નોકરી & રોજગાર

Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી, આજે જ અરજી કરો.

Gujarat Tourism Recruitment 2024
Written by Gujarat Info Hub

Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના હેઠળ વિવિધ પ્રકારની એપ્રેંટિસ ભરતી માટે ઓન લાઇન અરજી અનુબંધ પોર્ટલ પર કરવા માટે નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. મિત્રો અહી અમને વિવિધ જગ્યાઓનો પ્રકાર,લાયકાત અને ભરતી મેળાની વિગતો જણાવીશું તેથી છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેશો.

Gujarat Tourism Recruitment 2024

ભારતીમેળો કરનાર સંસ્થાગુજરાત ટુરિઝમ
એપ્રેંટિસ યોજના હેઠળ જોબ માટેનાં સ્થળોસુરત,સાપુતારા,અમદાવાદ,ગાંધીનગર,વડોદરા અને ગાંધીનગર
એપ્રેંટિસ યોજનાની કુલ જગ્યાઓવિવિધ
એપ્રેંટિસ માટે સ્ટાઇપેન્ડની રકમ12000 થી 14000
અરજી કરવા માટેનું પોર્ટલઅનુબંધ
અરજી કરવાની છેલ્લી તારીખ24/02/2024

આ માટે કોઈ પરીક્ષા આપવાની નથી. માત્ર ઇન્ટરવ્યુ માટેજ ઉમેદવારોએ સ્વખર્ચે નક્કી કરેલા સ્થળે ઉપસ્થિત રહેવાનુ છે. આ માટે છેલ્લી તારીખ પહેલાં અરજી ઓન લાઇન સબમીટ કરવાની રહેશે. પત્રવ્યવહાર દ્વારા કરવામાં આવેલી અરજી માન્ય રહેશે નહી.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ટુરિઝમમાં એપ્રેંટિસ તરીકે જોડાવા માટે માર્કેટિંગ રીસર્ચ માટે બી.કોમ અથવા બીબીએ તથા અનુસ્નાતકની લાયકાત જ્યારે અન્ય એપ્રેંટિસ માટે સ્નાતક અને અનુસનાતકની લાયકાત માંગવામાં આવેલી છે.

સ્ટાઇપેન્ડની રકમ

ગુજરાત ટુરિઝમમાં મુખ્યમંત્રી એપ્રેંટિસ હેઠળ જોડાનાર એપરેંટિસને સનાતક ઉમેદવારોને રૂપિયા 12000 તેમજ અનુસ્નાતક કક્ષાના ઉમેદવારોને માસિક રૂપિયા 14000 નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવનાર છે.

વય મર્યાદા

ગુજરાત ટુરિઝમમાં મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના હેઠળ હાલમાં કોઈ વય મર્યાદાનો ઉલ્લેખા કરવામાં આવેલ નથી પરંતુ જે તે સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ વય મર્યાદા મુજબ વય મર્યાદા મુજબ આ ભરતી મેળામાં ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે.

ઈંટરવ્યુંની તારીખ

ગુજરાત ટુરિઝમની મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજનામાં ભરતી મેળા માટેની ઇન્ટરવ્યુ તારીખો જે તે જગ્યાઓ માટે જુદી જુદી રાખવામાં આવેલી છે. જે 20 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી સુધી રાખવામા આવેલ છે.

ઇન્ટરવ્યુ સ્થળ

ગુજરાત ટુરિઝમની મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજનામાં ભરતી મેળા માટેની ઇન્ટરવ્યુ તારીખો જેતે ફરજના સ્થળે એટલેકે સાપુતારા,વડોદરા,સુરત,અમદાવાદ,ગાંધીનગર રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ પોતે અરજી કરેલ જગ્યા મુજબ ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળે નિયત સમયે સ્વ ખર્ચે હાજર રહેવાનું છે.

આ જુઓ:- GSSSB New Recruitment 2024: હિસાબ અને તિજોરી નિયામક કચેરીની વિવિધ 266 જગ્યાઓ માટે ભરતી, આજે જ અરજી કરો

ઉમેદવારો ગુજરાત ટુરિઝમની મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજનામાં ભરતી મેળા માટેની જગ્યાઓ સબંધિત વિગતવાર માહિતી માટે ગુજરાત ટુરિઝમની વેબ સાઇટ પરથી મેળવી લેવા વિનંતી છે.

જાહેરાત જોવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment