સરકારી યોજનાઓ

Kuvarbai Nu Mameru Yojana 2023 | કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ

Kuvarbai Nu Mameru Yojana
Written by Gujarat Info Hub

Kuvarbai Nu Mameru Yojana: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીક વિભાગ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના ચાલવાવમાં આવે છે, તદ ઉપરાંત આ વિભાગ દ્વારા 30 થી વધું કલ્યાણકારી યોજનાઓ ચાલે છે જેનો પણ તમે લાભ લઇ શકો છો.

કુંવરબાઈનું મામેરું યોજના નો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની બહેનોના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ પેટે રૂપિયા 12000 ની સહાય સરકાર દ્વારા તેમના બેન્ક ખાતા માં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. જો કન્યાના લગ્ન તારીખ 1/4/2021 પહેલા થયા હોય તો તેમને જૂના દર મુજબ 10000 રૂપિયાની સહાય મળે છે.

Kuvarbai Nu Mameru Yojana Eligibility :- પાત્રતા

  • કુટુંબની પુખ્તવયની 2 દીકરીઓના લગ્નપ્રસંગે આ યોજનનો લાભ મેળવી શકે છે.
  • કુટુંબ આર્થિક તથા સામાજિક રીતે પછાત હોવું જરૂરી છે
  • કન્યાના લગ્નના 2 વર્ષના સમયગાળા દરમિયાન Kunwar Bai Nu Mameru Yojna માટે અરજી કરવાની રહેશે
  • જો કન્યાઓના લગ્ન સમૂહ લગ્ન માં કર્યા હોય તો સાત ફેરા સમૂહ લગ્ન યોજના અને કુંવર બાઈ નું મામેરું યોજના બંન્ને ના નિયમો પરિપૂર્ણ હોય તો તે કુટુંબને બંન્ને સહાય મળવા પાત્ર થશે.
  • આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- સુધીછે.

કુંવરબાઈનું મામેરું યોજના ડોક્યુમેન્ટ

  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલી નો વાર્ષિક આવક નો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • બેન્ક પાસબુક ની નકલ (કન્યાના નામનું )
  • કન્યાનો જાતિનો દાખલો
  • સ્વઘોષણા પત્રક
  • જન્મનું પ્રમાણ પત્ર ( L. C)

Kunwar Bai Nu Mameru Yojana Online Apply અરજી કરવાની રીત

મિત્રો, તમે કુંવરબાઇનું મામેરું યોજના ની અરજી મામલતદાર કચેરી જઈ ઓફલાઈન કરી શકો છો પણ જો તમારે સરકારી કચેરી ના ધક્કા ના ખાવા હોય તો તમે સમાજ કલ્યાણ વિભાગની વેબસાઈટ પર જઈ આ યોજના માટે અરજી કરી શકો છો જેના માટે નીચેના સ્ટેપ જુઓ.

  • સૌ પ્રથમ e smaj kalyan ની વેબસાઈટ પર જવા અહીં ક્લીક કરો.
  • મિત્રો અહીં જો તમેં અગાઉ કોઈ યોજના માટે રજીસ્ટેશન કરાવલે હોય તો લોગીન કરો નહીં તો “New User? Please Register Here” પર ક્લીક કરો.
  • હવે રેજીસ્ટ્રેશન કરાવવા તમારુ આધારકાર્ડ મુજબ નામ, મોબાઈલ નંબર, જ્ઞાતિ અને પાસવર્ડ નાખવાનો રહેશે.
  • બધી માહિતી નાખી ફોર્મ સબંમિટ કરી “Citizan Login ” પર જાઓ.
  • ત્યાં તમે રજીસ્ટ્રેશન વખતે જે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવ્યો તો તેનાથી લોગીન કરો.
  • હવે કુંવરબાઇ મામેરું યોજના ફોર્મ સિલેક્ટ કરી તેમાં માંગેલ બધી વિગત ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી ને તમારું ફોર્મ સબંમિટ કરો

આવી રીતે તમે Kuvarbai nu mameru yojana 2023 online form ભરી શકો અને ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ કરી ને પણ બધા ડોક્યુમેન્ટ જોડી નજીકની સમાજ કલ્યાણ કચેરીએ જઈ જમા કરાવી શકો છો.

આ પણ વાંચો :- ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના

કુંવરબાઈનું મામેરું યોજના online form

મિત્રો કુંવરબાઇ યોજના નું ફોર્મ તમે તમારા જ્ઞાતિ આધારિત ડાઉનલોડ કરવાનું રહેશે. જેમાં સામાજિક શક્ષણિક પછાત વર્ગ તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ એક છે અને અનુસૂચિત જાતિ ની કન્યાઓ માટે અલગ ફોર્મ છે જે બંન્ને લિંક નીચે મુજબ છે જેના પર ક્લીક કરી ડાઉનલોડ કરી શકો છો.

  • OBC અને EBC વર્ગ માટે કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ pdf – Click Here
  • SC વર્ગ ની કન્યાઓ માટે કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ PDF – Click Here

આ પણ જુઓ :- વ્હાલી દીકરી યોજના ૨૦૨૩

કુંવરબાઈનું મામેરું યોજના status

મિત્રો, જો તમે કુંવરબાઈનું મામેરું યોજના ફોર્મ ભરી દિધું છે. અને તમારા બધા ડોક્યુમેન્ટ પરિપુર્ણ અપલોડ કરી દિધા છે, તો હવે તમારી અરજીનું સ્ટેટસ જોવા માટે અમારી નિચેની લિંક પર જઈ ત્યા તમારો અરજી નંબર અને જન્મ તારીખ ના મદદથી તમે તમારી અરજીની સ્થિતી જોઈ શકો છો.

  • Kuvarbai nu Mameru Yojana Application Status :- Click Here

Kuvarbai Nu Mameru Yojana in Gujarati – FAQ’s

કુંવરબાઈનું મામેરું યોજનામાં ક્યા ડોક્યુમેન્ટ જરુર પડે છે ?

આ યોજનામાં ક્ન્યાનું અધારકાર્ડ, લગ્ન નોધણી દાખલો, જાતીનો દાખલો, બેંક પાસબુક અને પિતા કે વાલીનો આવકનો દાખલાની જરુર પડે છે.

આ યોજનાની આવક મર્યાદા શું છે ?

આ યોજનાની આવક મર્યાદા ૬,૦૦,૦૦૦ સુધીની છે, જે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે લાગુ પડે છે.

સાત ફેરા સમુહ લગ્ન યોજના વાળી કન્યાઓ આ યોજનાનો લાભ લઈ શકે ?

હા, જો તમારા ડોક્યુમેન્ટ અને બન્ને યોજનાના નિયમો પરીપુર્ણ હોય તો તેવી કન્યાઓ આ બન્ને યોજના માટે અરજી કરી ને લાભ મેળવી શકે છે.

કુંવરબાઈનું મામેરું યોજના શું છે ?

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના ચલાવવાંમાં આવે છે.

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment