નોકરી & રોજગાર

Kalol nagarpalika bharati: સિટી મેનેજરના પદ માટે ભરતીની જાહેરાત, લેખિત પરિક્ષા વગર જ ભરતી

Kalol nagarpalika bharati
Written by Gujarat Info Hub

Kalol nagarpalika bharati : સામાન્ય રીતે આજના યુવાનો સરકારી નોકરી ની ઈચ્છા રાખતા હોય છે અને સરકારી નોકરી ની તૈયારી કરતા હોય છે, જો તમે પણ સરકારી નોકરીની ઈચ્છા રાખો છો તો તમારા માટે ખુશીના સમાચાર છે કારણકે કલોલ નગરપાલિકા દ્વારા સરકારી ભરતીની જાહેરાત કરાઈ છે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે તો ચાલો આ ભરતી વિષેની કેટલીક સામાન્ય માહિતી મેળવીએ.

સિટી મેનેજર પદ માટે ભરતીની જાહેરાત | Kalol nagarpalika bharati

કલોલ નગરપાલિકા દ્વારા સિટી મેનેજરના ખાલી પદની જગ્યાઓ ભરવા માટે સરકારી ભરતીની જાહેરાત કરાઈ છે, આ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા છે, ઇન્ટરવ્યૂ આપવા માટેનું સ્થળ અને તારીખ વિશેની માહિતી નીચે પ્રમાણે છે.

ઇન્ટરવ્યૂ સ્થળ અને તારીખ

જે ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે રસ ધરાવે છે તેઓએ કલોલ નગરપાલિકા કચેરી, ડો.બાબા સાહેબ આંબેડકર માર્ગ, કલોલ,જી.ગાંધીનગર એ જરૂરી શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના અસલ પ્રમાણપત્રો અને સ્વ પ્રમાણિત કરેલ નકલ સાથે લઈ જવાની રહેશે.

આ ઉપરાંત તારીખની વાત કરીએ તો તમારે તારીખ 14 નવેમ્બર 2024 ના ગુરુવારના રોજ સવારના દસ વાગ્યે ઉમેદવારે પોતાના ખર્ચે હાજર થવાનું રહેશે.

આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

  • સિટી મેનેજર ના આ પદ માટે કેટલીક જરૂરી શિક્ષણિક લાયકાત પણ જરૂરી છે જેમ કે,
  • B.E/B.Tech-Environment/ B.E./B.Tech-Civil/ M.E/M.Tech- Environment/ M.E/M.Tech-Civil
  • આ ઉપરાંત એક વર્ષ કે તેથી વધારે અનુભવની માંગણી કરવામાં આવે છે.

પગાર ધોરણ

જે ઉમેદવારનું ઇન્ટરવ્યૂ સારું રહેશે તે ઉમેદવારની પસંદગી સિટી મેનેજર તરીકે થશે, પરંતુ આ સરકારી નોકરી 11 માસના કરાર આધારિત આપવામાં આવશે આ કરાર દરમ્યાન પસંદગી પામનાર ઉમેદવારને મહિને ત્રીસ હજાર રૂપિયા માસિક પગાર આપવામાં આવશે.

ખાસ નોંધ : આ ભરતીમાં આગળનો નિર્ણય લેતા પહેલાં કલોલ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ જાહેરાત જરૂરથી વાચી લેજો ત્યારબાદ જ આગળનો નિર્ણય લેવો.

આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો ને જરૂર શેર કરજો તેમજ આવી રીતે નવી નવી સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

About the author

Gujarat Info Hub

Leave a Comment