નોકરી & રોજગાર

LRD Bharti 2024: ગુજરાત પોલીસ દળમાં સબ ઈન્સ્પેકટર અને લોક રક્ષક દળ સંવર્ગની વિવિધ કેડરની 12472 જગ્યાઓ માટે  બંપર ભરતી

Gujarat Police Bharti 2024
Written by Gujarat Info Hub

LRD Bharti 2024: ગુજરાત પોલીસ દળમાં બીન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોક રક્ષક દળ સંવર્ગની વિવિધ કેડરની 12472 જગ્યાઓ માટે  બંપર ભરતી. પોલીસ વિભાગમાં પોલીસ સબ ઈન્સ્પેકટર વર્ગ 3 અને લોક રક્ષક સંવર્ગની બીન હથિયારી પોલીસ કોન્સટેબલ, હથિયારી પોલીસ કોન્સટેબલ,રાજ્ય અનામત પોલીસ દળ અને જેલ સિપોઇની કુલ 12472  જેટલી બંપર જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરવા સારું ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. જે લોકો પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોક રક્ષક માટેની વિવિધ જગ્યાઓ માટે લાયકાત ધરાવે છે. અને પોલીસ ભરતી માટે ઉત્સુક છે. તેમણે  તારીખ: 04/04/2024 ના બપોરે 3.00 કલાક થી તારીખ : 30/04/2024 રાત્રીના 23.59 સુધી https ://ojas.gujarat.gov.in  વેબ પોર્ટલ પર તેમની અરજી ઓન લાઇન અરજી કરવાની રહેશે.

LRD Bharti 2024

ભરતી કરનાર સંસ્થાનું નામગુજરાત પોલીસ ભરતી બોર્ડ
જાહેરાત ક્રમાંકGPRB/202324/1
ભરતી સંવર્ગોનું નામપોલીસ સબ ઈન્સ્પેકટર અને લોક રક્ષક સંવર્ગની વિવિધ કેડર
કુલ જગ્યાઓ12472
ભરતીનું સત્તાવાર જાહેરાત જોવા માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેojas.gujarat.gov.in
હેલ્પ લાઇન નંબર1800 233 5500

સંવર્ગવાર જગ્યાઓની વિગત :

સંવર્ગ વાર નીચે કોષ્ટક્માં દર્શાવ્યા મુજબની સંખ્યામાં પોલીસ કેડર વર્ગ : 3 માં ભરતી કરવામાં આવશે.

જગ્યાનું નામભરતીની સંખ્યા
બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર472
બિન હથિયારી પોલીસ કોન્સટેબલ  6600
હથિયારી પોલીસ કોન્સટેબલ  3302
જેલ સિપોઈ1098
હથિયારી પોલીસ કોન્સટેબલ  SRP1000
કુલ જગ્યાઓ12472

વય મર્યાદા :

પોલીસ સબ ઈન્સ્પેકટરની જગ્યા માટે ઓછામાં ઓછી ઉમર 21 વર્ષ અને વધુમાં વધુ વય 35 વર્ષ એટલેકે ઉમેદવાર તારીખ :30/04/1989 થી તારીખ 30/04/2003 વચ્ચે જન્મેલા હોવા જોઈએ અનામત કક્ષાના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમો મુજબ છૂટ છાટ મળવા પાત્ર થશે.

જ્યારે લોક રક્ષક કેડર માટે ઉમેદવારની વય મર્યાદા લઘુતમ 18 વર્ષ તેમજ મહતમ 33 વર્ષ એટલેકે ઉમેદવાર તારીખ :30/04/1991 થી 30/04/2006 વચ્ચે જન્મેલા હોવા જોઈએ અનામત ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિયમો અનુસાર છૂટ છાટ મળશે. છૂટ છાટ બાદ ઉમેદવારોની વય કોઈ પણ સંજોગોમાં 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

શૈક્ષણિક લાયકાત :

પોલીસ સબ ઈન્સ્પેકટર માટેની શૈક્ષણિક લાયકાત કોઈ પણ માન્ય યુનિવર્સિટીના સ્નાતક અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ જ્યારે લોક રક્ષક કેડર માટે ઉમેદવાર ધોરણ 12 હાયર સેકન્ડરી અથવા સમકક્ષ પરીક્ષા પાસ થયેલ હોવા જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટર સહિત ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

આ જુઓ:- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગર પાલિકામાં 731 જગ્યાઓ માટે બ્મપર ભરતી

પરીક્ષા ફી :  

પોલીસ સબ ઈન્સ્પેકટર તથા લોક રક્ષક સંવર્ગની ઓન લાઇન અરજી કરનાર ઉમેદવારો પૈકી સામાન્ય વર્ગના ઉમેદવારોએ રૂપિયા 100 પરીક્ષા ફી તથા લાગુ પડતા બેંક ચાર્જ સહિત માત્ર ઓન લાઇન ભરવાના રહેશે.  તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની નથી.

શારીરિક ધોરણો :

પોલીસ ભરતી બોર્ડની કસોટી પહેલાં ભરતી બોર્ડ દ્વારા નક્કી કરેલાં શારીરિક ધોરણો અને તબીબી પરીક્ષણમાં નિયમો અનુસાર ખરા ઉતારવા જોઈએ.

  • મુળ ગુજરાતના અનુસુચિત જન જાતિના પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 162 સેમી અને છાતીનું માપ ફુલાવ્યા વગર 79 સેમી તથા છાતી ફુલાવ્યા પછીનું માપ 84 સેમી અને છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેમી હોવો જોઈએ.
  • મુળ ગુજરાતના અનુસુચિત જન જાતિ સિવાયના તમામ  પુરુષ ઉમેદવારોની ઊંચાઈ 165 સેમી અને છાતીનું માપ ફુલાવ્યા વગર 79 સેમી તથા છાતી ફુલાવ્યા પછીનું માપ 84 સેમી અને છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેમી હોવો જોઈએ.
  • મુળ ગુજરાતના અનુસુચિત જન જાતિના મહિલા ઉમેદવારોની ઊંચાઈ 150 સેમી હોવી જોઈએ.
  • મુળ ગુજરાતના અનુસુચિત જન જાતિસિવાયના  મહિલા ઉમેદવારોની ઊંચાઈ 155 સેમી હોવી જોઈએ.

શારીરિક કસોટી : ( Physical Test  )

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈસ્પેક્ટર PSI વર્ગ 3 તથા લોક રક્ષક સંવર્ગ માટે એકજ શારીરિક કસોટી રાખવામાં આવેલ છે. પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોક રક્ષક બંનેમાં અરજી કરનાર ઉમેદવારોએ પણ એક વખત શારીરિક કસોટી આપવાની રહેશે જો ઉમેદવારોને શારીરિક કસોટી માટે એક કરતાં વધુ કોલ લેટર મલેતો પણ ઉમેદવારે પ્રથમ તારીખ વાળી શારીરિક કસોટીમાં ઉપસ્થિત થવાનું રહેશે.

તમામ જગ્યાઓ માટે શારીરિક કસોટીનાં ધોરણો નીચે મુજબ રાખવામાં આવેલ છે.

  • તમામ સંવર્ગના પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ વધુમાં વધુ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે.
  • તમામ સંવર્ગમાં મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડ 9 મિનિટ અને 30 સેકંડમાં પૂરી કરવાની રહેશે.
  • એક્સ સર્વિસમેન માટે 2400 મીટર દોડ વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકંડમાં પૂરી કરવાની રહેશે.

મુખ્ય પરીક્ષા :

પોલીસ સબ ઈન્સ્પેકટર

શારીરિક કસોટીમાં સફળ થયેલ ઉમેદવારોને પોલીસ સબ ઇસપેકટર કેડરની મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે મુખ્ય પરીક્ષા માં MCQ પધ્ધતિ અનુસાર બે પ્રશ્નપત્ર રાખવામાં આવશે તેમાં જવાબ માટેના 4 વિકલ્પો માંથી ઉમેદવારોએ ખરો વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો રહેશે દરેક ખોટા વિકલ્પ માટે 0.25 ટકા નકારાત્મક ગુણ કાપવામાં આવશે. તેમજ જવાબ ના આપવાનો વિકલ્પ પસંદ કરવા પર કોઈ નકારાત્મક ગુણ કાપવામાં આવશે નહી.

લોક રક્ષક સંવર્ગ માટે મુખ્ય પરીક્ષા :

લોક રક્ષક સંવર્ગની લેખિત પરીક્ષામાં MCQ ટેસ્ટમાં શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારોને બોલાવવામાં આવશે કેખિત કસોટીમાં 200 ગુણનું એક પ્રશ્ન પત્ર બે વિભાગનું રહેશે. બંને વિભાગમાં પાસ થવું ફરજીયાત છે.

મેરીટ યાદીમાં વધારાના ગુણ :

પોલીસ સબ ઈન્સ્પેકટર સહિત લોક રક્ષક કેડર માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમો અનુસાર રમતગમત ક્ષેત્રે કરેલ દેખાવ રક્ષા શક્તિ રાષ્ટ્રીય યુનિવર્સિટી તથા નેશનલ ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટીમાં કરેલ અભ્યાસનો સમયગાળો દયાને લઈ વધારા ગુણ ઉમેદવારોને મળશે તેમજ એન.સી.સી. સર્ટિફિકેટ્સ ધરાવતા ઉમેદવારોને પણ નિયમોનુસાર વધારાના ગુણ મળશે.

ઉમેદવારોએ લેખિત કસોટીમાં મેળવેલા ગુણ વત્તા તેમણે ઉપરોક્ત દર્શાવેલ બાબતોના મેળવેલા વધારાના ગુણ ના સરવાળા જેટલા ગુણની મેરીટ યાદી બનશે.

સામાન્ય શરતો :

પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોક રક્ષક ભરતી માટે ઉમેદવારોએ લાયકાત અંગેની સામાન્ય શરતો,વય મર્યાદામાં છૂટછાટ,શૈક્ષણિક લાયકાત અરજી કરવાની રીત તેમજ વધારાના માર્ક અને બીજી વધુ સૂચનાઓની માહિતી મેળવવા પોલીસ ભરતીનું સત્તાવાર નોટિફિકેશન જોઈ કાળજી પૂર્વક વાંચી લીધા બાદજ અરજી કરવા વિનંતી છે.

તેમજ આ ઉપરાંત વધુ માહિતીની જરૂર હોયતો ઉમેદવારો કચેરી સમય દરમ્યાન હેલ્પ લાઇન નંબરથી કચેરીનો સંપર્ક કરી શકશે.

આ પણ વાંચો : Gujarat PSI Syllabus 2024: હવે પીએસઆઈ બનવા નવા સિલેબસ મુજબ આજથીજ તૈયારી શરૂ કરી દો

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment