Garlic Rate Today 2024 : ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના એક મણના ભાવ : 8741 રૂપિયા જૂના લસણના બંપર ભાવ બોલાયા હતા. જ્યારે નવા લસણ ના 6001 રૂપિયાના ભાવ બોલાયા હતા. અત્યાર સુધીમાં લસણ ના ખેડૂતોને ઐતિહાસિક ભાવ છે. વર્ષ 2011 માં લસણના ભાવ 4000 રૂપિયા થયો હતો. ત્યારબાદ ખેડૂતોને લસણનો ઊંચો સારો ભાવ 2024 માં મળી રહ્યો છે.
Garlic Rate Today 2024
ગોંડલ માર્કેટયાર્ડ જૂનું લસણ | 8741 |
ગોંડલ માર્કેટયાર્ડ નવું લસણ | 6001 |
રાજકોટ માર્કેટયાર્ડ | 6100 |
જામનગર માર્કેટયાર્ડ | 6750 |
કેટલાક જાણકારોનું કહેવું છે કે ગુજરાતમાં લસણનું વાવેતર ઘણું ઓછું હોઈ અને જૂનો સ્ટોક ખૂબ ઓછો છે. વળી ભારતમાં સૌથી વધુ લસણનું ઉત્પાદન કરતા રાજ્ય મધ્ય પ્રદેશમાં ઓછા વરસાદના કારણે લસણનું ઉત્પાદન ઘટવાથી ભાવ વધવાની શક્યતાઓ પણ છે. મધ્યપ્રદેશના લસણની આવક મર્યાદિત છે. નવું લસણ માર્કેટમાં આવવાની હજી એક મહિનાની વાર છે. ત્યારે જ ભાવની સાચી સ્થિતિનો ખ્યાલ આવી શકે.
વિશ્વમાં સૌથી વધુ લસણ પકવતો દેશ ચીન છે. જ્યારે ભારતમાં લસણ મધ્યપ્રદેશ રાજયમાં સૌથી વધુ ઉત્પાદન કરે છે. જ્યારે ગુજરાતમાં લસણનું સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓમાં,ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ના કેટલાક ભાગોમાં કરવામાં આવે છે. ગત સિઝનમાં થયેલા અનિયમિત વરસાદ અને ઓછા વાવેતરને લીધે લસણનું ઉત્પાદન ધાર્યા કરતાં ઓછું થયું હોવાના અંદાજ છે. વળી ગત વર્ષનો જૂનો સ્ટોક ખલાસ થવાના કારણે લસણના ભાવમાં ભડકો જોવા મળે છે. જોકે લસણનો પાક આ વખતે એક મહિના પહેલાં માર્કેટમાં આવ્યો છે. ખરી સિઝન હવે આવવાની છે. ત્યારે લસણના ભાવ માં શું ફરક પડશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.
લસણનો ઉપયોગ :
લસણ આપણા રસોઈ ઘરનો રાજા છે.લસણ વગરની રસોઈ ફીકકી છે. દાળ,શાક,ચટણી અને વિવિધ સ્પાઇશી વાનગી લસણ વગર અધૂરી છે. આયુર્વેદિક દ્રષ્ટિએ પણ લસણમાં અનેક પ્રાકારનાં વિટામીન ખનીજ તત્વો,ફૉસ્ફરસ,મેગેનીઝ,કેલ્શિયમ વગેર તેમજ તેમાં વિવિધ મિનરલ ભરપૂર માત્રમાં હોવાથી લસણનો ઉપયોગ શરીર માટે ખૂબ ફાયદા કારક છે.
લસણના ફાયદા :
લસણ એન્ટિ બાયોટિક્સ અને એન્ટિઓક્સિડેંટ એમ બંને પ્રકારે ફાયદા કારક છે. લસણ રક્તચાપ અને હ્રદય રોગ ,હાર્ટ બ્લોકેજ,ઇમ્યુનિટી વધારનાર,પેટનાં દર્દો,ચામદીનાં દર્દો, ઘૂંટણના દર્દો અને લોહીમાં રહેલા ટોકસીનને દૂર કરનારું છે. આમ અનેક રીતે લસણ ફાયદાકારક હોવાથી તેનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિ તરીકે પણ થાય છે. વળી લસણ થાકને દૂર કરનાર પણ છે. શિયાળામાં લસણ ખાવાના અદ્ભુત ફાયદા છે.
આ જુઓ:- ગુજરાત ગંજ બજારોમાં એરંડાની આવકો ધૂમ, ભાવ તળીયે ખેડૂતોમાં નિરાશા
મિત્રો અમોને વિવિધ સરતો દ્વારા મળતી માહિતી અહી આપના માટે રજૂ કરીએ છીએ, ખેડૂત મિત્રો તેમજ વેપારી મિત્રોને ફાયદા માટે માલ વેચાણ કે ખરીદમાટે કોઈ ભલામણ કરતા નથી. તેમજ આહારમાં લેવામાં આવતી વસ્તુઓનો ઉપયોગ કરવા ધંધાદારી નિષ્ણાત ની સલાહ લેવા વિનંતી છે. અમારા અવનવા માહિતી સભર આર્ટીકલ વાંચવા અમારી વેબ સાઇટ જોતા રહેશો આજનો અમારો આ આર્ટીકલ વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.