્યાર્થી મિત્રો નોકરીની શોધમાં છે અથવા તેમના પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈ પણ વિદ્યાર્થી નોકરી કરવા ઈચ્છુક હોય તો તેઓ તારીખ 19/06/2023 પહેલા બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની સત્તાવાર સાઇટ પર જઈ ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરી શકે છે.

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસ માટે શૈક્ષણિક જગ્યાઓ અને બિન શૈક્ષણિક જગ્યાઓ માટે ઓનલાઇન અરજી માટે ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી ફોર્મ ની પ્રિન્ટ નીકાળી તેના સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને તારીખ 22/06/2023 સુધી અરજીની હાર્ડ કોપી યુનિવર્સિટીના જાહેર કરેલ એડ્રેસ પર મોકલવાની રહેશે. તો આજે આપણે BAOU Recruitment 2023 માં લાયકાત, ધોરણો પગાર, ઓનલાઇન લિંક અને અન્ય માહિતી મેળવીશું.

BAOU Recruitment 2023

સંસ્થાબાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
કુલ પોસ્ટ99
જાહેરાત ની તારીખ3 જૂન 2023
ફોર્મ ભરવાની શરૂઆત3 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ19 જૂન 2023
ઓફલાઇન ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ22 જૂન 2023
સત્તાવાર વેબસાઈટhttps://baou.edu.in/

જગ્યાઓનું નામ

બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ શૈક્ષણિકની 56 જગ્યાઓ અને બિન શૈક્ષણિકની 43 જેટલી જગ્યાઓ માટે ભારતીય પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર , રિસર્ચ એડવાઈઝર,  સ્ટેટીકલ એનાલિસ્ટ,  રિજનલ ડાયરેક્ટર,  આસિસ્ટન્ટ રીજનલ ડાયરેક્ટર,  સેક્શન ઓફિસર,  આસિસ્ટન્ટ રજીસ્ટર,  ડેપ્યુટી રજીસ્ટર,   ઇન્ફોર્મેશન એન્ડ પબ્લિક રિલેશન ઓફિસર,  ઇલેક્ટ્રિક એન્જિનિયર,  સિવિલ એન્જિનિયર,  સિનિયર કોમ્પ્યુટર પ્રોગ્રામર,  કોમ્પ્યુટર પ્રોગ્રામર,  ડાટા બેઝ એડમિનિસ્ટ્રેટર,  નેટવર્ક એડમિનિસ્ટ્રેટર,  સ્ટુડિયો મેનેજર,  રેડિયો એન્જિનિયર,  રેડિયો કોન્ટેક્ટ ક્રિએટર,  રેડિયો ઓપરેટર  અને ગ્રાફિક ડિઝાઇનર જેવી પોસ્ટ માટે આ ભરતી પ્રક્રિયા યોજવામાં આવી છે. 

પગાર ધોરણ

 બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વિવિધ જગ્યાઓ માટે બહાર પાડવામાં આવેલ જાહેરાતો ની પસંદગી બાદ ઉમેદવારોને પગાર ધોરણ માસિક  25,000 થી લઈને 60,000 સુધીનો રહેશે જેની માહિતી નીચે મુજબ છે.

Teaching Post List

Non-Teaching Post List

નોકરીનું સ્થળ

 આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારો ગુજરાતના અલગ અલગ શહેરોમાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી અંતર્ગત ચાલતી કોલેજો અને વિવિધ સંસ્થાઓમાં નોકરી કરવાનો રહેશે જેમાં અમદાવાદ ગાંધીનગર સુરત પાટણ ભુજ ગોધરા રાજકોટ અને ભાવનગર જેવા શહેરોનો સમાવેશ થાય છે

શૈક્ષણિક લાયકાત

બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ઉમેદવારોની લાયકાતની વાત કરવામાં આવે તો આસિસ્ટન્ટ  પ્રોફેસર ની વિવિધ વિષય વાઇઝ કુલ 30 જગ્યાઓ માટે ઉમેદવારોને વિવિધ શૈક્ષણિક લાયકાતો જાહેર કરવામાં આવે છે, તેમજ બાકીની 23 પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતો તમે ઓફિસિયલ નોટિફિકેશન વાંચી અને માહિતી મેળવી શકો છો 

પસંદગી પ્રક્રિયા

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા તારીખ 3 જૂનથી વાત કરવામાં આવી છે તો જે ઈચ્છુક ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કરવા માગતા હોય તેવું તારીખ 19/06/2023 પહેલા અરજી કરી જરૂરી ડોક્યુમેન્ટ જોડી તારીખ 22 જૂન 2023 સુધી હાર્ડ કોપી અમે નીચે દર્શાવેલ સરનામે સમયસર મોકલવાની રહેશે ત્યારબાદ ઉમેદવારાના અરજી ચકાસણી બાદ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે આવશે અને ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારોની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવશે જે અંગેની સંપૂર્ણ માહિતી તમે સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકો છો 

જરૂરી ડોક્યુમેન્ટ

BAOU Recruitment 2023 માટે જે વિદ્યાર્થી મિત્રો અરજી કરવા છે તેઓની નીચે મુજબના જરૂરી દસ્તાવેજો અરજી કરતા સમયે જોઈશે.

  •  આધાર કાર્ડ
  • તમામ માર્કશીટો 
  • ડિગ્રી સર્ટિફિકેટ
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટા
  • એલ સી (L.C)
  • જાતિનું પ્રમાણપત્ર
  • જન્મ અંગેનો પુરાવો

ઓનલાઈન અરજી કરવાની રીત 

સૌ પ્રથમ બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમે અરજી કરવા લાયક છો કે નહીં તે ચકાસી લેવું જરૂરી છે, ત્યારબાદ નીચે આપેલ સ્ટેપને ફોલોવ કરો

  • સૌ પ્રથમ સતાવાર સાઈટ પર જાઓ
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પર “Careers” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે તમારી સામે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં Apply Now બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી પર્સનલ માહિતી, શૈક્ષણિક માહિતી અને માગ્યાં મુજબની માહિતી ભરી આગળ વધો
  • હવે જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે તમારો ફોટો, સાઇન, જન્મ પ્રમાણ પત્ર અને જાતિનો દાખલો અપલોડ કરી ફોર્મ ને ઓનલાઈન સબમિટ કરો

છેલ્લે તમારે અરજી ફોર્મની પ્રિન્ટ નીકાળી રાખવાની રહેશે કેમ કે ઓનલાઈન અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી નીચે આપેલ સરનામે તારીખ 22 જૂન 2023 પહેલા ઓફલાઈન માધ્યમથી મોકલવાનો રહેશે

અરજી ફોર્મ મોકલવાનું સરનામું

Dr.Babasaheb Ambedkar Open University,
“Jyotirmay”,Parishar, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad – 382 481

અગત્યની લિન્ક

જાહેરાત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અરજી ફોર્મ ની હાર્ડ કોપી માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ 99 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે લોકો વિવિધ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવું જલ્દીથી સત્તાવાર સાઈટ પર જઈ પોતાનો અરજી ફોર્મ ભરી તેની હાર્ડ કોપી તારીખ 22 જૂન પહેલા ઉપરોક્ત સરનામે જમા કરાવાનું રહેશે.

ગુજરાત ની તમામ ભરતી ની માહિતી જુઓ :

મિત્રો અહીં અમે ગુજરાતમાં બહાર પડતી તમામ ભરતીઓની માહિતી અમારી વેબસાઈટ પર તમારી સાથે શેર કરીએ છીએ, જેનાથી કોઈપણ ઉમેદવાર જે નોકરીની શોધખોળમાં હોય તેઓ જલ્દીથી સરકારી નહીં તો કોન્ટ્રાક્ટ બેઝ પર પણ નોકરી મેળવી સારો એવો પગાર મેળવી શકે છે તો તમે પણ આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ માહિતી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો.

FAQ’s

ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા કેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા થશે ?

BAOU Recruitment 2023 માટે કુલ 99 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે.

BAOU Recruitment 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

BAOU Bharti 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 19/06/2023 છે.

BAOU ભરતી 2023 માં ઓફલાઇન અરજી ફોર્મ ક્યાં જમા કરવાનું રહેશે ?

BAOU Recruitment માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરી તેની હાર્ડ કપિ સાથે જરૂરી ડૉક્યુમેન્ટ જોડી નીચેના સરનામે ફોમ જમા કરવાનું રહેશે.
“જ્યોતિમર્ય” પરિસર, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગ, સરખેજ-ગાંધીનગર હાઇવે, છારોડી, અમદાવાદ – 382 481

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની ઓફિસિયલ સાઇટ કઈ છે ?

https://baou.edu.in/

About the author

Gujarat Info Hub

Leave a Comment