LPG Cylinder Price (LPG Subsidy) : રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 300 નો ઘટાડો,કરોડો લોકોને થશે લાભ મિત્રો નમસ્કાર આવતી કાલ એટલેકે 1 એપ્રિલ 2024 થી થી LPG Gas cylinder ની કિમતમાં સરકાર દ્વારા મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
LPG Subsidy :
મિત્રો આપ સૌજાણતા હશો કે સરકાર દ્વારા નવા નાણાકિય વર્ષમાં વિવિધ નવી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે. તે રીતે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત ચાલુ નાણાકિય વર્ષમાં ગેસ સબસીડી માટે રૂપિયા 12000 કરોડ ખર્ચ માટે ફાળવવામાં આવશે. આવતી કાલથી રસોઈ ગેસ માટેના ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા 300 નો ઘટાડો થશે. અગાઉ ઓક્ટોબર 2023 માં ઉજ્જવલા યોજના અંતર્ગત રસોઈ ગેસ સબસિડી ના રૂપિયા 200 થી વધારીને 300 કરવામાં આવ્યા હતા. સરકારે આ યોજનાને 31 માર્ચ 2025 સુધી લંબાવતાં LPG સબસીડીની રકમ રૂપિયા 300 યથાવત રહેશે.
ગેસ સિલિન્ડર દીઠ રૂપિયા 300 ના ભાવ ઘટાડાથી મહિલાઓને ખૂબ આર્થિક ફાયદો થશે તેમજ મહિલાઓ વધુમાં વધુ 12 સિલિન્ડર સુધી 14.2 કિલોના સિલિન્ડર ઉપર આ યોજના અંતર્ગત રૂપિયા 300 ના ભાવ ઘટાડાનો લાભ મેળવી શકશે. આવતી કાલ 1 એપ્રિલથી નવું નાણાકિય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ નવા વર્ષે સરકાર દ્વારા ગેસ સિલિન્ડર ના ભાવમાં ઘટાડો કરવામાં આવશે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થઈ રહી હતી તેને ફરીથી 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવતાં PMUY યોજના હેઠળ ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત થશે. વર્ષ 2024-25 ના નાણાકિય વર્ષમાં 12000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY ) :
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2016 ના મે મહિનામાં ગ્રામીણ અને વંચિત પરિવારોને પરંપરા ગત વપરાતા રસોઈ ઈંધણને બદલે LPG જેવુ સ્વચ્છ ઈંધણ પૂરું પાડી તેમને ધુમાડાથી થતી સ્વાસ્થ્ય સબંધી તકલીફોથી મુક્તિ અપાવવા અને પર્યાવરણના રક્ષણ માટે પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલાઓ માટેની મહત્વની યોજના છે. જેને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉત્તર પ્રદેશના બલીયાથી 2016 ના મે મહિનામાં લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 10.3 કરોડ કરતાં વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે.
એલપીજી સબસીડી :
નાણાકિય વર્ષ 2023-24 માં જે લાભાર્થીઓ ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી રહ્યા હતા તે મહિલા લાભાર્થીઓને પ્રધાનમંત્રીઉજ્જવલા (PMUY) યોજના અંતર્ગત રૂપિયા 300 ની સબસીડી 1 એપ્રિલ 2024 થી આપવામાં આવતાં તેમને ગેસ સિલિન્ડર હવે રૂપિયા 300 સસ્તો પડશે. લાભાર્થીઓને સબસીડીનો લાભ DBT એટલેકે ડાયરેક્ટ તેમના બેંક ખાતામાં સીધાજ જમા કરવામાં આવે છે.
આ પણ વાંચો : BOB Personal Loan: બેંક ઓફ બરોડા આધાર કાર્ડ પર ₹100,000 સુધીની લોન ઓફર કરે છે, કેવી રીતે અરજી કરવી