Answer Key

Gsssb Answer Key 2024 ગૌણ સેવા પસંદગી મંડળે ત્રણ પરીક્ષાની CBRT આન્સર કી એક સાથે જાહેર કરી, અહીથી જાણો ડાઉનલોડ કરવાની રીત

Gsssb Answer key 2024
Written by Gujarat Info Hub

Gsssb Answer Key 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રણ ત્રણ પરીક્ષાઓની આન્સર કી જાહેરકારવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 221 ગ્રાફિક ડિઝાઇનર,જાહેરાત ક્રમાંક 215 પ્લાનિંગ આસિસ્ટન્ટ તેમજ મહેસૂલ અને વન અને પર્યાવરણ વિભાગના સર્વેયરની જાહેરાત ક્રમાંક 213 ની પ્રોવિઝનલ આન્સર કી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે.

મિત્રો ઉપર જણાવેલ વર્ગ 3 ની ત્રણેય પરીક્ષાઓ ગ્રાફિક ડિઝાઇનર,પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સર્વેયરની પરીક્ષા ગત 30 માર્ચ 2024 ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવી હતી. આ ત્રણેય પરીક્ષાઓ CBRT પધ્ધતિ એટલે કે Computer Base Recruitment Test પધ્ધતિથી યોજવામાં આવેલ હતી. આન્સર કી સામે ઉમેદવારોને વાંધા કે સૂચનો તારીખ : 17/04/2024 સમય 23.59 કલાક સુધી ઓન લાઇન સબમિટ કરવાના રહેશે.

આપ આન્સર કી મુજબ આપને આપવામાં આવેલા પ્રશ્નોના સાચા જવાબો ચકાસી શકશો. તેમજ આપના મતે આન્સર કી માં કોઈ વાંધો જણાય છે. અથવા આન્સર કી સામે આપ કોઈ સૂચના આપવા માગો છો તો આપ આપના વાંધા અને સૂચનો જરૂર થી આપી શકશો. પરતું આપ પત્ર દ્વારા કે ટપાલ દ્વારા સૂચનો આપવાને બદલે મંડળ દ્વારા અહી આપવામાં આવેલી લિન્ક દ્વારાજ આપ નિયત આધારો રજૂ કરીને આપના વાંધા અથવા સૂચનો મંડળને આપી શકશો

મિત્રો અમે અહી આપને આન્સર કી જોવા માટેની અને આપના વાંધા અથવા સૂચનો મંડળને મોકલવાની રીત પણ આપને બતાવીશુ માટે આપ લેખના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેશે.

આન્સર કી ડાઉનલોડ કરવાની રીત :

સૌ પ્રથમ આપેલ લિન્ક પર ક્લિક કરવાથી એક બોક્સ ખુલશે તેમાં  આપનો રોલ નંબર અને આપની જન્મ તારીખ નાખવાની છે. જન્મ તારીખ માત્ર આંકડામાં નાખવાની છે. દાત. કોઇની ઉમર 01/06/1990 હોયતો 01061990 એમ નાખવાની છે.તેમજ  ઇમેજ ટેક્સમાં દેખાતા ટેક્સ (કેપચા) નાખી LOGIN બટન પર ક્લિક કરવાથી એક નવી સ્કીન ખુલશે તેમાં ઉપર જોતાં ત્રણ ઓબ્સન જોવા મળશે.

(1)Applicant Detail (2) Provisional Answer Key  (3) Objection Form

પ્રથમ ઉમેદવારની માહિતી હશે તેની જમણી બાજુ  Provisional Answer ની ટેબ પર ક્લિક કરી આપ પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશો. આપ જમણી બાજુ ઉપર Print ટેબ પર ક્લિક કરી આન્સર કી પ્રિન્ટ કરી શકશે. Save AS PDF પર ક્લિક કરી તમે તમારી ડિવાઈસમાં સેવ કરી શકશો.

વાંધા અને સૂચન રજૂ કરવા માટે :

હવે તમે વાંધા અને સૂચનો રજૂ કરવા માટે Objection Form ટેબ પર ક્લિક કરવાથી સૌ સૌ પ્રથમ વાંધા અને સૂચનો માટે સૂચના બોક્સ ખુલશે તેમાં આપેલી સૂચનાઓ કાળજી પૂર્વક વાંચી ક્લોઝ ટેબ પર ક્લિક કરી Form To Rise Objection માં વિગતો ભરી તમારા પ્રશ્નપત્રના પ્રશ્ન આઈડી મુજબ સૂચના મુજબ આધારો રજૂ કરી તમારા વાંધા અને સૂચનો મોકલી શકશો.

આન્સર કી ડાઉનલોડ તથા વાંધા સૂચનો રજૂ કરવાની  લિન્ક :

આન્સર કી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
વાંધા/સૂચન ઓન લાઇન રજૂ કરવાની છેલ્લી તારીખ  17/04/2024 સમય 23.59 કલાક

ગૌણ સેવા પસંદગી મંડળની વેબ સાઇટ પરથી આપ આન્સર કી અને આપના વાંધા અને સૂચનો માટેનું સતાવાર નોટિફિકેશન જોઈ આપની આન્સર કી ડાઉનલોડ કરવા અને આપનાં સૂચનો મંડળને રજૂ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરીને GSSSB ની વેબ સાઇટ પર જઈ શકશો.

ગૌજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબ સાઇટ પર જવા માટે : અહી ક્લિક કરો

આ પણ વાંચો : Gujarat Police Bharti 2024 : પોલીસ ભરતી માટે ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારો,ભરતી બોર્ડની આ સૂચનાઓ પણ વાંચી લેજો

About the author

Gujarat Info Hub

Leave a Comment