જાણવા જેવું Trending

આ તેલ ઘરે બનાવીને તમે તમારા વાળને, ભરાવદાર અને લાંબા બનાવી શકશો

Written by Gujarat Info Hub

આ તેલ ઘરે બનાવી તમે તમારા વાળને ભરાવદાર અને લાંબા બનાવી શકશો. આ આર્ટિકલમાં અમે તમને તમારા વાળને ભરાવદાર અને લાંબા બનાવવા,  ઘરે બનાવેલા તેલનો ઉપયોગ કરીને  તમારા વાળને તંદુરસ્ત બનાવવાની રીત બતાવીશું.  વાળ એ આપણા ચહરાને સુંદરતા પ્રદાન કરે છે. એટલેજ બધાને પોતાના વાળ ભરાવદાર હોય એ ગમે  તેથીજ વાળના સ્વસ્થ્ય માટે બજારમાં મળતાં કેમીકલ યુક્ત વધારે પડતાં તેલ અને શેમ્પુનો બેફામ ઉપયોગ કરી ઉલટાનું વાળને નુકસાન પહોચાડે છે.  વાળએ  શારીરિક સ્વાસ્થયનો અરીસો પણ છે. આજકાલ ફાસ્ટ ફૂડ અને ખાનપાનની ટેવો એ આપણા શરીર સ્વાસ્થ્ય ઉપર અસર કરી  છે. તેમજ બજારમાં મળતાં રસાયણ યુક્ત સૌંદર્ય પ્રસાધનોએ વાળના રોગો ને નિમંત્રણ આપ્યું છે. આજકાલ  ઘણા લોકો ટૂંકા અને ખરતા વાળની સમસ્યા  થી પરેશાન છે. તમે યોગ્ય પોષણયુક્ત આહાર ઉપરાંત ઘરે બનાવેલાં શુધ્ધ તેલ નો ઉપયોગ કરીને વાળને તંદુરસ્ત બનાવી શકો છો.  આવુંજ એક તેલ બનાવવાની રીત નીચે મુજબ છે.

તેલ બનાવવાની સામગ્રી :

શુધ્ધ કોપરેલ તેલ : 500

યેલોવેરા નાં પાન : 2 નંગ

મીઠા લીમડાનાં પાન : 20થી 25

તેલ બનાવવા માટે ઉપર જણાવેલી ત્રણ વસ્તુઓની જરૂર પડશે . યાદ રહે કે કોપરેલ તેલ શુધ્ધ અને બીજા કોઈ સુગંધીત કે અન્ય દ્રવ્યોના મિશ્રણવાળું હોવું ના જોઈએ . બજારમાં મળતા કોપરેલ તેલમાં અન્ય દ્રવ્યો ઉમેરવામાં આવેલાં હોય છે. ઘણી દુકાનોમાં અને તેલ પીલનાર ઘાણીવાળાને ત્યાં તમને શુધ્ધ કોપરેલ મળી રહેશે આ ત્રણેય વસ્તુઓ તમને સહેલાઈ થી મળી જશે.

તેલ બનાવવાની રીત :

સૌ પ્રથમ યેલોવેરા જેને કુંવારપાઠું અથવા સડફું પણ કહે છે. તેની ઉપરની છાલ દૂર કરી વચ્ચેનો ગર્ભ એક મોટા વાટકામાં લઈને થોડોક છૂંદી નાખવો.

હવે કડાઈમાં કે તપેલીમાં કોપરેલ તેલને ચૂલા કે ગેસ ઉપર ધીમા તાપે ગરમ કરવાનું છે. તેલ સહેજ ગરમ થાય એટલે તૈયાર કરેલ યેલોવેરાનો ગર્ભ અને મીઠા લીમડાનાં પાનને તેલમાં નાખી સાવ ધીમા તાપે ઉકાળો. 8 થી 10 મિનિટ ઉકળ્યા પછી ઠંડુ કરી કપડાથી ગાળી લો હવે ગાળેલા તેલને કાચની સ્વચ્છ બોટલમાં ભરીદો હવે આ તેલ તૈયાર થઈ ગયું છે.

ઉપયોગ કરવાની રીત :

તમે અઠવાડીયા માં બે થી ત્રણ વાર આ તેલનો ઉપયોગ કરી શકો છો.  માથામાં સામાન્ય તેલની જેમજ તેલ નાખી શકો છો. માથું ધોવામાં પણ તમારે કુદરતી રીતે તૈયાર થયેલ શેમ્પૂ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ.  

આ ઘરેલુ નુસખો છે તમે તમારી શારીરીક પ્રકૃતિ, એલર્જી વગેરે વગેરેને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરી શકો છો. તમે વાળના રોગોની વધારે તકલીફ થી પીડાઓ છો તો તમારે નિષ્ણાત ડૉક્ટરની  સલાહ લેવી જોઈએ .

મિત્રો આવી અવનવી માહિતી માટે અમારી વેબ સાઇટ જોતા રહેશો. અને કોમેન્ટ માં આપના અભિપ્રાયો આપતા રહેશો. અમારો આ લેખ વાંચવા બદલ આપનો ખૂબખુંબ આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment