સરકારી યોજનાઓ

MYSY : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ હવે આર્થિક પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મળશે રૂપિયા 10 લાખ સુધીની સહાય

Mukhy Mantri Yuva Swavlamban Yojana 2024
Written by Gujarat Info Hub

MYSY (MUkhy Mantri Yuva Swavlamban Yojana ) : મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ વિદ્યાર્થીઓને મળશે રૂપિયા ૨૫૦૦૦ થી ૧૦ લાખની આર્થિક સહાય મિત્રો તમે ધોરણ અને 10 અને 12 ના પાસ કરી આગળ અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છો અને આપની આર્થિક પરિસ્થિતી સારી નથીતો આપે હવે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓને હવે  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત તેમના શિક્ષણ ખર્ચને પહોંચી વળવા માટે રૂપિયા 25,000 સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમનો આગળનો અભ્યાસ ચાલુ રહે અને તેમને આર્થિક સહાય પૂરી પાડવા અને તેમના ખર્ચને પહોંચી વળવા માટે આ યોજના અંતર્ગત ₹25,000 ની સહાય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના : 

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું અને કેવી રીતે શિષ્યવૃત્તિ મળી શકે છે એ માટે અમે આપને આજે વિગતવાર જણાવી  રહ્યા છીએ. તો આપ આર્ટિકલના અંત સુધી અમારી સાથે તમે જોડાયેલા રહેશો. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY  ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. ઓછી આવક ધરાવતા આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાય એ હેતુ  સાથે આ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે. આ શિષ્યવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓને  ટ્યુશનફી, પુસ્તકો, હોસ્ટેલ ખર્ચ અને  રહેવા માટેનો ખર્ચ વગેરે વિદ્યાર્થીઓ ઉપાડી શકે અને તેમનો અભ્યાસ તેમને અધવચ્ચે છોડવો ના પડે તે માટે ઉપયોગી થવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના ની સહાય :

 ગુજરાત રાજ્ય  સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના હેતુસર અને તેમના અભ્યાસને ચાલુ રાખે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચાર્જ સોસાયટી અને ડેન્ટલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 5 વર્ષ સુધી રૂપિયા 10 લાખની સહાય આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.

ધોરણ 10 અને 12 માં 80% થી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને અને ડિપ્લોમા અભ્યાસ પસંદ કરનારાવિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 અથવા  50% ફી બંનેમાંથી જે ઓછું હોય તેટલી રકમ આ યોજના હેઠળ મળશે. બિન અનામત વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધન સહાય ખરીદવા માટે આ સહાય ચૂકવવામાં આવે છે. ગુજરાત મેડિકલ એજ્યુકેશન સોસાયટી અને ડેન્ટલ કોર્સ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹5,00,000 થી ₹10,00,000 સુધીની આર્થિક સહાય આ યોજના અંતર્ગત મળવા પાત્ર થાય છે.

 જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી :

  • ધોરણ 10 અથવા 12 માની માર્કશીટ 
  • જાતિનું પ્રમાણપત્ર 
  • રહેઠાણના પુરાવો 
  • આવકનો પુરાવો 
  • શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. ધોરણ 10 અને ધોરણ 12 માં 80% કરતાં વધારે માર્ક લાવનાર વિદ્યાર્થીઓને આ પ્રકારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કોલેજ અથવા તો કોઈ પણ ડિપ્લોમા અભ્યાસક્રમ માટે આ શિષ્યવૃત્તિની સહાય ચૂકવવામાં આવે છે.

અરજી કરવાની રીત :

 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન  યોજના હેઠળ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ  MYSY ની સત્તાવાર વેબસાઈટ ઉપર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. સૌ પ્રથમ અરજી ફોર્મમાં માગવામાં આવેલ વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો જેવા કે માર્કશીટ, રહેઠાણનો પુરાવો, આવકનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહે છે.

About the author

Gujarat Info Hub

Leave a Comment