નોકરી & રોજગાર

જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષક ભરતી | Gyan Sahayak (Primary) Bharti 2023

Gyan Sahayak (Primary) Bharti 2023
Written by Gujarat Info Hub

Gyan Sahayak (Primary) Bharti 2023: શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ 11 માસ ના કરાર આધારીત “જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષક” ની જગ્યાઓની ભરતી પ્રક્રિયા ઓનલાઈન ચાલુ છે. જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 11/09/2023 સુધી http://gyansahayak.ssgujarat.org/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જે મિત્રો Gyan Sahayak (Primary) Bharti 2023 માટે ઓનાલાઇન અરજી કરવા માગતા હોય તેઓ સૌ પ્રથમ પોતાની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને કરારની વિગતની માહિતીની જાણકાર હોવા જરૂરી છે, તો આવો જાણીએ “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)” શું છે? અને તેમાં અરજી કેવી રીતે કરવી?

Gyan Sahayak (Primary) Bharti 2023

વિભાગગુજરાત રાજય શિક્ષણ વિભાગ
પોસ્ટ પ્રાથમિક શિક્ષક
નોકરીનો પ્રકાર11 માસના કરાર આધારીત
અરજી કરવાની છેલ્લી તારીખ11 સ્પ્ટેમ્બર 2023
ઓફીશિયલ સાઇટhttp://gyansahayak.ssgujarat.org

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો જે વિષય અને માધ્યમની અરજી કરવા માંગતા હોય તેઓ તે વિષય અને માધ્યમની TAT માધ્યમિક પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે. અને તેજ વિષય પર તેઓએ શૈક્ષણીક અને વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.

પગાર ધોરણ

સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારીત) માસિક ફિક્સ રૂ. 21,000 ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે.

વયમર્યાદા

ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા જ્ઞાન સહાયક પ્રાથમિક શિક્ષક ભરતી માટે 40 વર્ષની રહેશે.

કરારનો સમયગાળો

જ્ઞાન સહાયકોની કામગિરિનો કરાર વર્ષ 2023-24 પૂરતું 30 એપ્રિલ 2024 સુધીનો રહેશે. તે બાદ સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ રડ થયેલ ગણાશે.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

Gyan Sahayak (Primary) Bharti 2023 માટે જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવે છે તેઓ નીચે આપેલ વિગત જોઈને પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે.

  • સૌ પ્રથમ http://gyansahayak.ssgujarat.org/ વેબસાઇટ પર જાઓ.
  • ત્યાં તમને હોમપેજ પર જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે અરજી કરવા Regstration Link નીચે આપેલ હશે જેના પર ક્લિક કરો.
Gyan-Sahayak-primary-Bharti-2023
  • ત્યારબાદ ઉપર મુજબનું પેજ તમારી સામે ખુલશેજેમાં તમારો TAT નો શીટ નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો રહેશે.ત્યારબાદ “Captcha” કોડ નાખી “Verify Mobile Number” પર ક્લિક કરી તમારા મોબાઈલમાં OTP આવશે જેને દાખલ કરી રજીસ્ટર્શન પ્રક્રિયાને પૂર્ણ કરો.
  • હવે તમે લૉગિન પેજ પર જઇ તમારી નાખેલ વિગત ભરી લૉગિન કરો.
  • હવે તમારી સામે જ્ઞાન સહાયક (પ્રાથમિક) ભરતી નું અરજી ફોર્મ ખુલશે જેમાં માગ્યા મુજબની વિગત ભરો.
  • જેમાં શૈક્ષણિક લાયકાત, વ્યાવસાયિક લાયકાત ભરી “બાંહેધરી” આપી તમારે “Save” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા જરૂરી ડૉક્યુમેન્ટમાં માગેલ તમામ માર્કશીટ અપલોડ કરો.
  • હવે “Confirm” બટન પર ક્લિક કરી તમારું ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ નિકાળી રાખો.

અગત્યની લિન્ક

ઓફિશિયલ જાહેરાત માટેઅહીં ક્લિક કરો
જાહેરાતની વિગત માટે અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

About the author

Gujarat Info Hub

Leave a Comment