Investment સરકારી યોજનાઓ

કિસાન વિકાસ પત્ર યોજના માં રોકાણ કરી અને મેળવો ડબલ રિટર્ન 120 મહિનામાં । Kisan Vikas Patra Yojana in Gujarati

Kisan Vikas Patra Yojana
Written by Gujarat Info Hub

Kisan Vikas Patra Yojana: કિસાન વિકાસ પત્ર યોજના ભારતીય પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ એક બચત યોજના છે. જે લોકો રોકાણ માટે બેસ્ટ સ્કીમ શોધી રહ્યા છે. તેઓ માટે અમે અહીં આજે બેસ્ટ અને સેફ રોકાણ સ્કીમ લઈને આવ્યા છીએ. કિસાન વિકાસ પત્ર યોજના એક ઓછા જોખમવાળી અને સારું એવું રિટર્ન આપતી સ્કીમ છે. તો આવો જાણીએ Kisan Vikas Patra Yojana 2023 માં કેટલો વ્યાજ દર રહેશે અને રોકાણ મર્યાદા કેટલી રહેશે તેની ચર્ચા આ આર્ટિકલ માં કરીશું.

સરકાર દ્વારા પોસ્ટ ઓફિસની બધી યોજનાઓ ના વ્યાજ દર ને દરેક ત્રણ મહિને ફેરફાર કરવામાં આવે છે. જેમાં વર્ષ 2023 ના છેલ્લા કોટર માં પોસ્ટ ઓફિસની ઘણી બધી સ્કીમોમાં વ્યાજદર માં વધારો કરવામાં આવેલ છે. જેમાં કિસાન વિકાસ પત્ર યોજનાના વ્યાજદરમાં 20 બેઝીસ પોઇન્ટ નો વધારો કરવામાં આવેલ છે. આ પોઇન્ટ ના વધારા સાથે જે લોકો આ સ્કીમમાં રોકાણ કરેલ છે તેમના પૈસા 3 મહિના પહેલા જ ડબલ થઈ જશે.

Kisan Vikas Patra Yojana 2023

યોજનાકિસાન વિકાસ પત્ર યોજના
ઉદ્દેશજોખમ વિનાના રોકાણ સાથે બે ગણા પૈસા કરવા
કેટેગરીસરકારી યોજનાઓ
લાભાર્થીભારતના તમામ નાગરીક ૧૮ વર્ષ કરતા વધુ ઉમરના
અરજીનજીકની પોસ્ટ ઓફીસ ખાતે
ન્યુનતમ રોકાણ૧૦૦૦ રૂપિયા
વ્યાજ દર7.2 %
સત્તાવાર સાઈટ https://www.indiapost.gov.in/

કિશાન વિકાસ પત્ર યોજનાની પાત્રતા

  • ભારતનો કોઈપણ નાગરીક જેની ઉંંમર ૧૮ વર્ષથી વધુ છે, તે આ સ્કીમમાં રોકાણ કરી શકે છે.
  • આમાં એક અથવા સંયુક્ત ખાતા ધારકો લાભ મેળવી શકે છે.
  • જો રોકાણ કરનારની ઉમર ૧૮ વર્ષથી નિચેની હોય તો ખાતું તેમના વયસ્ક પાસે હોવું જરુરી છે.

Kisan Vikas Patra Interest Rate

કિસાન વિકાસ પત્ર યોજનામાં અત્યાર સુધી વ્યાજદર ૬.૯% હતો પરંતુ ૧ જાન્યુઆરી ૨૦૨૩ થી તમને તમારા રોકાણ પર ૭.૨૦% વ્યાજ મળશે. કોઇપણ નાગરીક આ સ્કિમમાં ૧૦૦૦ રૂપીયાનું રોકાણ કરી સ્કીમ ચાલુ કરાવી શકે છે. જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ મર્યાદીત રકમ નક્કી થયેલ નથી. આ સ્કિમમાં રોકાણ કરાના પૈસા ૧૦ વર્ષમાં ડબલ થઈ જાય છે અને જો ખાતાધારક આકસ્મિક કારણોસર મુત્યુ પામે તો તેના નોમિની દાવો કરી જરુરી ડોક્યુમેંટ દ્વારા પૈસા મેળવી શકે છે.

આ યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવું ?

Kisan vikas patra yojana માં ખાતુ ખોલાવા માટે તમારે અધારકાર્ડ, પાનકાર્ડ, ચુટણીકાર્ડ અને રહેઠાણનો પુરાવો સાથે નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ કિશાન વિકાસ યોજનાનું ફોર્મ મેળવી તેને ભરી સાથે પ્રથમ રોકાણના પૈસા ભરીને ખાતું ખોલાવી શકો છો. જો કોઇપણ બાળક જેની ઉમર ૧૦ થી ૧૮ વર્ષ વચ્ચે છે અને તે આ યોજનામાં ખાતુ ખોલાવા માંગે છે તો તેને પોતાના વાલીને સાથે લાવી તેમના હસ્તક ખાતુ ખોલાવી શકે છે. તમારી અરજી મંજુર કર્યા બાદ તમને કિસાન વિકાસ યોજના નું પ્રમાણપત્ર મળશે જેને ભવિષ્ય માટે સાચવીને રાખવાનુંં રહેશે.

આ પણ વાંચો :- Post Office MIS Scheme: જમા કરવો 50000 અને મેળવો 3300 ની Pension

kisan vikas patra yojana એ ભારતના દરેક નાગરીક જે જોખમ વગરનું રોકાણ કરવા માંગે છે અને સારુ વળતર મળવવાં માંગે છે તેમના માટે બેસ્ટ સ્કીમ છે. આ યોજના દ્વારા તમે માત્ર ૧૨૦ મહિનામાં ડબલ રીટર્ન મેળવી શકશો. અહીં ખાતુ ખોલાવવા માટેની પ્રક્રીયા પણ બહુ સરળ છે, તો જલ્દીથી નજીકની પોસ્ટ ઓફીસની મુલાકાત લો અને કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરો.

Kisan Vikas Patra Scheme – FAQ’s

kisan vikas patra yojana માં કોણ રોકાણ કરી શકે ?

ભારતનો કોઈપણ નાગરીક જેની ઉમર ૧૦ વર્ષથી વધુ છે તે સ્કીમમાં રોકાણ કરી શકે છે.

આ યોજનમાં રોકાણની મર્યાદા કેટલી છે ?

કિસાન વિકાસ યોજના માં રોકાણની ન્યુનત્તમ મર્યાદા ૧૦૦૦ અને મહત્તમ મર્યાદા નક્કી નથી પરંતુ ૫૦૦૦૦ થી વધુ માટે પાનકાર્ડ લીંક કરવું આવશ્યક છે.

કિસાન વિકાસ પત્ર યોજના ફોર્મ ક્યાથી મેળવવું ?

આ યોજનાનું ફોર્મ તમે નજીકની પોસ્ટ ઓફીસમાં જઈ રુબરૂ મેળવી શકો છો.

આ યોજના માટે સત્તાવાર સાઈટ કઈ છે ?

કિસાન વિકાસ પત્ર સ્કિમ પોસ્ટ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જેથી તેની સત્તાવાર સાઈટ www.India post.gov.in છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment