નોકરી & રોજગાર

KGBV Bharti 2024: KGBVમાં વોર્ડન કમ હેડ ટીચર ની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી ભરતી

Kgbv Bharti 2024
Written by Gujarat Info Hub

Samagr siksha Abhiyan Gujarat KGBV Bharti 2024 : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં  વોર્ડન કમ હેડ ટીચર ની જગ્યા પર પ્રાથમિક શિક્ષક સંવર્ગમાંથી પ્રતિનિયુક્તિથી  નિમણૂક આપવા માટે સ્ટેટ પ્રોજેકટ ડાયરેક્ટર સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાતની  જાહેરાત.

KGBV Bharti 2024

 જે હાલમાં  પ્રાથમિક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. અને KGBV માં હેડ ટીચર કમ વોર્ડન ની સેવા આપવા ઇચ્છુક છે. તેમના માટે આ જાહેરાત છે. શિક્ષણ વિભાગ ગુજરાતના વહીવટ હેઠળની સમગ્ર શિક્ષા ગુજરાતની  કચેરીના વહીવટ   હેઠળની કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયમાં હેડ ટીચર  કમ વોર્ડન ની જગ્યા પ્રતિનિયુક્તિથી ભરવા માટે પ્રાથમિક શિક્ષક સંવર્ગના મહિલા શિક્ષક પાસેથી ઓન લાઈન અરજીઓ  મંગાવવામાં માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

ગુજરાતમાં સમગ્ર શિક્ષા અંતર્ગત હાલ કુલ 239 કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (KGBV)કાર્યરત છે. જેમાંથી હાલ પ્રાયોગિક ધોરણે અંદાજિત 82 ખાલી જગ્યાઓ માટે સરકારશ્રી તરફથી મળેલ વહીવટી મંજૂરી અને શિક્ષણ વિભાગના  તા: 02/03/2024 ના ઠરાવની જોગવાઈ મુજબ  મંજૂરી મળતાં  ગુજરાત રાજ્યની પ્રાથમિક શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માંથી મહિલા શિક્ષકની KGBV માં  હેડ ટીચર કમ વોર્ડન માટે પ્રતિનિયુક્તિ થી નિમણૂક આપવા માટે ઓન લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજી કરવાની પાત્રતા :

 જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અથવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં મહિલા શિક્ષક જેઓ એચ.ટાટ મુખ્ય શિક્ષક તેમજ ધોરણ 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના શિક્ષક હોવા જોઈએ નહી.  તેમજ તેમની ઉમર 55 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

અરજી કરવાની રીત :

આ જાહેરાતના સંદર્ભમાં ઉમેદવારોએ માત્ર ઓન લાઈન અરજી જ કરવાની છે. અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ વેબ સાઇટમાં જણાવેલ સૂચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પછીજ અરજી કરવાની રહેશે.  અરજી https ://www.ssagujarat.org પર કરવાની રહેશે. ત્યારબાદ ઓન લાઈન અરજીની પ્રિન્ટ કાઢી દર્શાવ્યા મુજબનાં પ્રમાણપત્રોની નકલ અને અસલ પ્રમાણપત્રો ઇન્ટરવ્યુ સમયે સમિતિ સમક્ષ રજુકરવાનાં રહેશે.

અરજી કરવાનો સમય ગાળો  :

તારીખ : 12/03/2024 મંગળવાર સાંજે 16.00 કલાકથી 26/03/2024 મંગળવાર રાત્રે 23.59 કલાક સુધી અરજી કરવાની રહેશે.

પ્રતિનિયુક્તિનો સમયગાળો :

આ પ્રતિનિયુક્તિ મહતમ ત્રણ વર્ષ માટે રહેશે. સારી કામગીરી કરનારની પ્રતિનિયુક્તિ વધુ 2 વર્ષ માટે લંબાવી શકાશે એટલેકે મહતમ સમયગાળો  5 વર્ષ સુધીનો રહેશે.

અરજી કરવાની પાત્રતાશિક્ષણ સમિતિ ની શાળાઓમાં પ્રાથમિક સંવર્ગમાં નોકરી (એચ.ટાટ અને ગણિત વિજ્ઞાન શિક્ષક નહી)
ઉમર55 વર્ષથી વધુ નહી
અરજી કરવાનો સમય ગાળો12/03/2024 16.00 કલાક થી 26/03/2024 23.59 કલાક સુધી
અરજી કરવાની વેબ સાઇટ www.ssagujarat.org
પ્રતિનિયુક્તિ સમયગાળોમહતમ 5 વર્ષ
આ પણ વાંચો : Gujarat Tourism Recruitment 2024: ગુજરાત ટુરિઝમમાં વિવિધ જગ્યાઓની ભરતી, આજે જ અરજી કરો
Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment