કોલ લેટર ડાઉનલોડ ગુજરાત સરકાર નોકરી & રોજગાર

GPSSB તલાટી કમ મંત્રી કોલ લેટર ડાઉનલોડ કરો અહિંથી, @ojas.gujarat.gov.in

Gpssb Panchayat Talati Exam Call Letter DOwnload
Written by Gujarat Info Hub

તલાટી કમ મંત્રી કોલ લેટર (Talati Admit Card 2023) : જાહેરાત ક્રમાંક 10/2021-22  અંતર્ગત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી એટલેકે ગ્રામ પંચાયત સેક્રેટરીની પરીક્ષા 7 મે ના રોજ લેવાનું આયોજન થઈ ગયેલ છે .પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી ચેરમેન શ્રી હસમુખ પટેલ દ્વારા સરકારી સંસાધનો વ્યય ના થાય અને પરીક્ષા આપનાર ઉમેદવારોને  પરીક્ષા આપવા  યોગ્ય પરીક્ષા સ્થળ મળે, ઉમેદવારોને યાતા યાત થી લઈ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા તેમજ દૂરથી આવતા ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરવા જુદી જુદી સંસ્થાઓને અપીલ કરે છે . તેમજ સોસીયલ મીડિયાનો ઉપયોગ કરી ઉમેદવારોની મૂંઝવણ નું નિરાકરણ પણ સતત કરતા રહે છે . પરંતુ પરીક્ષામાં ઘણા ઉમેદવારો ગેરહાજર રહેતા હોઈ સરકારી સંસાધનોના વ્યય ઘટાડવા અને વ્યવસ્થાને વધુ સારી બનાવવા આ વખતે ઉમેદવારો પરીક્ષા આપવાના છે કે નથી તે બાબતનું ઉમેદવારનું કન્ફર્મેશન મેશન ફોર્મ એટલે કે સંમતિ પત્ર ભરાવવવા માં આવ્યું છે .તમે પણ આ ફોર્મ ભરી દીધું હશે . જેમણે સંમતિ આપી છે તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે . કેમકે કોલ લેટર ડાઉનલોડ કરવામાં સંમતિ પત્રક માં દર્શાવેલ કોડ નાખવો પડશે . અહી તમને ગ્રામ પંચાયત તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત સ્ટેપ વાઇઝ બતાવવામાં આવશે જેથી અહી કોલ લેટર ડાઉનલોડ કરવાની લીંક પણ મૂકવામાં આવશે જેથી તમે સત્તાવાર વેબ સાઇટ Ojas ગુજરાત પરથી કોલ લેટર કાઢી શકશો .

તલાટી કમ મંત્રી કોલ લેટર

ભરતી કરનાર વિભાગનું નામ :ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
જાહેરાત ક્રમાંક :10/2021-22
ભરતી ની પોસ્ટનું નામ :તલાટી કમ મંત્રી કોલ લેટર ( Talati Cum Mantri Exam )
જગ્યાઓની કુલ સંખ્યા :3437 +
અરજી કર્યાની તારીખ : જાન્યુઆરી ફેબ્રુઆરી 2022
નોકરીનો પ્રકાર :સરકારી ( પંચાયત વિભાગ )
કન્ફર્મેશન સમયગાળો :13-04-2023 થી 20-04-2023 ના સવારના 11 સુધી કલાક સુધી
પરીક્ષા તારીખ અને સમય :7 મે 2023  બપોરના 12.30 કલાક થી 1:30 કલાક
કોલ લેટર ડાઉનલોડ તારીખ : 27-04-2023 ના બપોરના ૧ વાગ્યાથી
સત્તાવાર વેબ સાઈટ :https://gpssb.gujarat.gov .in
કોલ લેટર ડાઉનલોડ કરવાની વેબ સાઈટ :https://ojas.gujarat.gov.in

તલાટી કમ મંત્રી કન્ફર્મેશન કોડ :

પરીક્ષામાં ઘણા ઉમેદવારો ગેરહાજર રહેતા હોઈ સરકારી સંસાધનોના વ્યય ઘટાડવા અને વ્યવસ્થાને વધુ સારી બનાવવા આ વખતે ઉમેદવારો પરીક્ષા આપવાના છે કે નથી તે બાબતનું ઉમેદવારનું કન્ફર્મેશન મેશન ફોર્મ એટલે કે સંમતિ પત્ર ભરાવવવા માં આવ્યું છે .તમે પણ આ ફોર્મ ભરી દીધું હશે . જેમણે સંમતિ આપી છે તે ઉમેદવારો જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે . કેમકે કોલ લેટર ડાઉનલોડ કરવામાં સંમતિ પત્રક માં દર્શાવેલ કોડ નાખવો પડશે. કોલ લેટર ડાઉનલોડ કરતાં પહેલા તમને કન્ફર્મેશન માં મળેલો કોડ અને અરજીનો કન્ફર્મેશન નંબર  હાથ વગો રાખો અને નીચે દર્શાવ્યા મુજબના સ્ટેપને અનુસરો.

તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત :

Talati Admit Card Download: જે મિત્રો તલાટી કમ મંત્રીના નુંં કન્ફર્મેશન ફોર્મ ભર્યુ છે, તેઓ આવતી કાલથી તલાટી કમ મંત્રી કોલ લેટર નીચેના સ્ટેપ ફોલોવ કરી ડાઉનલોડ કરી શકશે.

  • સૌ પ્રથમ કોમ્પ્યુટરના બ્રાઉઝરને ઓપન કરો અને google સર્ચ માં OJAS ટાઈપ કરતાં https://ojas.gujarat.gov.in/ વેબ સાઈટ દેખાશે તેના પર કલીક કરી તેને ખોલો.
  • હવે ojas વેબ સાઇટ ઉપરના મેનુબારમાં call letter/Preference  દેખાય છે તે બટન પર કલીક કરો.
  • હવે Preliminary Call Letter અને Secondary Call Letter /  Preference એમ દેખાશે તમારે હવે Preliminary Call Letter બટન પર ક્લીક કરવાનું છે . તેમ કરવાથી એક નવું પેજ ખુલશે .
  • પેજમાં જ્યાં કન્ફર્મેશન નંબર ,કન્ફર્મેશન કોડ અને જન્મ તારીખ વગેરે માગવામાં આવેલી માહીતી ચોકસાઈ પુર્વક  ભરવાની છે .
  • તે વિગતો ભર્યા પછી “Print Call Letter” પર ક્લીક કરવાનું છે . હવે નવા પેજમાં કોલ લેટર ખુલશે તમારે પ્રિન્ટ કરતાં પહેલાં પેપર સાઇઝ A4 કરવાની છે . જેથી કોલ લેટર બે પેજ માં કાઢી શકશો .

તલાટી કમ મંત્રી કોલ લેટર ડાઉનલોડ કરવા માટે :- અહીંં ક્લિક કરો

હવે તલાટી કમ મંત્રી કોલ લેટર હાજરી પત્રમાં જણાવેલ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી જવી અને સૂચનાઓ માં જવાવ્યા મુજબ ફોટો ચોટાડવો પરીક્ષા ખંડમાં લઈ જવાનું ઓળખ કાર્ડ વગેરે તૈયાર કરી  કરી હાથ વગું રાખો અને સૂચનાઓને દયાને લો .

તલાટી કમ મંત્રી કોલ લેટર અંગેની જાહેરાત

અહીથી તલાટી કમ મંત્રી કોલ લેટર અંગે આજનું નોટીફીકેશન :

પંચાયત તલાટી કમ મંત્રી પરીક્ષા પ્રશ્નોત્તરી

પ્રશ્ન : 1 પંચાયત તલાટી કોલ લેટર ક્યાં સુધી ડાઉનલોડ કરી શકાશે ?

જવાબ : પંચાયત તલાટી પરીક્ષા કોલ લેટર 7 મે 2023 ના ૧૨:૩૦ કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે .

પ્રશ્ન : 2 પંચાયત તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા કઈ માહિતી ભરવી પડશે ?

જવાબ : પંચાયત તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા સંમતિ પત્રકમાં આવેલો કોડ ,અરજી કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી પ્રિન્ટ કોલ લેટર પર ક્લીક કરવાથી કોલ લેટર ખુલશે .

પ્રશ્ન : 3 સંમતિ પત્ર ભર્યું ના હોયતો કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે ?

જવાબ ; ના ,જેમણે પરીક્ષામાં બેસવા સંમતિ પત્ર ભર્યુજ જ નથી  તે ઉમેદવારોનો કોલ લેટર જનરેટ થશે નહી.  

આ પણ વાંચો :- TET 2 પરીક્ષા આન્સર કી અને OMR શીટ ડાઉનલોડ કરો

મિત્રો , પંચાયત તલાટી પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમે જરૂરી વિગતો નાખવા છતાં કોલ લેટર જનરેટ થતો ના હોયતો GPSSB કચેરીનો ફોન અથવા ઈ મેઈલ થી સંપર્ક કરી શકશો, કોલ લેટર ડાઉનલોડ કરવાની રીત વિશે કે અનુસારવાનાં સ્ટેપ વિશે આપનો કોઈ પ્રશ્ન હોયતો અમને કોમેંટમાં જણાવી શકો છો . આભાર !

About the author

Gujarat Info Hub

Leave a Comment