Jati no dakhlo Gujarat Form PDF | જાતિનું પ્રમાણપત્ર | Sc / Obc જાતિનો દાખલો ફોર્મ pdf |જાતિનો દાખલો online |Caste Certificate Gujarat Form
ભારતમાં કોઈપણ વ્યક્તિને ઓળખાણ તેને જાતિ અને સમુદાય આધારિત કરવામાં આવે છે. અને કોઈ પણ સરકારી ભરતી, સરકારી યોજનાઓ કે કોઈ પણ શિક્ષણ સંસ્થામાં એડમિશન લેતી વખતે જાતિનો દાખલો સૌથી પહેલા માંગે છે. ભારતમાં દરેક વ્યક્તિ અલગ અલગ કેટેગરી પ્રમાણે તેની ઓળખાણ કરવામાં આવે છે ભારત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર ને ત્રણ ભાગોનું માં વેચવામાં આવેલ છે. જેમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પણ કેટેગરીનો વ્યક્તિ કોઈપણ લાભ મેળવવા માંગે છે ત્યારે તેને કઈ કેટેગરી નો છે. તેનું પ્રમાણપત્ર રજૂ કરવું એટલે કે જાતિનું પ્રમાણપત્ર તરીકે ઓળખાય છે. તો આજે આપણે જાતિના દાખલા અથવા જાતિનું પ્રમાણપત્ર ઓનલાઈન કેવી રીતે મેળવવું તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું
Caste Certificate Gujarat
કોઈપણ વ્યક્તિ જો તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગ કેટેગરીમાં થી કોઈપણ એક કેટેગરીમાં આવતો હોય અને તે કેટેગરી માટે પોતાનું જાતિનું પ્રમાણપત્ર મેળવવા માંગતો હોય તો જાતિના દાખલા માટે અરજી કરવા લાયક ગણાશે. દરેક વ્યક્તિ નીચેના હેતુઓ માટે ખાસ કરીને જ્ઞાતિના પ્રમાણપત્ર મેળવતા હોય છે.
- કોઈપણ પ્રકારની સરકારી યોજનાઓ નો લાભ લેવા માટે જાતિનો દાખલો જરૂરી છે
- સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે જાતિનો દાખલો જરૂરી રહે છે
- સ્કૂલ અથવા કોલેજમાં કેટેગરી પ્રમાણે ફી મા રાહત મળતી હોય છે જેનો લાભ મેળવવા જાતિનું પ્રમાણપત્ર જરૂરી રહે છે
- કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા સરકારી સંસ્થામાં અનામત કોટાની સીટો પર એડમિશન લેવા માટે જાતિ નો દાખલો જરૂરી રહે છે
- ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભાની અનામત બેઠકો માટે Caste Certificate જરૂરી રહે છે
- આમ ભારતમાં દરેક જગ્યાએ અનામત કોટા નો લાભ મેળવવા માટે Caste Certificate આવશ્યક હોય છે
જાતિનો દાખલો કઢાવવા માટે ની પાત્રતા
જાતિનો દાખલો મેળવવા માટે કોઈપણ વ્યક્તિ ને નીચે મુજબની પાત્રતા ધારવતો હોવો જોઈએ. કેટેગરી પ્રમાણે અલગ અલગ પાત્રતા હોઈ શકે.
- શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જાતિ દર્શાવેલી હોવી જોઈએ
- કુટુંબના કોઈપણ વ્યક્તિને જૂના જાતિનો દાખલામાં જાતિ દર્શાવેલ હોવી જરૂરી છે.
- ST કેટેગરી માટે તો અત્યારે પોતાની 7/12 અને નંબર 6 માં 73 AA અથવા 61 ની નોધ પડેલી હોવી જોઈએ, તો તે માન્ય રહેશે.
- જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો છેલ્લા 5 વર્ષમાં કાયમી નિવાસી હોવો જોઈએ.
- જાતીના દાખલા માટે અરજદારનું નામ પોતાની કેટેગરી યાદીમાં હોવું જરૂરી છે.
આ જુઓ :- AnyRoR Gujarat 7 12 8અ ના ઉતારા
જાતિનો દાખલો મેળવવા પુરાવા
ગુજરાતના કોઈપણ નાગરિકને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે ઓનલાઇન અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ ઓરીજનલ કોપી સ્કેન કરી અપલોડ કરવાની રહેશે અને જ્યારે ઓફલાઈન અરજી કરો છો, ત્યારે ડોક્યુમેન્ટ ની નકલ જાતિના ફોર્મ સાથે જોડી જમા કરાવવાની રહેશે
જાતિનો દાખલો મેળવવા પુરાવા
- રેશનકાર્ડ
- આધાર કાર્ડ ની નકલ
- રહેઠાણ અંગેનો પુરાવો, મિલ્કત/મકાનમાં ખરીદીનો દસ્તાવેજ
- ટેલીફોન બીલ/ મોબાઈલ ફોનનું બીલ (છેલ્લા મહીનાનું)
- ભાડા પહોંચ
- શાળા છોડયા અંગેનો દાખલો
- જાતિ અંગેનો દાખલો
- સંબંધનો પુરાવો
- 50 સ્ટેમ્પ ઉપર સોગંદનામુ
- પેઠીનામું (તલાટી પાસેથી મેળવવું)
- કુટુંબના જે સભ્યનું જાતિના દાખલો રજૂ કરો છો તે સભ્યને નામ પેઢીનામા સાથે મેચ થતું હોવું જરૂરી છે
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
- ST કેટેગરીના ઉમેદવારોએ 73 AA નોંધ અથવા 61 ની નોધ ની નકલ રજૂ કરવી ફરજિયાત છે
જાતિનો દાખલો મેળવવા પુરાવા રજૂ કરતી વખતે તલાટી પાસેથી રજૂ કરેલ પેઠીનામામાં 3 પંચોના ફોટા સહિત રૂબરૂ રજૂ કરેલ હોવા જરૂરી છે.
જાતિનો દાખલો કઢાવવા માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા
સૌપ્રથમ અમારી આ આર્ટિકલમાં નીચે Jati no dakhlo Gujarat Form PDF મૂકી છે તે ડાઉનલોડ કરી અરજદારે પોતાના ગામ ના તલાટી પાસે જઈ જાતિના દાખલા નું ફોર્મ માં પેઢીનામું અને સંબંધ અંગે નો દાખલો મેળવવો જરૂરી છે જે માટે 3 પંચો રૂબરુ ફોટા સાથે રજૂ કરવાના રહેશે
- સૌ પ્રથમ ફોર્મ ભરી પેઠીનામું મેળવવા માટે 50 ના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કરવાનું રહેશે.
- હવે કુટુંબના જે સભ્યને જાતિનો નો દાખલો ફોર્મ સાથે જોડવાનો છે તેનું નામ પેઢીનામા સાથે મળતું હોવું જરૂરી છે
- હવે બાકીના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડી મામલતદાર કચેરી ખાતે જાતિના પ્રમાણપત્ર ના ફોર્મ ને જમા કરવાનો રહેશે અને મામલતદાર કચેરીની A.T.V.T શાખામાં તમારો ફોતો પડાવનો રહેશે.
- ત્યારબાર જ્ઞાતી નું ફોર્મ જમા કરાવી, 1 કે 2 દિવસમાં તમારો જાતિનું પ્રમાણપત્ર તમે રૂબરૂ જઈ મેળવી શકો છો.
આ પણ જુઓ :- ડિજિટલ સાઈનવાળી 7/12 અને 8-અ ની નકલ તમારા મોબાઇલ માં મેળવો
જાતિનો દાખલો મેળવવા માટેની online પ્રક્રિયા
આપણે જાતિ નું પ્રમાણપત્ર માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગત જોઈ હવે તમે જો મામલતદાર કચેરીના ધક્કા ના ખાવા માગતા હોવ અને ઘરે બેઠા જાતિના દાખલા માટે ઓનલાઈન અરજી કરવા માગતા હોય, તો નીચેના સ્ટોપ ફોલો કરી જાતિના દાખલા માટે Online અરજી કરી શકો છો
- સૌ પ્રથમ ગુજરાત સરકારને ડિજિટલ ગુજરાત પોર્ટલ (digitalgujarat.gov.in) પર જાઓ
- ત્યારબાદ હોમપેજ પર “Login” બટન દેખાશે તેના પર ક્લિક કરો
- જો તમે અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન ના કરેલો તો સૌપ્રથમ તમારે “New Registration” ઉપર ક્લિક કરી તમારી જાતને રજીસ્ટ્રેશન કરાવી પડશે. જેમાં તમારો મોબાઈલ નંબર, ઇ-મેલ અને પાસવર્ડ નાખી, તમારા મોબાઇલમાં “OTP” આવશે. તે નાખી રજીસ્ટ્રેશન પૂરું કરો.
- હવે લોગીન કર્યા બાદ તમને “Request a New Service” નામનું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરો
- હવે નીચે મુજબનું પેજ ખુલશે જેમાં અલગ અલગ સેવાઓ જોવા મળશે, જેમાં Filter Service માં “Caste Certificate” ઓપ્શન પસંદ કરો.
- હવે તમે “Caste Certificate List” માંથી કઈ જ્ઞાતિ નું પ્રમાણપત્ર મેળવવા માંગો છો, તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે “Download Form” અને “Apply Online” ઓપ્શન હશે, જેમાં “Apply Online” બટન પર ક્લિક કરો.
- હવે જાતિના દાખલો મેળવાવા માટેની જરૂરી વિગતો નાખો અને જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે તમારા અરજી ફોર્મ ને સેવ કરી ને છેલ્લે ઓનલાઈન પેમેન્ટ નો ઓપ્શન આવશે જેમાં તમે તમારા E-Wallet ના મદદથી અથવા Net Banking ની મદદ થી ઓનલાઇન પેમેન્ટ ચુકવણી કરી શકશો.
- હવે છેલ્લે તમારું જાતિનો દાખલો કઢાવવા માટે ફોર્મ ને “Submit” બટન પર ક્લિક કરી ફોર્મ ને સબમિટ કરો.
એકવાર સફળતાપૂર્વક જાતિના પ્રમાણપત્ર નું ફોર્મ ભર્યા બાદ તમારે તમારી અરજીની સ્થિતિ તમે દાખલ કરેલા મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે.
Jati no dakhlo Gujarat Form PDF
અહી અમે જાતિના દાખલા માટે ફોર્મ PDF તમારી સાથે સેર કરીશું, જેમાં obc/sebc certificate form Gujarat pdf, અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર ફોર્મ pdf, st caste certificate Gujarat form, SC caste certificate form વગેરેનો સમાવેશ થાય છે, જે તમામની પીડીએફ નીચે આપેલ લિન્ક દ્વારા ડાઉનલોડ કરી શકશો.
મિત્રો, ઉપર Jati no dakhlo Gujarat Form PDF લિન્ક તમારી સામે સેર કરી છે, જેના પર ક્લિક કરી તમે જાતિ નું ફોર્મ ડાઉનલોડ કરી શકોશો અને આ ફોર્મ સાથે તમારે જરૂરી પેઠીનામું, સબંધનું ફોર્મ વગેરે તલાટી પાસે મેળવી જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી અથવા મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
આ જુઓ :- iORA પોર્ટલ પર વારસાઈ નોંધની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
FAQ’s
જાતિના દાખલા નું ફોર્મ pdf ક્યાથી મેળવવું ?
જાતિના દાખલા નું ફોર્મ તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી અથવા મામલતદાર કચેરી ખાતેથી મેળવી શકો છો.
જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે ફી કેટલી રહે છે ?
જાતિના દાખલો ઓનલાઈન મેળવવા માટેની ફી 20 રૂપિયા છે.
Jati no dakhlo Online કેવી રીતે મેળવવો ?
જ્ઞાતિ નું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માટે તમારે ડિજિટલ ગુજરાતની સત્તાવાર સાઇટ digitalgujarat.gov.in પર જઇ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જાતિના પ્રમાણપત્ર ની સમય મર્યાદા કેટલી હોય છે ?
જાતિના દાખલા ની સમય મર્યાદા આજીવન છે, માટે તમારે તેને એક જ વાર નિકાળવાનો રહે છે.