આજના માર્કેટયાર્ડ ભાવ

Fennel Seeds Rate Today: વરીયાળીના ભાવ આસમાનને આંબ્યા, જાણો ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં વરીયાળીના આજના ભાવ

Fennel Seeds Rate Today
Written by Gujarat Info Hub

Fennel Seeds Rate Today : આજરોજ ઊંઝા માર્કેટ યાર્ડમાં વરીયાળીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. Apmc Unjha માં વરીયાળીના એક મણના 7100 રૂપિયા ભાવ બોલાયો હતો. જ્યારે વરીયાળીની આવક 7152 ગુણીની રહી હતી. અહીથી અમે તમને ગુજરાતનાં વિવિધ ગંજ બજારમાં વરીયાળીના ભાવ કેટલા રહ્યા તે જણાવીશું.

વરીયાળીના આજના માર્કેટયાર્ડના ભાવ :

વરીયાળી એક મહત્વનો રોકડિયો મસાલા પાક છે.હાલની  શિયાળુ સિઝનની નવી વરીયાળી આવક ગંજ  બજારમાં વેચાણમાટે આવી રહી છે. તો ચાલો જાણીએ ગુજરાતનાં મહત્વનાં માર્કેટયાર્ડમાં વરીયાળીની કેટલી ગુણીની આવક રહી  અને કયા માર્કેટયાર્ડમાં વરીયાળીના ભાવ સૌથી વધુ મળ્યા.

આજે ગુજરાતનાં મુખ્ય માર્કેટયાર્ડના વરીયાળીના ભાવ અને માલની આવકની ની વાત કરવામાં આવેતો સૌથી વધુ ભાવ પાલનપુર માર્કેટયાર્ડ માં રૂ . 6100 રહ્યા હતા. જ્યારે માલની આવક 11 ગુણી જેટલી વેચાણ થયેલ છે. આ ઉપરાંત ગુજરાતનાં મુખ્ય માર્કેટ યાર્ડમાં વરીયાળીના ભાવ અને આવક નીચે દર્શાવ્યા મુજબ જોવા મળ્યા છે.

આજના વરીયાળીના બજાર ભાવ :

માર્કેટયાર્ડનું નામવરીયાળીના આજના ભાવવરીયાળીની આવક
ઊંઝા  માર્કેટયાર્ડ 71007152
પાટણ માર્કેટયાર્ડ 186103
પાલનપુર માર્કેટયાર્ડ 555010
રાજકોટ માર્કેટયાર્ડ 1694
વિસનગર માર્કેટયાર્ડ5001136

આજના વરીયાળીના સૌથી વધુ ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા. સારા ભાવ મળતાં સૌ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ગંજ બજારમાં વેપાર કરતા કેટલાક અનુભવી વેપારીઓનું માનીએ તો હજુ પણ વરીયાળીના ભાવ વધવાની આશા સેવાઇ રહી છે. જો કે આ વર્ષે વરીયાળીના પાકને સારું હમામાન મળતાં ઉત્પાદન વધવાની આશાઓ પણ સેવાઇ રહી છે.

વરીયાળી વિશે આ પણ જાણો :

વરીયાળી એક અગત્યનો રોકડીયો  મસાલા પાક હોવા ઉપરાંત તે અનેક ઔષધિય ગુણોને લીધે રોજીંદા જીવનમાં ખૂબ જરુરીયાત વાળો પાક છે. મુખવાસ ઉપરાંત રસોડામાં વિવિધ રેસીપીમાં વરીયાળીનો ઉપયોગ થાય છે. તેમજ વિવિધ ઘરેલુ ઓસડમાં વરીયાળીનો વપરાશ પણ થાય છે.  તેની સ્થાનિક અને બહારના બજારોમાં ખૂબ માગ રહે છે.

વરીયાળીના ઔષધિય ફાયદા :

વરીયાળી તાસીરે ખૂબ ઠંડી છે. તેથી પિત્ત શામક તરીકે વિવિધ શરબત,મુખવાસ વગેરે રીતે વરીયાળીનું સેવન કરવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર વરીયાળી માં  વિટામીન,ફાઈબર અને ખનીજ તત્વોનું વધારે પ્રમાણ હોવાથી મુખ સુધ્ધિ વજનને નિયંત્રિત કરવામાં ગેસ, અપચો,ખોટા ઓડકાર તેમજ પેટના અને પાચન સબંધી રોગો માટે રામબાણ ઔષધિ છે. વરીયાળીની પ્રકૃતિ ઠંડક આપનારી હોવાથી શરીરની ખોટી ગરમીને દૂર કરવામાં,યાદ શક્તિ વધારવા, પિતની તકલીફમાં ફાયદો કરે છે. વરીયાળીને પાણીમાં પલાળીને સવારે ખાવાથી વધુ ફાયદો થાય છે.

આ જુઓ:- Garlic Rate Today 2024: ગોંડલ માર્કેટયાર્ડમાં લસણના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોચ્યા, ખેડૂતોમાં આનંદ

મિત્રો અમને વિવિધ સ્રોતો તરફથી મળેલી માહિતી આપના માટે અહી રજૂ કરીએ છીએ. અમે વરીયાળી ના ભાવ વધવા કે ઘટવા વિશે કોઈ આગાહી કરતા નથી. તેમજ તેના ઉપયોગ અને વાપરવા માટે ધંધાદારી નિષ્ણાતનો અભિપ્રાય મેળવવા વિનંતી છે. અમારો આજનો આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબખૂબ આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment