સરકારી યોજનાઓ

લેપટોપ સહાય યોજના | Laptop Sahay Yojana Gujarat 2023

લેપટોપ સહાય યોજના
Written by Gujarat Info Hub

Laptop Sahay Yojana 2023: મિત્રો, આજે આપણે લેપટોપ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કેવી રેતી કરવી તેમજ આ યોજના માટેની પાત્રતા, અરજી કરવા માટે જરુરી ડોક્યુમેન્ટ અને સહાયની રકમ વિશેની સંપુર્ણ માહિતી આ લેખ ના માધ્યમથી મેળવિશું.

ગુજરાત રાજ્યમાં ચાલતા આત્મ નિર્ભર મિશન હેઠળ ગુજરાતના ST અને SC વર્ગના જે લોકો ને ધંધા અને રોજગાર માટે સહાય પૂરી પાડવા લેપટોપ કે કમ્પ્યુટરની ખરીદી ઉપર લોન આપવામાં આવે છે જે ને આ લેપટોપ સહાય યોજના તરીકે ઓળખવામાં આવે છે.

Laptop Sahay Yojana Gujarat 2023

યોજનાનું નામલેપટોપ સહાય યોજના 2023
ઉદ્દેશ્યઅનુસૂચિત જનજાતિ (ST) વર્ગના લોકોને લેપટોપ સંબંધિત નવો વ્યવસાય શરૂ કરવા નાણાકીય સહાય માટે લોન સહાય
લાભાર્થીગુજરાતના અનુસૂચિત જનજાતિના લોકો
લોનની રકમકમ્પ્યુટર/લેપટોપ મશીનની ખરીદી માટે રૂ. 1,50,000/- સુધીની લોન
લોન પર વ્યાજ દરમાત્ર 4% વ્યાજદર
સત્તાવાર સાઈટ https://adijatinigam.gujarat.gov.in/

લેપટોપ સહાય યોજનામાં કેટલી રકમ કેટલા ટકા વ્યાજે મળશે

લેપટોપ સહાય યોજનામાં ગુજરાત સરકાર દ્વારા એસટી અને એસ.ટી સમાજ લોકોને ₹1,50,000 સુધી લોન આપવામાં આવશે. જે 4 % વ્યાજ સાથે આપવામાં આવશે આ લોન વીસ માસિકમાં ભરવાની રહેશે જેટલા રૂપિયાનું લેપટોપ લીધું હશે તેના 80% સરકાર આપશે અને 20 % તમારે આપવાનું રહેશે  વધુમાં વધુ લોન  1,50,000 સુધી આપવામાં આવશે

લાભ કોને કોને મળશે

જે લોકો ગુજરાતમાં રહે છે 12 પાસ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે અને 18 થી 30 વર્ષ ની મર્યાદા છે અને ST  અને SC જાતિના સ્થાન ધરાવે છે તેવા લોકોને આ લોન મળવા પાત્ર રહેશે કે જેનાથી તે નવો  ધંધો શરૂ કરી શકે માટે તેમની સહાયરૂપ બનવા આ લોન આપવામાં આવશે

અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂરત પડશે

લેપટોપ સહાય યોજના 2023 માં અરજી કરવા માટે નીચેના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર
  • બેંકની ચોપડી
  • આધાર કાર્ડ
  • બે ફોટા
  • કમ્પ્યુટર તાલીમ કરી હોય તેનું સર્ટી
  • મિલકતનો પુરાવો
  • જમીનના સાતબાર અને આઠ એ ના ઉતારા ( જો જમીન ધરાવતા હોય તો)
  • એફિડેવીટ અને સ્ટેમ્પ પેપર
  • મિલકતનો સરકારી દાખલો
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા (ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- )તથા (શહેરી વિસ્તાર માટે 1,50,000/-) થી વધુ ન હોવી જોઈએ.

લેપટોપ સહાય યોજના માટે ઓનાલાઈન અરજિ કેવી રીતે કરવી ?

જે નાગરીકો લેપટોપ સહાય યોજના ની લોન મેળવવા માટેની પાત્રતા ધરાવે છે, તેઓ નિચે મુજબના સ્ટેપ ફોલોવ કરી ઓનલાઈન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ આદિજાતિ વિકાસ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ adijatinigam.gujarat.gov.in ની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર “Apply for Loan” બટન દેખાશે જેના પર ક્લિક કરો.
  • હવે તમે અગાઉ કોઈ યોજના માટે રજીટ્ર્શન આઈ.ડી જનરેટ કરેલ નથી તો સાઈન અપ બટ્ન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન ફોમમાં તમારુ નામ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને પાસવર્ડ જેવી વિગત નાખી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ને પુર્ણ કરો.
  • હવે લોગીન પેજ પર જઈ તમારા આઇડી અને પાસવર્ડ ની મદદથી લોગીન થાઓ.
  • ત્યારાબાદ માય એપ્લિકેશન ઓપ્શન માં “Apply Now” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે વિવિધ યોજનાઓનુ લિસ્ટ જોવા મળશે તેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમામ આપેલ શરતો ધ્યાનપુર્વક વાંચી અને “Apply Now” બટન પર ક્લિક કરો.
  • હવે તમારા અરજી ફોર્મ માં પર્સનલ વિગત, મિલકતની વિગત, જમીનની વિગત વગેરે ભરો.
  • ત્યારબાદ યોજનામાં કોમ્પ્યુટર મશીન પસંદ કરો અને તમારી લોનની રકમ ભરો.
  • હવે માંગ્યા મુજબન જરુરી ડોક્યુમેન્ટ અપ્લોડ કરો અને તમારી લેપટોપ સહાય યોજનાની અરજીને સબમીટ કરો.
  • તમારો અરજી નંબર સેવ કરી રખો અથવા અરજીની પ્રિંટ નિકાળી રાખો.

Laptop Sahay Yojana Important Link

લેપટોપ સહાય યોજનામાં અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર સાઈટ પર જવાઅહીં ક્લિક કરો
લેપટોપ સહાય નું ફોર્મ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Google News ફોલોવ કરવા માટે અહીં ક્લિક કરો

FAQ’s

લેપટોપ સહાય યોજના માટે સરકાર દ્વારા કેટલા ટકા સબસિડી મળે છે?

આ યોજના અંતર્ગત સરકાર દ્વારા કુલ રકમના ૮૦% લોનની રકમ સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે.

આ યોજના હેઠળ કેટલી લોન મળવાપાત્ર થાય છે?

લેપટોપ સહાય યોજના હેઠળ રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની લોન મળવાપાત્ર છે.

લેપટોપ સહાય માટે વયમર્યાદા કેટલી છે?

આ યોજના માટે અરજદારની ઉમર ૧૮ થી ૩૦ વર્ષ સુધીની હોવી જરુરી છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment