Mango Price Today : ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવકો અહીથી જાણો ગુજરાતમાં કેરીના તાજા ભાવ. ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં આજે કેરીની આવકો વધતાં ભાવમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોંડલ,અમરેલી,તાલાલા,જુનાગઢ વગેરે સહિત માર્કેટયાર્ડમાં કેરીની આવકો વધી છે. જ્યારે કેરીની સાઈઝ અને ક્વોલિટી મુજબ કેરીનાં સરેરાશ ભાવ કેસર કેરીનો ભાવ ₹1800 થી 2000 સરેરાશ જોવા મળ્યો છે. અહીંથી જાણો ગુજરાતની કેરી બજારમાં કેરીઓના ભાવ.
Mango Price today
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેરી ની સારી આવકો વચ્ચે ભાવમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે તલાલા ગીરની કેસર કેરીમાં પણ ભાવમાં ઘટાડોજોવા મળ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેરીનો સામાન્ય ભાવ ₹ 800 થી 1000 નો રહ્યો હતો.
ગુજરાતની કેરીના પીઠામાં અમરેલી, ગોંડલ, તાલાલા ગીર વઢવાણ, અને ભરૂચ માર્કેટ યાર્ડ કેરીની આવકોમાં વધારો થતાં ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કેરીની આવક શરૂ થઈ છે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક 188 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે રાજાપુરી,આફૂસ,તોતાપુરી અને બદામ જેવી અન્ય કેરીઓની પણ સારી એવી આવક જોવા મળે છે. અહીંથી આપણે ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં કેરીની ની આવકો અને કેટલા ભાવ રહ્યા તે વિશે જાણીએ.
ગોંડલ માર્કેટયાર્ડના ભાવ :
ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવકો સારા પ્રમાણમાં જોવા મળી હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના ભાવ રૂપિયા ₹1400 થી ₹ 2200 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે કેસર કેરીનો એવરેજ ભાવ રૂપિયા 1800 રહ્યો હતો. જ્યારે કેસર કેરીની આવક 188 ક્વિન્ટલ રહી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડ રાજાપુરી કેરીની આવક 6390 કિલો રહી હતી. જ્યારે રાજાપુરી કેરીનો ભાવ ₹800 થી ₹ 1000નો રહ્યો હતો. રાજાપુરી કેરીનો સામાન્ય ભાવ ₹900 ખેડૂતોને મળ્યો હતો. આફૂસ કેરીની વાત કરવામાં આવે તો આફૂસ કેરીને આવક માત્ર 830 કિલો રહી હતી. જ્યારે આફૂસ કેરીનો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં રૂપિયા 2,000 થી ₹4,000 સુધી જોવા મળ્યા હતા આફૂસ કેરીના સામાન્ય એવરેજ ભાવ રૂપિયા 3000 નો રહ્યો હતો
ભરુચ માર્કેટયાર્ડના ભાવ
ભરૂચ માર્કેટ યાર્ડમાં તોતાપુરી,આફૂસ અને બદામ કેરીની આવકો જોવા મળી હતી. ભાવની વાત કરવામાં આવે તો તોતાપુરીનો ભાવ ₹ 500 થી 900 જોવા મળ્યો હતો. જ્યારે સામાન્ય ₹ રૂપિયા 700 નો રહ્યો હતો. ભરૂચમાં આફૂસ કેરીના ભાવ ₹ 1400 થી 2100 રૂપિયાનો રહ્યો હતો. જ્યારે સરેરાશ ભાવ ₹1800 ખેડૂતોને મળ્યા હતા. ભરૂચ માર્કેટ યાર્ડમાં બદામ કેરીનો ભાવ ₹800 થી ₹1300 ખેડૂતોને મળ્યા હતા, જ્યારે બદામ કેરીના સરેરાશ ભાવ ₹1,000 રહ્યા હતા.
મહેસાણા માર્કેટ યાર્ડમાં કેરીના ભાવ રૂપિયા 900 રહ્યા હતા જ્યારે કેરીનો સામાન્ય ભાવ રૂપિયા 400 જોવા મળ્યો હતો
તલાલા ગીર કેસર કેરીનાં ભાવ
તલાલા ગીરમાં કેસર કેરીના ભાવની વાત કરવામાં આવેતો મોટી સાઈઝ ની કેરીના ભાવ ₹ 2100 રૂપિયાથી ₹ 2350 રૂપિયા રહ્યા હતા. ત્યારે મોટી સાઇઝની કેરીનો સરેરાશ ભાવ ₹ 2400 રહ્યા હતા. તાલાલા ગીર માર્કેટ યાર્ડમાં મીડીયમ સાઈઝની કેસર કેરીના ભાવ ₹1400 થી ₹ ૧૯૫૦ રહ્યા હતા. જ્યારે તલાલા ગીરમાં નાની સાઈઝની કેસર કેરીના ભાવ ₹ 900 થી 1150 રહ્યા હતા. ત્યારે નાની કેસર કેરીનો સામાન્ય ભાવ ₹ 1000 તાલાલા ગીરમાં જોવા મળ્યો હતો. વઢવાણ માર્કેટ યાર્ડમાં કરીને આવકો થતાં કેસર કરીને ભાવ ₹ 1000 થી ₹1200 ખેડૂતોને મળ્યા હતા. જ્યારે કેસર કેરીનો સામાન્ય ભાવ ₹ 1100 રહ્યો હતો.