World Cup 2023 semifinal match: વર્લ્ડ કપ 2023 માટે માત્ર 3 મેચ બાકી છે અને ભારત સહિત 4 ટીમો રેસમાં જોડાઈ ગઈ છે.વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ 15 નવેમ્બર અને 16 નવેમ્બરના રોજ યોજાવાની છે. ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત આ ચારેય ટીમો વર્લ્ડ કપ માટે મજબૂત દાવા કરી રહી છે.સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ મેચ ટાઈ થઈ નથી તેમજ અહીં સુપર ઓવરનો કોઈ રોમાંચ જોવા મળ્યો નથી. પરંતુ ગત વખતની જેમ આ વર્લ્ડ કપમાં પણ જો મેચ ટાઈ થાય છે તો શું ફરીથી બાઉન્ડ્રી કાઉન્ટ જેવો નિયમ હશે કે પછી સુપર ઓવરનો નિયમ હશે?આવો જાણીએ શું કહે છે ICCના નવા નિયમો.
મેચ ટાઈ થશે તો કેવી રીતે લેવાશે નિર્ણય?
જો વર્લ્ડ કપ 2023માં મેચ ટાઈ થાય છે, તો ICCના નવા નિયમો અનુસાર, તેનો નિર્ણય હવે માત્ર સુપર ઓવર દ્વારા જ થશે અને જો સુપર ઓવર પણ ટાઈ થશે તો એક ટીમ જીતે ત્યાં સુધી સુપર ઓવર રહેશે. અગાઉ વિવાદાસ્પદ બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ હવે અસ્તિત્વમાં નથી. વર્ષ 2019માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ હતી જે ટાઈ થઈ હતી. અને તેનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો હતો. પરંતુ ગત વર્લ્ડ કપ 2019માં મેચ દરમિયાન સુપર ઓવર પણ ટાઈ થઈ હતી જેમાં બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ લાદવામાં આવ્યો હતો જે ઘણો વિવાદાસ્પદ હતો. અને તેને ઓક્ટોબર 2019માં ICC દ્વારા હટાવી દેવામાં આવ્યો હતો.
હવે સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે
જો આ ત્રણમાંથી કોઈપણ મેચ ટાઈ થાય છે, તો બાઉન્ડ્રી કાઉન્ટનો કોઈ નિયમ રહેશે નહીં. માત્ર સુપર ઓવર મેચો જ થશે અને જ્યાં સુધી એક ટીમ વિજયી ન બને ત્યાં સુધી ચાલુ રહેશે. આ રીતે જો વર્લ્ડ કપ 2023ના નોકઆઉટ સ્ટેજમાં કોઈપણ મેચ ટાઈ થશે તો ચાહકોને બમણો રોમાંચ મળશે.
આ જુઓ:- 1 મિનિટમાં આ રીતે ચેક કરો તમારું નામ PM કિસાનના લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં
World Cup 2023 semifinal match
વર્લ્ડ કપની બંને સેમિફાઇનલ મેચો સળંગ 15 અને 16મીએ યોજાવાની છે.પ્રથમ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વાનખેડે ખાતે અને બીજી મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 16મી નવેમ્બરે ઈડન ગાર્ડન ખાતે રમાશે. અહીં બંને ટીમો વિજેતા બનશે અને ફાઇનલમાં મેચ રમશે.