સરકારી યોજનાઓ

ઈ શ્રમ કાર્ડ ધરાવનાર ના ખાતામાં જમા થયાં 1000 રૂપિયા : E Shram Card Payment Status Check

E Shram Card Payment Status Check
Written by Gujarat Info Hub

E Shram Card Payment Status Check: ભારત સરકાર દ્વારા ગરીબોની મદદ માટે શ્રમ કાર્ડ યોજના શરુ કરવામાં આવી છે જેમાં જે લોકો ઈ શ્રમ કાર્ડ ધરાવે છે તેમને સરકાર દ્વારા રૂપિયા 1000 સહાય પેટે મળે છે. આ સહાય દર મહિને જમા નથી થતી કોઈક વિકટ પરસ્થિતિમાં સરકાર દ્વારા શ્રમ કાર્ડ ધરકોના એકાઉન્ટ માં પૈસા જમા કરવામાં આવે છે.

ભારતમાં લગભગ 26 કરોડ લોકો આ યોજનમાં અરજી કરેલ છે. જેમાં બધા પાસા દેખતા અરજી મંજુર થાય છે. ઈ શ્રમ યોજના અંતર્ગત વીમા પોલિસી પણ ચાલે છે. આ પોલિસી અંતર્ગત જો કોઇ શ્રમિક મુત્યું પામે તો તેના પરિવારને સરકાર તરફથી રુ 200000 નો વીમો સહાય પેટે ચૂકવવામાં આવે છે.

મિત્રો, ઈ શ્રમ કાર્ડ ધરાવનાર ના ખાતામાં 1000 રૂપિયા જુન ૨૦૨૩ માં થયા છે, તો તમે આ કાર્ડ ના ધારક હોવ તો તેનુ સ્ટેટસ ચેક કરવુ જરુરી છે. તો આજે આપણે ઈ શ્રમ કાર્ડ માં અરજી કેવી રીતે કરવી અને તેનું ઓનલાઇન સ્ટેટસ ( E Shram Card Payment Status Check) કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી આપણે અહીંથી મેળવીશું.

ઈ શ્રમ કાર્ડ ના પૈસા આવ્યા તેનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? – E Shram Card Payment Status Check

ઈ શ્રમ કાર્ડ ના પૈસા આવ્યા કે નહીં તેનું સટેટસ ચેક કરવા નિચેના સ્ટેપ ને ફોલોવ કરો.

  • સૌ પ્રથમ ઈ શ્રમ કાર્ડ ની અધિકારીક વેબસાઈટ પર જાઓ – eshram.gov.in
  • ત્યારબાદ “ઈ શ્રમ કાર્ડ મની સ્ટેટમેન્ટ 2023 ચેક” કરવાનો વિકલ્પ પસંદ કરો
  • હવે નવું પેજ ખુલશે જેમાં ઈશ્રમ કાર્ડ નંબર દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો
  • હવે તમને ત્યાં લેબર કાર્ડ નું પૈસા નું સ્ટેટ્સ જોવા મળશે
  • હવે તમારું પૈસા આવ્યા કે નહીં સ્ટેટ્સ જોઈ શકો છો અને પ્રિન્ટ પણ નિકાળી શકો છો.

ભારત સરકારના રોજગાર મંત્રાલય દ્વારા જેટલાં પણ લોકો અસંગઠિત ક્ષેત્રો માં મજદૂર તરીકે કામ કરે છે તેમને દરેકને સરકાર દ્વારા ઈ શર્મ કાર્ડ બનાવી આપવામાં આવે છે. લોકોના ખાતામાં પૈસા જમા થતી રાશિ દરેક મહિને નથી મળતી પણ અમુક મહિને 1000 રૂપિયા લેખે મળે છે.

જુઓ :- ઈ શ્રમકાર્ડ ની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

જો તમે મજાદૂર વર્ગ માં આવો છો તો તમારે પણ ઈ શ્રમ કાર્ડ સહાય યોજના નું ફોર્મ ભરી ઓનલાઇન અરજી કરવી જોઈએ તેના માટેની સંપૂર્ણ વિગત અમારી ઉપરની લીક પર ક્લિક કરવાથી મેળવી શકો છો.

About the author

Gujarat Info Hub

5 Comments

Leave a Comment