આજના માર્કેટયાર્ડ ભાવ

Tobacco Rate 2024 : બનાસકાંઠાના ડીસા અને થરા માર્કેટયાર્ડ તમાકુના પાકથી ઉભરાયાં ખેડૂતોને તમાકુના ઐતિહાસિક ભાવ મળ્યા

Tobacco rate today 2024
Written by Gujarat Info Hub

Tobacco Rate 2024: બનાસકાંઠા નાં ડીસા અને કાંકરેજ તાલુકાના થરા તથા શિહોરી સબ માર્કેટયાર્ડ માં તમાકુની અઢળક આવકો અને આગઝરતી તેજી ગત વર્ષની સરખામણીએ ખેડૂતોને બંપર ભાવ મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ.

બનાસકાંઠાનાં તમાકુના વેપારના કેન્દ્ર ગણાતાં ડીસા અને થરા માર્કેટયાર્ડ તથા શિહોરી સબયાર્ડમાં તમાકુની અઢળક આવકો હોવા છતાં ખેડૂતોને એક મણના ડીસા ગંજ બજારમાં 2900 રૂપિયા જ્યારે થરા માર્કેટયાર્ડમાં રૂપિયા 2760 અને શિહોરી સબ યાર્ડમાં 2775   રૂપિયાના ભાવ મળ્યા હતા.

ગુજરાતમાં ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં તમાકુનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચરોતર પ્રદેશ તરીકે ઓળખાતો ખેડા જિલ્લો,મહીસાગર,અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં પણ તમાકુનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મહી નદીના ભાઠામાં પણ તમાકુનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠાના ડીસા,ધાનેરા,કાંકરેજ  તાલુકાના ખેડૂતો રોકડિયા પાક તરીકે તમાકુના પાક ને પસંદ કરી રહ્યા છે. કેટલાક અનુભવીઓનું માનીએતો ચાલુ સિઝનમાં  એકલા બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે તમાકુનું વાવેતર 6300  હેક્ટર જમીનમાં થયું હોવાનું જણાવે છે.

જ્યારે ભાવની વાત કરવામાં આવેતો ખેડૂતોને ડીસા અને થરા માર્કેટયાર્ડમાં તમાકુના ભાવ રૂપિયા 1700 થી 2900 રૂપિયા સુધીના એક મણના સારા ભાવ મળતાં તમાકુનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે.

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં વાદળ અને વરસાદની આગાહીના લીધે ખેડૂતોએ પોતાનો તમાકુનો માલ વેચવા માર્કેટયાર્ડમાં લાવવામાં આવતાં ડીસા માર્કેટયાર્ડમાં 30000 બોરીની આવક નોધાઈ હતી જ્યારે થરા માર્કેટયાર્ડમાં પણ બંપર આવક થવા પામી છે.

Tobacco Rate 2024

શિહોરી સબ યાર્ડ  :2775

થરા માર્કેટયાર્ડ  : 2760

ડીસા માર્કેટયાર્ડ : 2900

About the author

Gujarat Info Hub

Leave a Comment