મગફળીના ટેકાના ભાવ 2023: સરકાર દ્વારા મગફળી, મગ ટેકાના ભાવ, અડદ ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આવતી કાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે. સરકાર ના કૃષિ મંત્રી રાધવજી પટેલ દ્વારા જણાવવામાં આવલે છે કે સરકાર દ્વારા ટેકાના ભાવે ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી રૂ. ૬૩૬૪ કરોડની કિમતે ખરીદી કરશે અને ૯૧ હજાર ટન સોયાબીનની ખરીદી રૂ. ૪૨૦ કરોડના ભાવે ખરીદી કરશે.
મગફળીના ટેકાના ભાવ
ગાંધીનગર ખાતે ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે કૃષિ મંત્રી રાધવજી પટેલ ના અધ્યક્ષ સ્થાને એક ઉચ્ચસ્તરીય બેઠકનું યોજાઇ જેમાં ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવેળ છે.
જે ખેડૂતો પોતાના મગફળીના ટેકાના ભાવ મેળવવા માટે અરજી કરવા માગતા હોય તેઓ આવતી કાલથી એટ્લે કે 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોમ્બર સુધી ઈ-સમૃધ્ધી પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.
ખરીફ પાકોની ખરીદી તારીખ 21 ઓક્ટોમ્બરથી શરૂ થશે જેથી જે ખેડૂત મિત્રો પોતાના ખરીફ પાકો માટે સારો ભાવ મેળવવા માગતા હોય તો પોતાનું પાકનું રજીસ્ટ્રેશન કરવાવું અનિવાર્ય છે.
માર્કેટિંગ સિઝન 2023-24 માટે ખરીફ પાકો માટે MSP (લઘુતમ ટેકાના ભાવ)માં વધારો કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ 2018-19 સાથે સુસંગત છે, જેમાં અખિલ ભારતીય સ્તરે ઉત્પાદનનાં સરેરાશ ખર્ચથી MSP (લઘુતમ ટેકાના ભાવ) ઓછામાં ઓછી 1.5 ગણી નક્કી કરવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાતનો ઉદ્દેશ ખેડૂતો માટે વાજબી અને લાભદાયક વળતર સુનિશ્ચિત કરવાનો હતો. ખેડૂતો માટે તેમના ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત માર્જિન બાજરાનાં કિસ્સામાં અંદાજે સૌથી વધુ (82 ટકા) હશે અને ત્યારબાદ તુવેર (58 ટકા), સોયાબીન (52 ટકા) અને અડદ (51 ટકા) હશે. બાકીના પાકો માટે ખેડૂતોનું તેમના ઉત્પાદન ખર્ચ પર માર્જિન અંદાજે ઓછામાં ઓછું 50 ટકા રહેશે.
ટેકાના ભાવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન
ગુજરાત સરકારન દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોના ટેકાના ભાવ માટે અગત્યની બેઠક યોજાઇ ગઈ જે અંતર્ગત તારીખ 21 મી ઓક્ટોમ્બર થી ઉપરોક્ત ખરીફ પાકોની ખરીદી કરવામાં આવશે જેમાં ઉત્પાદન ને ધ્યાનમાં લઈને રાજયમાં મગફળી માટે ૧૬૦, અડદ માટે ૧૦૫, મગ માટે ૭૩ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. તો ઉપરોક્ત કેન્દ્રો ખાતે વેચાણ કરતાં પહેલા તમારે ટેકાના ભાવ નું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
ટેકાના ભાવ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તમે તમારા ગામના VCE મારફત કરી શકો છો, જેના માટે તમારી 7/12 ની નકલ અને વાવેતર નો દાખલો તથા ખાતેદારની સંમત્તિ નું ફોર્મ ગામના તલાટી પાસે ભરાવી તમે ઓનાલાઇન ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર અરજી કરી શકો છો. તમે જે પાકનું વાવેતર કરો છો તેનો દાખલો રજૂ કરવો અનિવાર્ય છે. સરકાર દ્વારા આ વખતે ખરીફ પાકોની ખરીદી પૂરતા પ્રમાણમાં કરવામાં આવશે.
ભારત સરકારના માર્કેટિંગ સિઝન 2023-24 માટે ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ (MSP)વાવેતર અગાઉ જાહેર કર્યા હતા જેમાં મગફળીના ટેકાના ભાવ રૂ. ૬૩૭૭ પ્રતિ કિવ. જાહેર કરવામાં આવેલ હતો. ખરીફ પાકોનાટેકાના ભાવ જાણવા માટે તમે નીચે આપેલ લિન્ક ની મદદથી ઓનલાઈન જોઈ શકશો.
ખરીફ પાકોના ટેકાના ભાવ જોવા માટે
ટેકાના ભાવ જોવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
એરંડા ના આજના બજાર ભાવ | અહીં ક્લિક કરો |
AYUSH