GSEB Board Exam 2024 :આજથી રાજયમાં ધોરણ 10 અને 12 ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. જો તમે ટ્રાફિકમાં અટકાઈ ગયા છો તો તમારે ગભરાવા કે ચિંતા કરવાની જરૂર નથી તમે આ હેલ્પલાઈન નંબર પર ફોન કરી ટ્રાફિક પોલીસની મદદ માગી શકો છો. 15 લાખથી વધુ વિધાર્થીઓ આજથી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપશે. સવારથી જ બેઠક નંબરો ચકાસવા માટે ભીડ જોવા મળી રહી હતી. વિધાર્થી સાનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું. બહારગામ થી આવનાર વિદ્યાર્થીઓ માટે યાતાયાત થી લઈ વેઠક વ્યવસ્થા,સીસીટીવી સહિત વહીવટી કામગીરીનું સતત નિરક્ષણ કરવામાં આવી રહ્યું હતું.
GSEB Board Exam 2024
પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલીના પડે તે માટે રાજ્યમાં પોલિસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ એક હેલ્પલાઈન નંબર પણ બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત બહારગામ થી આવનાર વિધાર્થિઓ ટ્રાફિકમાં ફસાઈ ગયા હોય તો આ નંબર પર ફોન કરીને મદદ મેળવી શકે છે. અમદાવાદ ગ્રામ્યમાં વિધાથીઓને ટ્રાંન્સપોર્ટેશનની વ્યવસ્થા મળે તે માટે અલગથી આયોજન પણ કરવામાં આવ્યુ છે.
પરીક્ષા કેન્દ્રોની વિગત :
રાજ્યમાં યોજાઇ રહેલ ધોરણ ૧૦ અને ૧૨ ની વર્ષ ૨૦૨૪ ની બોર્ડની પરીક્ષામાં કુલ ૧૫ લાખથી વધુ વિધાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધોરણ ૧૦ માં ૯ લાખથી વધુ વિધાર્થી પરીક્ષા આપશે. જેમાં ૧.૬૫ લાખ વિધાર્થિઓ ધોરણ ૧૦ ની રિપિટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા કુલ ૯૮૧ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી રહી છે. આ વખતની બોર્ડની પરીક્ષામાં ૧૩૦ થી વધુ જેલ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ ૧૨ ની વાત કરવામાં આવે તો ૪ લાખથી વધુ વિધાર્થીઓ સામન્ય પ્રવાહ અને ૧ લાખથી વધુ વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. ધોરણ ૧૨ ના વિધાર્થીઓ માટે કુલ ૬૬૩ કેંદ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વિવિધ સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત :
રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈ બહેનો હળવાશ પૂર્ણ માહોલ માં પરીક્ષા આપી શકે તે માટે શિક્ષણ વિભાગ, જે તે સંસ્થાનું નિયામક મંડળ રાજકીય આગેવાનો ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા કેન્દ્ર પર હાજર રહી વિદ્યાર્થીને પુષ્પ આપી આવકાર્યા હતા. અને તેમને ઉત્સાહ પૂરો પાડયો હતો. ઘણી જગ્યાએ મીઠાઇ આપી મો પણ મીઠું કરાવ્યુ હતું. આમ સમગ્ર રાજયમાં હળવાશ અને શાંતિ પૂર્ણ વાતાવરણમાં ધોરણ 10 અને 12 પરીક્ષાઓનો શુભારંભ થયો છે.
આ પણ વાંચો : Solar Panel Scheme: હવે તમે આ રીતે લગાવો તમારા ઘરે સોલાર પેનલ, સરકાર પણ કરશે મદદ