આજના માર્કેટયાર્ડ ભાવ Trending

ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થતાં જીરાના એક મણના આટલા ભાવ મળ્યા – Jeera Bhav Today Gujarat

Jeera Bhav Today Gujarat
Written by Gujarat Info Hub

Jeera Bhav Today Gujarat : ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થતાં જીરાના બોણીના એક મણ ના રૂ, 43551 જેટલા ઐતિહાસિક ભાવ મળતાં ખેડૂતોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું . ચાલુ વર્ષે જીરાનું વાવેતર વધ્યું હોવાથી અને  ઉત્પાદન પણ વધવાની શક્યતાઓ વચ્ચે જીરૂના  ઐતિહાસિક  ભાવ મળતાં ખેડૂતો અને વેપારીઓએ  ખુશી વ્યક્ત કરી હતી. આજે અમે તમામ માર્કેટયાર્ડના જીરા ના બજાર ભાવ 2024 તમારી સાથે શેર કરીશું.

ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું ના ભાવ

ઊંઝા માર્કેટ યાર્ડ માં તારીખ 29 ડિસેમ્બરના રોજ જીરુનો ભાવ એક મણનો રૂ.  4900 થી 7200 રહેવા પામ્યો હતો. જ્યારે ગોંડલ માર્કેટયાર્ડ માં નવા જીરાની આવક શરૂ થતાં એક મણ  જીરાનો  ભાવ રૂ. 43551 જીરુનો ભાવ બોલાયો હતો .એટલેકે મણનો રૂ .43551 બોણીનો ભાવ રહેવા પામ્યો છે . એ જોતાં જીરૂના ભાવો સ્થિર રહેવાનું અનુમાન કરી શકાય .

રાજ્યમાં જીરૂના મબલખ ઉત્પાદનની શક્યતા, નવા જીરૂના ભાવ કેટલા થયા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરું ના ભાવ ગત જુલાઇ માસમાં ઐતિહાસિક સપાટી વટાવીને એક મણના રૂ . 12000 ને પાર થઈ ગયા હતા. આસમાને પહોચેલા આ ભાવે સૌને અચંબિત કરી દીધા હતા. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થતાં આ ભાવ ડિસેમ્બર માં 6500 થી 7500 સુધીની સપાટીએ સ્થિર રહ્યા હતા .

 ગત સિઝનમાં જીરામાં આવેલી આગઝરતી તેજીના કારણે આ વર્ષે ખેડૂતોએ જીરાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. એ જોતાં ચાલુ સિઝનનું જીરાનું ઉત્પાદન વધવાની શક્યતાઓ જોતાં નવા જીરાના ભાવ ગત વર્ષની સરખામણી એ કેટલા રહેશે તે વિશે હાલ જુદી જુદી અટકળો થઈ રહી છે .

જીરૂના ભાવ વધારા માટે કેટલાક વેપારીભાઈ ઓ જણાવે છે કે .જીરાની સ્થાનિક ખરીદી ઉપરાંત ઊંઝા માર્કેટ યાર્ડ જીરાના આંતરરાષ્ટ્રીય બજાર માટે પણ જાણીતું છે . ઊંઝા ગંજ બજાર જીરાની નિકાશ અને મોટું ઘરેલુ માર્કેટ ધરાવે છે . તેમજ આ સમયમાં ગૃહિણી ઓ પણ  પોતાના રસોડાના બાર માસના મસાલા અને ઘઉં વગેરે અનાજ ભરતી હોય છે .ત્યારે જીરાના ભાવમાં  માં આગઝરતી તેજી જોવા મળી રહી છે .  ઊંઝા માર્કેટ યાર્ડ ના આજના ભાવ 4900 જેટલો છે . 7200  આસપાસ રહેલો જીરાનો ભાવ છૂટક બજાર ભાવ 450 રૂપિયે કિલોના ભાવે જોવા મળે છે .

જીરું ની એક અગત્યના મસાલા પાક તરીકે ગણના થાય છે. સામાન્ય રીતે દરેક ઘરના રસોડામાં જીરું વાપરવામાં આવે છે .જીરું ના આખા દાણા શાક માં વઘારમાં વાપરવામાં આવે છે .તેમજ દળેલું જીરું ની અલગ અલગ વાનગીઓમાં  ખુશબુદાર મસાલા તરીકે ઉપયોગ કરવામાં  આવે છે. દળેલું અને શેકેલું જીરું છાશ મસાલા માટે વાપરવામાં આવે છે . જીરાની પ્રકૃતિ ગરમ છે .તે પચ્યા પછી પણ ગરમ પ્રકૃતિ ધરાવે છે .જીરું નો ઉપયોગ મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઔષધોમાં થાય છે.

આપણા આયુર્વેદમાં જીરાના ગુણો વર્ણવતાં કહ્યું છે કે  જીરું ઉષ્ણ સુપાચ્ય રૂચિક તેમજ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારૂ ઉદર સૂળ મટાડનારકફ અને વાયુનું  શમન કરી પાચનને સુધારે છે . જીરાની ગરમ પ્રકૃતિને કારણે ઠંડા પ્રદેશોમાં જીરાની ઘણી  માગ રહે છે .

ચાલુ શિયાળુ વાવેતર ની વાત કરીએ તો જીરાનું વાવેતર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજસ્થાન ના કેટલાક ભાગોમાં જીરુનું વધુ વાવેતર કરવામાં આવે છે . પરંતુ પાછલા વર્ષોમાં જીરાના ઓછા ભાવ અને જીરાની ખર્ચાળ ખેતીને કારણે જીરાનું વાવેતર ઓછા પ્રમાણમાં થયું હતું . ખર્ચની દ્રષ્ટિએ ખેડૂતોએ જીરાની સરખામણીમાં ઓછી ખર્ચાળ ખેતીનો એરંડા અને રાયડા નો વિકલ્પ પસંદ કરી જીરાનું વાવેતર ઓછું કરતા. પરંતુ ગત સિઝનમાં જીરૂના ઊંચા ભાવો જોતાં આ વર્ષે  જીરાના ઉત્પાદનમાં આ વર્ષે નોધપાત્ર વધારો થવાનો અંદાજ છે. જીરાના ઉત્પાદન સાથે ઊંઝા માર્કેટ યાર્ડમાં સુંવા, અજમો, ઈસબગુલ,વ રીયાળી અને તલ વગેરે પાકની સારી એવી આવકો રહે છે અને ખેડૂતોને તેના પણ સારા ભાવ મળી રહ્યા છે .

જીરામાં આવેલી અકલ્પનીય તેજી બાબતે નિષ્ણાત અને અનુભવી વેપારીઓના મતે ઊંઝા ગંજ બજારમાં ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય માગ વધી હોવા છતાં માલની આવકો ઓછી થતાં ભયંકર તેજીનો માહોલ સર્જાયો છે . તેમજ ગયા માર્ચમાં થયેલાં કમોસમી વરસાદના લીધે તૈયાર થયેલ પાક ધોવાઈ જતાં ઘણા વિસ્તારોમાં જીરાનું ઉત્પાદન મોટા પાયે ઘટતાં બજારભાવોમાં તેજીનો માહોલ જોવા મળે છે . તો આ વર્ષે જીરાનું વાવેતર વધ્યું છે .અને ઉત્પાદન વધવાની પણ શક્યતાઓ પણ છે .અને કેટલાક માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવકો પણ શરૂ થઈ છે .ત્યારે જીરાના ભાવમાં ઘટાડો થાય છે કે ભાવો જળવાઈ રહેલા છે હાલમાં જુદાજુદા ગંજ બજારોમાં જીરાના ભાવ કેટલા છે તે નીચે દર્શાવેલ છે .

Jeera Bhav Today Gujarat

ઊંઝા માર્કેટ યાર્ડ સહિત ઉત્તર ગુજરાત ગંજ બજારના આજના જીરું ના ભાવ :

માર્કેટ યાર્ડ નું નામજીરું નીચા ભાવજીરું ઊંચા ભાવ
ઊંઝા49007200
માંડલ50015701
હળવદ48515850
ગોંડલ43551
થરા

આ જુઓ:- એરંડા ના આજના બજાર ભાવ 2023 | Aranda Bhav Today Gujarat

મિત્રો, આજના આ આર્ટિકલમાં જીરાની ખેતી ,જીરાનું ઉત્પાદન અને Jeera Bhav Today Gujarat ના જીરાના ભાવ વિશેનો અમારો આ આર્ટીકલ આપને  કેવો લાગ્યો તે આપ કોમેંટમાં અચૂક જણાવશો . આ આર્ટીકલ માં અમે વેપારી ભાઈઓ અથવા કોઈ ખેડૂત મિત્રોને જીરું વેચવા કે ખરીદવાની સલાહ આપતા નથી . તેમજ ભાવ વધવા કે ઘટવા વિશે કોઈ આગાહી કરતા નથી . ખેડૂત ભાઈઓ અને વેપારી ભાઈઓએ પોતાની કોઠા સૂઝ અને અનુભવ તેમજ જરૂર પડેતો ધંધાદારી નિષ્ણાત લોકોની સલાહ લેવી અહી લખવામાં આવેલા માહીતી જુદાં જુદાં માધ્યમો દ્વારા મળેલી છે . આભાર !

આ જુઓ:- ઊંઝા માર્કેટ યાર્ડ આજના બજાર ભાવ ꠰ APMC Unjha RATE TODAY

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment