જાણવા જેવું Science

Natural Rat Deterrent : તમારા ઘરમાં ઉંદરોનો ત્રાસ વધ્યો છે તો  આ રહ્યો તેમને માર્યા વગર ઘરમાંથી ભગાડવાનો ઉપાય

Natural Rat Deterrent
Written by Gujarat Info Hub

Natural Rat Deterrent : જો તમારા ઘરમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો છે. અને તમે કંટાળી ગયા છો. તો અહી આપને અમે ઉંદરોને માર્યા વગર જ તેઓ તમારું ઘર છોડીને આપમેળે ભાગી જાય એવો સુંદર આઈડિયા જણાવી રહ્યા છીએ. તમે અહી આપવામાં આવેલા નુસ્ખાઓ અપનાવીને ઉંદરોના ત્રાસ માંથી મુક્ત થઈ જશો. તમારે ઉંદરોને પાંજરામાં પુરવાની કે તેમને મારવાની પણ જરૂર નહીં પડે.

ઘરમાં ઉંદરો વધી જાય તો ખૂબ મુશ્કેલી ઊભી કરે છે. ઘરમાં રાખેલાં કપડાં,અગત્યના કાગળોની ફાઈલો, બાળકોનાં કપડાં અને તેમનાં રમકડાં વગેરે કાતરી નાખે છે. લાકડાનું ફર્નિચર પણ કોતરી નાખે છે. ઘણી વખત રસોડામાં રાખેલા ડબ્બાઓને કાણાં પાડીને ખાવાની વસ્તુઓ,મસાલા વગેરે ખાઈ જાય છે અને બગાડી નાખે છે. તેથી તે કરિયાણું કે મસાલા આપણે ફેકી દેવા પડે છે. ઘરમાં રાખેલ અનાજ વગેરેના કોથળાઓને કાતરીને અંદર ઘૂસી જઈ અનાજ વગેરેનો બગાડ કરે છે. તેમજ ઘરમાં ઠેર ઠેર તેમની લીંડીઓ અને પેસાબ કરે છે. એટલે ઘરમાં એની વાસ પણ આવ્યા કરે છે. વળી તે જગ્યાની સફાઈ કરવી પણ ખૂબ મુશ્કેલ બને છે.

અહી અમે તમને ઉંદરોને ભગાડવાના કેટલાક ઉપાયો અહી બતાવી રહ્યા છીએ.  તમે આ નુસ્ખા અજમાવીને ઉંદરોના ત્રાસ માંથી મુક્ત બની શકશો .

કપૂરનો ભુક્કો :

ઉંદરોને ભગાડવા માટે કપૂર એક હાથવગો ખૂબ સારો ઉપાય છે. કપુર પૂજામાં અને વિવિધ પ્રયોગોમાં આપણે વાપરી એ છીએ. કપુર વાયરસનો નાશ કરી હવાને સુદ્ધ કરે છે. એટલે ઘણા લોકો કાયમ ઘરમાં કપૂરને સળગાવે છે. તમારે સારી ક્વોલીટીનું કપુર લઈ તેના નાના ટુકડાઓ કરી દેવાના છે. અને ઘરમાં જ્યાં ઉંદરો સંતાય છે તેવી જગ્યાઓ જેવી કે, કબાટની નીચે અને ઉપર રસોડામાં અને અને ઘરના અમુક ખૂણાઓમાં કપૂરનો આ ભૂકો ભભરાવી દેવાનો છે. કપુર ની તીવ્ર વાસ ઉંદરોને બિલકુલ પસંદ આવતી નથી. તેથી ઉંદરો તમારા ઘરમાંથી ભાગી જશે અને તમે ઉંદરોથી મુક્ત થઈ જશો.

ફટકડીનો સ્પ્રે :

આપણે સૌ ફટકડીના ઉપયોગો વિશે જાણીએ છીએ. ફટકડી સુધ્ધિકરણ  સહિત વિવિધ ઉપયોગો કરવામાં આવે છે. ઉંદરો ફટકડીની હાજરીને પસંદ કરતા નથી. તમે બજારમાંથી  ફટકડી લાવીને તેનો બારીક ભુક્કો કરી સ્પ્રેની બોટલમાં નાખી બોટલને બરાબર હલાવી તેનો સ્પ્રે ઘરમાં ઉંદરો છુપાઈ શકે તેવી જગ્યાએ મારવાનો છે. ફટકડીનો સ્પ્રે મારવાથી ઉંદરો તમારા ઘરમાંથી ચાલ્યા જશે અને તમે ઉંદરોના ત્રાસમાંથી મુક્ત થઈ જશો.

પીપરમિંટ સ્પ્રે :

પીપરમીંટની વાસને ઉંદરો બિલકુલ  પસંદ કરતા નથી. તેથી તમે પીપરમિંટનો સ્પ્રે મારીને ઉંદરોને ઘરમાંથી ભગાડી શકશો. તે માટે તમારે પીપર્મીંટ ના ઓઇલ ને સ્પ્રેમાં ભરીને તમારા ઘરમાં જ્યાં ઉંદરો છુપાઈ શકે તેવી ખાસ જગ્યાઓ ઉપર આ સ્પ્રેનો છંટકાવ કરવાનો છે. પીપરમીંટની વાસથી ઉંદરો તમારા ઘરમાંથી આપોઆપ ભાગી જશે અને તમે ઉંદરોના ત્રાસથી બચી જશો.

મિત્રો,ઉંદરોને ઘરમાંથી ભગાડવાના આ નુસ્ખાઓ અજમાવી જોજો તેનાથી ઉંદરો તમારા ઘરમાંથી ચાલ્યા જશે. મિત્રો અમને આ માહિતી વિવિધ સ્રોત દ્વારા મળે છે. જે અમે આપના માટે અહી રજૂ કરીએ છીએ આવી બીજી માહિતી માટે અમારી વેબ સાઈટ જોતા રહેશો.અમારો આર્ટીકલ વાંચવા બદલ આભાર !

Spread the love

About the author

Gujarat Info Hub

Leave a Comment