સરકારી યોજનાઓ PM-Kisan-Yojana

PM Kisan Status 2023: પીએમ કિસાન યોજના 13 માં હપ્તાની યાદી માં તમારું નામ ચકાશો અહીથી

પીએમ કિસાન યોજના
Written by Gujarat Info Hub

PM Kisan Yojana Status 2023 List: પીએમ કિસાન યોજના 2023 ની શરુઆત ૧ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ થઈ હતી જેનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે. પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતો કે જેઓની જમીન કુલ સંયુક્ત જમીન ૨ હેક્ટર કે તેનાથી ઓછી છે તેવા ખેડૂતોનો આમાં સમાવેશ થાય છે. 

PM કિસાન સ્કીમ માં ખેડૂતો ના કુટુબના કોઈપણ એક સભ્ય ને  વાર્ષિક રુપિયા ૬૦૦૦ સહાય પેટે મળે છે. જે ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. ભારતનો કોઈપણ ખેડૂત પીએમ કિસાન યોજના નો લાભ લઈ શકે છે અને તેઓની ઓળખ સંબંધિત રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ ના ઉતારા આધારિત કરવામાં આવે છે.

PM Kisan Samman Nidhi Yojana માં તેમને મળતી સહાય તેમના બેંક એકાઉન્ટ માં ડાયરેક્ટ ટ્રાન્સફર થાય છે.અને આ યોજનાની કેટલીક માર્ગદર્શિકા છે તેના આધારિત ખેડુત લાભ લેવા પાત્ર છે કે નહીં તે નક્કી થાય છે.

PM Kisan Samman Nidhi 2023 Gujarat

યોજનાનું નામPM Kisan Samaan Nidhi Yojana
વિભાગ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ
ઉદેશ્ય ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો
લાભાર્થીનાના અને સીમાંત ખેડૂત
લાભ ની રકમ પ્રતિ વર્ષ ૬૦૦૦ રુપીયા ૩ હપ્તામાં
વેબસાઈટhttps://pmkisan.gov.in/

પીએમ કિસાન યોજનાનો લાભ કોણ મેળવી શકે ?

મિત્રો, આ યોજના નાના અને સિમાંત ખેડૂતો માટે જ છે, તો જે લોકો આ નાના અને સીમાંત ખેડૂત ની કેટેગરી માં આવતા નથી તે લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

  • જે લોકો સંસ્થા કે વાણિજીયક હેતુ માટે જમીન ધરાવે છે તે પણ લાભ મેળવી શકશે નહી.
  • કોઈપણ સરકારી કર્મચારી કે જે નિવૃત હોય કે ચાલુ હોય તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં પરંતુ વર્ગ ૪ ના કર્મચારી તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ ના કર્મચારી લાભ લઈ શકશે.
  • જે કર્મચારી નિવ્રુત થયા બાદ તેનુ પેન્શન ૧૦૦૦૦ કે તેથી વધુ હશે તો તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
  • છેલ્લા વર્ષમાં આવકવેરો ભરનાર ખેડુત આ યોજના માટે લાયક ગણાશે નહીં.
  • આ ઉપરાંત જે લોકો ઉચ્ચ આવક ધરાવે છે તે લોકો આ યોજનાનો લાભ લઈ શકશે નહી.

વર્ષ ૨૦૨૨-૨૩ નો છેલ્લા હપ્તાના પૈસા જોતા હોય તો જલ્દીથી કરાવી લો e-KYC

મિત્રો, પીએમ કિસાન યોજનાના ૧૩ માં હપ્તાના ૨૦૦૦ રુપીયા મેળવવા માંગતા હોવ તો તમે e-KYC ન કરાવેલ હોય તો જલ્દીથી કરાવી લો કેમ કે હવે નવી પોલીસી પ્રમાણે જે લોકો KYC નથી કરાવેલ તે લોકો પોતાનો ૧૩મો હપ્તો ગુમાવી શકે છે. અને તમે તમારું નામ લાભાર્થીઓના લિસ્ટ માં જઈ જોઈ શકો છો કે તમને આ વખતે પૈસા મળશે કે નહીં. બીજી વાત જે લોકો લાભાર્થી લિસ્ટ માં એડ છે તેઓનું બેંક ખાતું NCPI સાથે જોડેલ હોવુ જરુરી છે. તમે e-KYC ઘરે બેઠા કરી શકો તેની સંપૂર્ણ માહિતી અમે આ બ્લોગમાં શેર કરેલ છે.

પીએમ કિસાન યોજના 2023 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

PM Kisan New Registration: પીએમ કિસાન યોજના માટે ભારત સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ શરુ કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ નવો ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનામાં શરૂઆતમાં કેટલાક ફર્જી લોકો અરજી કરીને ખોટી રીતે પૈસા મેળવતા હતા પરંતુ હવે સરકારની નવી ગાઈડલાઈન મુજબ જો તમે પાત્ર છો તો તમે અહીં અરજી કરી શકો છો જેના માટે નીચેની માહિતી જુઓ.

  • PM Kisan Yojana Registration માટે પીએમ કિસાન ની ઓફીસીયલ વેબસાઈટ  pmkisan.gov.in પર જાઓ.
  • હવે ત્યાં તમને “New Farmer Registration” પર ક્લિક કરતા નીચે મુજબનું નવું પેજ ખુલશે.
PM Kisan New Registration
  • આ પેજમાં જો તમારી ગ્રામ્ય વિસ્તારના રહેવાસી છો તો “Rural Farmer Registration” સિલેક્ટ કરો,
  • હવે તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખી તમારું રાજ્ય પસંદ કરી સાઈડ માં આપેલ બોક્સ માં બાજુમાં રહેલા કોડ નાખી “GET OTP” બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે PM કિસાન યોજના નું ફોર્મ ખુલશે જેમાં માંગેલ માહિતી ભરીને PM Kisan Form સબમીટ કરવાનું રહેશે.

એકવાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નું ફોર્મ સબમિટ કરશો પછી તમે વિલેજ ડેશબોર્ડ પર જઈ તમારી અરજી સંપૂર્ણ રીતે સ્વીકારે છે કે નહીં તે જોઈ શકશો. સબમીટ કરેલ ફોર્મ ના સ્ટેટસ જોવા માટેની માહિતી પણ અમે અહીં શેર કરેલ છે.

PM Kisan Status 2023  કેવી રીતે જોવું ?

મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનામાં અરજી કરી છે અને PM Kisan Status 2023 જોવા માંગો છો તો નીચેના સ્ટેપ પ્રમાણે તમે તમારું પીએમ કિસાન યોજના નું સ્ટેટસ ઓનલાઈન જોઈ શકશો.

  • PM Kisan Status List જોવા માટે સૌ પ્રથમ  pm kisan.gov.in પર જાઓ.
  • હવે હોમ પેજ પર તમને “STATUS OF SELF REGISTERED FARMER/ CSC FARMER” નામનો ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે જેમાં તમારો આધાર કાર્ડ નંબર નાખી નીચે આપેલ ઇમેજ નો કોડ નીચે ના બોક્સ માં નાખી “Search” બટન પર ક્લિક કરો.

હવે તમે તમારા સામે PM Kisan beneficiary Status જોઈ શકશે જેમાં તમે કરેલ અરજી નું હાલ નું સ્ટેટસ બતાવશે. જેમાં અરજી ક્યા પેન્ડીંગ છે અને ના મંજુર થઈ હોય તો તેના કારણો નીચે દર્શાવેલ હશે.

PM Kisan e-KYC Update Online 2023 કેવી રીતે કરશો ?

PM કિસાન યોજના કેવાયસી કરવું જરૂરી છે, જો ખેડૂત મિત્રો તમે ઈ-કેવાયસી નહી કરાવેલ હોય તો તમે પીએમ કિસાન યોજના 13 મો હપ્તો નહી મેળવી શકો. અધિકારીક વેબસાઈટ મુજબ PM Kisan e-KYC કરવાની છેલ્લી તારીખ 31,જુલાઈ 2022 છે પણ ભારત સરકાર દ્વારા તેનો ટાઇમ લંબાવવામાં આવ્યો છે. તો મિત્રો જલ્દીથી નીચેના સ્ટેપ જુઓ અને PM Kisan kyc update કરો.

  • સૌ પ્રથમ pm.kisan.gov.in ખોલો અને ત્યાં નીચે સ્ક્રોલ કરો.
  • ત્યાં તમને e-KYC નામ નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • હવે નવા પેજમાં તમારો અધાર નંબર નાખી અને “Search” બટન પર ક્લિક કરો.
  • જો કઈ એરર આવે તો ઘરના બીજા કોઈપણ મેમ્બર નો મોબાઈલ નંબર નાખી “OTP” નાખી ને “Submit for Auth” પર ક્લિક કરો.
  • હવે તમે જોઈ શક્શો કે તમારુ PM Kisan E-KYC Update થઈ ગયેલ છે અને તમે આવનારો હપ્તો મળવા પાત્ર છે.

How to check PM Kisan 2000 Rupees Online – પીએમ કિસાન પેમેન્ટ સ્ટેટસ

મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી કુલ ૧૨ હપ્તા મળેલ છે અને આ ચાલુ વર્ષ 2022-23 નો છેલ્લો હપ્તો અવાનો બાકી છે જે થોડા દિવસ માં તમારા ખાતામાં જમાં થઈ જશે. જો આ બધા હપ્તા નું પેમેન્ટ નુ સ્ટેટસ લિસ્ટ તમારે જોવું હોય તો નિચેના સ્ટેપ ને જુઓ.

  • સૌ પ્રથમ pm kisan gov in પર જાઓ ત્યા તમને “Dashboard” નામનો ઓપસન દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજમાં વિલેજ ડેસબોર્ડ ખુલશે તેમાંં તમારુ રાજ્ય, જિલ્લો, તાલુકો, અને ગામ પસંદ કરી ને સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે ત્યા “Payment Status” બટન પર ક્લિક કરતા સાથે તમારા ગામનું લિસ્ટ જોવા મળશે

અહી તમે આ યોજના ચાલુ થઈ ત્યારથી લઈ આજ સુધી ના વર્ષ ના બધા હપ્તા ના પીએમ કિસાન યોજના 2000 રુપીયા કોને મળ્યા તે ઓનલાઈન જોઈ શકશો. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૪૦૦૦ જમાં થયેલ હશે જે લાસ્ટ હપ્તો બાકી છે તે થોડા દિવસોમાં તમારા ખાતા માં જમાં થઈ જશે.

ત્યા તમે “PM Kisan Online Registration Status ” બટન પર ક્લિક કરી ને તમારા ગામના કેટલા લોકો ના પીએમ કિસાન ના ફોર્મ મંજુર, ના મંજુર અને પેન્ડિગ છે તેનું સટેટસ ઓનલાઈન જોઈ શક્શો.

PM Kisan Update Application – અરજી માં સુધારો કેવી રીતે કરશો ?

મિત્રો, તમારી પીએમ કિસાન યોજનાની અરજી માં કોઈ ભુલ રહી ગઈ છે તો તમે તેને સુધારવા માટે અમારા નિચેના સ્ટેપ ફોલોવ કરી ને સુધારો કરી શકો છો.

  • પીએમ કિસાન ની વેબસાઈટ પર જાઓ અને ત્યા ” Edit Aadhaar Failure Records” પર ક્લિક કરો.
  • હવે તમે તમારો આધાર કાર્ડ નંબર નાખી ને મોબાઈલ નંબર ના ઓટીપી દ્વારા તમારી અરજી ખુલશે.
  • જેમાં તમારે સુધારો કરવાનો હોય તે કરીને સબમીટ કરી શકો છો જેથી તમારું ફોર્મ ના મંજુર ના થાય.

પીએમ કિસાન એપ્લિકેશન

સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પીએમ કિસાન એપ્લિકેશન નું સંચાલન કરવામાં આવે છે. પીએમ કિસાન એપ દ્વારા હવે તમે આ યોજના ને લગતી કોઇપણ માહિતી તમારા મોબાઈલ માં જોઈ શકો છો. જો કોઈ પણ પ્રકારના નોંધણી કે સુધારો તમે કરવા માંગતા હોવ તો પોર્ટલના બદલે તમે PM કિસાન એપ્લિકેશન નો ઉપયોગ કરી શકો છો. અહીં તમે યોજનાની વિગતો, આધારકાર્ડ, નોંધણી, ફોર્મ માં સુધારો, યોજનાનું લિસ્ટ વગેરે માહિતી જોવા મળશે.

પીએમ કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરવા તમે ગુગલ પ્લે સ્ટોર પર જઈ “PM Kisan App” સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો અથવા અહી ક્લિક કરી ડાયરેક્ટ ડાઉનલોડ કરો.

PM Kisan Status check 2023 13th installment date – પીએમ કિસાન યોજના 13 મો હપ્તો

મિત્રો, પીએમ કિસાન યોજના 13 મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવાનો છે. તો તમારા દેરક હપ્તા ની ઓનલાઈન માહીતી તમે જોતા રહો કેમ કે જો તમે 12 મો હપ્તો નથી મળ્યો તો આ હપ્તો પણ નહી મળે. એના માટે તમારે શુ કરવું તેની સંપુર્ણ માહિતી અમારી નિચેની લિંક પર ક્લિક કરી બિજા બ્લોગ માં આપેલ છે. જો તમે ઇકેવાયસી નહી કરાવેલ હોય તો આ હ્પ્તો ગુમાવી શકો છો માટે જલ્દીથી નિચે ક્લિક કરી ને તમારા ૧૩ માં હ્પ્તા નું સ્ટેટસ જુઓ.

આ જુઓ :- પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો, જુઓ પેમેન્ટ લિસ્ટ

મિત્રો, અમે અહીંં પીએમ કિસાન યોજના 2023 ની ઓનલાઈન અરજી, ઈ કેવાયસી, સ્ટેટસ ચેક, પેમેન્ટ સટેટસ અને હપ્તા કેવી રીતે ચેક કરવા તેની સંપુર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે, જો PM Kisan Samman Nidhi Yojana ને લગતી કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માગતા હોવ તો તમે અમારા નિચેના કોમેન્ટ બોકસ દ્વારા જણાવી શકો છો અને નવી સરકારી યોજનાઓ માટે અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો.

About the author

Gujarat Info Hub

Leave a Comment