નોકરી & રોજગાર

GSRTC Conductor Bharti 2023: કંડકટરની કુલ 3342 જગ્યાઓ માટે અરજી કરો અને જાણો સંપૂર્ણ સિલેબસ

GSRTC Conductor Bharti 2023
Written by Gujarat Info Hub

GSRTC Conductor Bharti 2023: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કંડકટર ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે જેની અરજી કરવાની છેલ્લી તારીખ 06 સ્પ્ટેમ્બર 2023 છે. જે ઉમેદવારો આ કંડકટર ની ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવે છે તેઓ છેલ્લી તારીખ પહેલા કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.

GSRTC Conductor Bharti 2023

વિભાગગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)
પોસ્ટ નું નામકંડકટર
કુલ જગ્યાઓ3342
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઈન
કેટેગરીભરતી અને રોજગાર
સત્તાવાર વેબસાઇટhttps://www.gsrtc.in

ભરતીની પોસ્ટ અને જગ્યાઓ

કંડકટર ની કુલ 3342 ખાલી જગ્યાઓ માટે ભરતી થશે

પગાર ધોરણ

કંડકટરની પોસ્ટ માટે પસંદગી પામેલ ઉમેદવારો માટે શરૂઆતના પાંચ વર્ષ માટે 18,500/- ફિક્સ પે મુજબ પગાર ધોરણ રહેશે, ત્યારબાદ કર્મચારીનું ફિક્સ પે હટી જશે અને તેમનું પગાર ધોરણ રૂ. 15,700-50,000 પે મેટ્રીક મુજબ પગાર ધોરણ રહેશે.

શૈક્ષણિક લાયકાત

12 પાસ ઉમેદવાર આ કંડક્ટર ની પોસ્ટ માટે અરજી કરી શકે છે અને વધુ શૈક્ષણિક માહિતી માટે ઓફિશિયલ જાહેરાત જોઈ શકો છો.

પરીક્ષા ફી

રૂ 58

વયમર્યાદા

આ ભરતી માટે ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ તથા વધુ ઉમર 34 વર્ષ કે તેથી વધુ ના હોવી જોઈએ જ્યાં મહિલાઓ માટે 39 વર્ષ કે તેથી વધુ ના હોવી જોઈએ પરંતુ કેટેગરી પ્રમાણે ઉમરમાં છૂટછાટ આપવામાં આવશે. જે માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો.

કંડકટર સિલેબસ

  • સામાન્ય જ્ઞાન – ગુજરાતનો ઇતિહારા / ભુગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો.૧ર કક્ષાનું) ૨૦ ગુણ
  • રોડ સેફટી ૧૦ ગુણ
  • ગુજરાતી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) ૧૦ ગુણ
  • અંગ્રેજી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) ૧૦ ગુણ
  • ક્વોંટઈટેટીવ એપ્ટીટયુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ (ધો. ૧ર કક્ષાનું) :- ૧૦ ગુણ
  • નિગમને લગતી માહિતી / ટીકીટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો:- ૧૦ ગુણ
  • મોટર વ્હીકલ એકટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો – પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો – કંડકટરોની ફરજો. ૧૦ ગુણ
  • કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો ૨૦ ગુણ

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ ઓજસ વેબસાઇટ ની મુલાકાત લો
  • હોમપેજ પર નવીનતમ જાહેરાત વિભાગ પર જાઓ.
  • ગુજરાત ST કંડક્ટર ભરતી જાહેરાત GSRTC/2023 ડાઉનલોડ કરો અને નિયમો અને શરતોની કાળજીપૂર્વક સમીક્ષા કરો.
  • જો તમે પાત્રતાના માપદંડોને પૂર્ણ કરો છો, તો નોંધણી પ્રક્રિયા શરૂ કરવા માટે “હવે અરજી કરો” લિંક પર ક્લિક કરો.
  • તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય સંબંધિત વિગતો ચોક્કસ રીતે ભરો.
  • તમારા પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી ફોટો અપલોડ કરો.
  • દાખલ કરેલી બધી વિગતો ચકાસો અને નોંધણી પૂર્ણ કરવા માટે “પુષ્ટિ કરો” પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારું ST કંડકટર નું ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટ નિકાળી રાખો.

અગત્યની લિન્ક

Conductor Bharti Notificationઅહીં ક્લિક કરો
સત્તાવાર સાઇટ પર જવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ જુઓ:- અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ 1027 જગ્યાઓ માટે જાહેરાત

મિત્રો, GSRTC Conductor Bharti 2023 માટે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેઓ જલ્દીથી પોતાનું ફોર્મ ભરી શકે છે અને એસટી ડ્રાઈવર માટે પણ જાહેરાત બહાર પડેલ છે જેની ઓફિશિયલ નોટિફિકેશન વાંચી તે મુજબ ઓનલાઈન અરજી કરી શકો છો. એસટી કંડક્ટર ભરતી માટે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવી શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment