નોકરી & રોજગાર

Gujarat Post Office Bharti 2023: ગુજરાત પોસ્ટ ઓફિસ માં 2017 જગ્યાઓ માટે ભરતી

Gujarat Post Office Bharti
Written by Gujarat Info Hub

Gujarat Post Office Bharti 2023: મિત્રો, પોસ્ટ ઓફિસ વિભાગની દ્વારા પોસ્ટગાર્ડ, મેઈલ ગાર્ડ જેવી જગ્યાઓ માટે ગુજરાત માં કુલ 2017 જગ્યાઓ માટે ભરતી પ્રકિયા ની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. જેમાં કેટેગરી પ્રમાણે કુલ 2017 જગ્યાઓ GDS એટલે કે ગ્રામીણ ડાક સેવક માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

Post GDS Bharti માં જુદી જુદી પોસ્ટ માટે જેવી કે બ્રાન્ચ પોસ્ટ મેનેજર, એસસીસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ મેનેજર અને ડાક સેવક માટે જે ઉમેદવાર નોકરી કરવા માગતા હોય તેમના માટે આ ઉતીર્ણ તક છે.

જે લોકો પોસ્ટ ઓફિસ ભરતી 2023 માટે અરજી કરવા માંગતા હોય તેઓને પોતની શૈક્ષણિક લાયકાત અને ઉંમર ને ધ્યાન માં રાખીને નિમણૂંક આપવામાં આવશે. આ ભરતી માં 10 પાસ વાળા ઉમેદવાર પણ અરજી કરી શકે છે અને આ ભરતી કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી છે.

જે ઉમદવાર પોસ્ટની ભરતી માં અરજી કરવા માંગતા હોય તે તારીખ 16/02/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે અને Gujarat Postal GDS 2023 ની ભરતી માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે થી જોઈ શકશો.

Post Office Bharti Gujarat : Overview

સંસ્થા નું નામપોસ્ટ વિભાગ ઇન્ડિયા
કુલ જગ્યાઓ 2017 જગ્યાઓ
જગ્યાનું નામ ગ્રામીણ ડાક સેવક (GDS)
નોકરીનું સ્થળ ગુજરાતમાં કોઇપણ જ્ગ્યાએ
અરજી કરવાની તારીખ 27 જાન્યુઆરી થી 16 ફેબ્રુઆરી 2023
અરજી પ્રકિર્યા ઓનલાઈન
વેબસાઈટ indianpostgdconline.gov.in

OJAS Post Office Bharti 2023 – કુલ જગ્યાઓ


કેટેગરીકુલ જગ્યાઓ
જનરલ 880
ઓબીસી 483
SC 96
ST 301
EWS 210
PWD 47
કુલ 2017

Gujarat Post Office Recruitment 2023 Notification – પોસ્ટ ઓફિસ ભરતી જાહેરનામું

મિત્રો પોસ્ટ ઓફિસની ભરતીની નોટિફિકેશન PDF તમે અહીં થી મેળવી શકો છો અને તેને ધ્યાન પૂર્ણક વાંચવી જરૂરી છે કેમ કે તેના દ્વારા તમારી પાત્રતા તમને ખબર પડશે. અને Gujarat Post office bharti ની શૈક્ષણિક લાયકાત, વાયમર્યાદા, અરજી પ્રકિયા, અરજી ફી, સિલેકશન પ્રોસેસ અને મહત્વ તારીખ વગેરે અમે અહીં નીચે સમજાવેલ છે જેને ધ્યાન પૂર્વક વાચી અને તમે અરજી કરી શકો છો.

Gujarat Postal Jobs 2023 Eligibility Criteria – લાયકાત

શૈક્ષણિક લાયકાત

  • Post Office Bharti માટે ઉમેદવારે ધોરણ 10 પાસ સાથે ઇંગલિશ અને ગણિત વિષય ફરજીયાત હોવો જોઈએ.
  • ઉપરોક્ત લાયકાત ઉપરાંત જો ઉમેદવાર ગુજરાતી છે તો ગુજરાતી વિષય સાથે 10 પાસ થયેલ હોવો જોઈએ.

વ્યમર્યાદા

  • ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધું 40 વર્ષ સુધી રહેશે પરંતુ અનામત કેટેગરી પ્રમાણે નીચે મુજબ છૂટ છાંટ મળશે.
  • ઓબીસી કેટેગરી માટે : 03 વર્ષ (43 )
  • SC/ST કેટેગરી માટે : 05 વર્ષ (45)
  • PWD+ GENERAL/EWS : 10 વર્ષ (50)
  • PWD+ ઓબીસી : 13 વર્ષ (53)
  • PWD+SC/ST : 15 years (55)

Gujarat Post GDS Bharti Salary : પગાર ધોરણ

  • બ્રાન્ચ પોસ્ટ માસ્ટર નું શરૂઆત નો પગાર રુ 12,000 થી રુ 29,380 સુધી રહેશે.
  • ડેપ્યુટી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક નો પગાર રુ 10,000 થી લઈને રુ 24,470 સુધી રહેશે.

Selection Process for Gujarat Post Recruitment 2023

મિત્રો, પોસ્ટની ભરતીમાં તમારું મેરીટ લિસ્ટ ઓટોમેટિક બનશે. તમારા 10 પાસ ના મેરીટ પ્રમાણે તમારી કેટેગરી માં આવતા બધા વિધાર્થી ઓનું મેરીટ લિસ્ટ બહાર પડશે જેમાં તમારી કેટેગરી ની કુલ જગ્યાઓ ના થોડાક વધું ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામા આવશે અને તેઓના ડોક્યુમેન્ટ બાદ ફાઇનલ સિલેક્શન થશે જે મેરીટ અને ડોક્યુમેન્ટ આધાર પર થશે.

ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી અરજી ફી – Post Office Vacancy Application Fees

Gujarat Post Office Bharti 2023 માં ઉમદવાર પોતાની અરજી પ્રકિયા માં છેલ્લે અરજી ફી ભરવાની થાય છે જે તમે નજીકની પોસ્ટ ઓફિસ થી પણ ભરી શકો અથવા ઓનલાઇન પેમેન્ટ લીક પર ક્લિક કરી ઓનલાઇન ભરી શકો

  • જનરલ પુરૂષ, ઓબીસી પુરૂષ અને EWS પુરુષ માટે અરજી ફી રૂપિયા 100 રહેશે.
  • જયારે SC/ST, PWD અને બધી મહિલા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની થશે નહીં

Gujarat Post Office Recruitment 2023 Apply online Last date

  • નોટિફિકેશન તારીખ :- 27 જાન્યુઆરી 2023
  • અરજી ફોર્મ ભરવાનું કયારાથી શરૂ તારીખ :- 27 જાન્યુઆરી 2023
  • અરજી ફોર્મ છેલ્લી તારીખ :- 16 ફેબ્રુઆરી 2023
  • ફી ભરવાની છેલ્લી તારીખ :- 16 ફેબ્રુઆરી 2023
  • ફોર્મ માં ફેરફાર કરવાની છેલ્લી તારીખ :- 17 ફેબ્રુઆરી થી 19 ફેબ્રુઆરી 2023
  • પોસ્ટ ભરતી રિઝલ્ટ તારીખ હજુ સુધી જાહેર નહીં થયેલ

Gujarat Post Office Recruitment 2023 Apply Online – અરજી કેવી રીતે કરવી

જે મિત્રો ઉપરોક્ત વિગત જોઈ લીધા બાદ જો પોસ્ટ ઓફિસ ડાક સેવક ભરતી માટે લાયકાત છો અને અરજી કરવા માગો છો તો બધા ડોક્યુમેન્ટ સાથે રાખી અમારા નીચે ના સ્ટેપ જુઓ.

  • હવે હોમપેજ પર તમે ડાબી સાઈડના મેનુ માં નોટિફિકેશન પર ક્લિક કરી નોટિફિકેશન જોઈ શકો છો
  • હવે તમેં જો અગાઉ રેજીસ્ટ્રેશન કરાવેલ હોય તો રેજીસ્ટ્રેશન નંબર દ્વારા ડાયરેકટ અરજી કરી શકો છો
  • પરંતુ જો પેહલી વાર હોવ તો “Registration” મેનુ પર ક્લિક કરો
  • હવે નવા મેનુ માં તમારે તમારી પર્સનલ માહિતી નાખવાની રહેશે જેવી કે મોંબાઈલ નંબર, ઇ-મેઇલ, જન્મ તારીખ, તમારી કેટેગરી, અને સર્કલ જેમાં ગુજરાત પસંદ કરો.
  • હવે તમારે 10મું પાસ ક્યાં વર્ષ માં કર્યું તે નાખી સબમિટ બટન પર ક્લિક કરો
  • હવે તમને રેજીસ્ટ્રેશન નંબર મળશે જેને સેવ કરી લેવો
  • ત્યારબાદ Apply Online મેનુ પર ક્લિક કરો અને “Apply” પસંદ કરો.
  • હવે તમારી સામે નવું મેનુ ખુલશે જેમાં રેજીસ્ટ્રેશન નંબર નાખવાનો ત્યારબાદ તમારું સર્કલ પસંદ કરી સબંમિટ બટન પર ક્લીક કરો.
  • હવે તમારી સામે Post Bharti Application Form ખુલશે જેમાં તમારે માગેલી માહિતી નાખવાની થશે.
  • ત્યારબાદ તમારા ડિજિટલ સાઈન ( 20 kb) અને તમારો ફોટો (50 kb) અપલોડ કરવાનો થશે.
  • હવે તમારે ઓનલાઇન ફી ભરવાનું ચલણ પ્રિન્ટ કરવાનું રહેશે.
  • હવે બધી માહિતી ફરીથી ચકાશી જો ઓકે હોય તો સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમને યુનિક રેજીસ્ટ્રેશન નંબર (URN) નંબર મળશે જે તમારે સેવ કરીને રાખવાનો રહેશે.

મિત્રો, જો તમે પણ ધોરણ દસ પાસ છો તો તમે પણ Gujarat Post Office Bharti 2023 માં અમારા ઉપરના સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકો છો. ઈન્ડિયન પોસ્ટ ઓફિસ ભરતીમાં કુલ ૨૦૧૭ જગ્યોઓ ધોરણ ૧૦ ના મેરીટ આધાર પર ભરવામાં આવશે, જો તમે હજુ સુધિ અરજી નથી કરી તો જલ્દી કરો અને કોઇપણ પ્રકારની મુઝવણ હોય તો અમને કોમેન્ટ કરી જણાવી શકો અને આવી નવી નોકરી અને રોજગાર ની માહિતી માટે આમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો.

Spread the love

About the author

Gujarat Info Hub

2 Comments

  • હું અમદાવાદ ની રહેવાસી છું અને 11 પાસ છું મારે પોસ્ટ ભરતી માટે online apply કરવી છે તો હવે પછી ક્યારે હું apply શકું ?? એ મને જણાવશો please!🙏🙏

    • પોસ્ટ ઓફિસ ભરતી ૨૦૨૩ ની ઓનલાઈન અરજી પ્રકિયા પુર્ણ થઈ ગયેલ છે. તમે અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઈ શકો છો જેનાથી નવી ભરતીની માહિતી તુરંત જ મળી રહે અને કોઇપણ ભરતી છુટી ના જાય, આભાર.

Leave a Comment